________________
સમયસાર : આત્મખ્યાતિ
કર્તા-કર્મ-ક્રિયાનું અપૂર્વ તત્ત્વવિજ્ઞાન અદ્દભુત શબ્દ અર્થ-તત્ત્વ ચમત્કૃતિથી દાખવતા સમયસાર કળશ કાવ્ય (૯) અમૃતચંદ્રજી પ્રકાશે છે -
आर्या यः परिणमति स कर्ता यः परिणामो भवेत्तु तत्कर्म । या परिणतिः क्रिया सा त्रयमपि भिन्नं न वस्तुतया ॥५१॥ एकः परिणमति सदा परिणामो जायते सदैकस्य । एकस्य परिणतिः स्यादनेकमप्येकमेव यतः ॥५२॥ नोभौ परिणमतः खलु परिणामो नोभयोः प्रजायेत । उभयोर्न परिणतिः स्याद्यदनेकमनेकमेव सदा ॥५३॥ नैकस्य हि कर्तारौ द्वौ स्तो द्वे कर्मणी न चैकस्य । नैकस्य च क्रिये द्वे एकमनेकं यतो न स्यात् ॥५४॥ જે પરિણમે તે કર્તા, જે પરિણામ હોય તે કર્મ ભણે; જે પરિણતિ ક્રિયા છે, ત્રય પણ ભિન્ન ન વસ્તપણે. ૫૧ એક પરિણમે છે સદા, પરિણામ ઉપજે સદા એકતણો; એકની હોય પરિણતિ, (કારણ) અનેક પણ એકજ ગણો. પર ન બે પરિણમે નિરો, પરિણામ ન ઉપજે બે ય તણો; બેની પરિણતિ ન હોય, (કારણ) અનેક અનેક જ સદાય ગણો. ૫૩ એકના બે કર્તા ના, એકના બે કર્મ હોય નહિ. એકની બે ક્રિયા ના, કારણ એક અનેક હોય નહિ. ૫૪
અમૃત પદ-૫૧-૫૪
ધન્ય રે દિવસ આ અહો ! - એ રાગ જડ ક્રિયા-કર્મ તે જડ કરે, ચેતન ક્રિયા કર્મ ચેતન રે... ભગવાન અમૃત ભાખિયું, તત્ત્વ ચિંતામણિ રતન રે... જડ ક્રિયા. કર્મ. ૧ પરિણમે જેહ કર્તા હોય તે, પરિણામ તે કર્મ હોય રે; પરિણતિ જે તે ક્રિયા - ત્રણે, ભિન્ન વસ્તુતાએ નો'ય રે... જડ ક્રિયા. ક. ૨ એક જ પરિણામે છે સદા, પરિણામ એકનો સદાય રે; એકની પરિણતિ હોય છે, અનેક પણ એક જ હોય રે... જડ ક્રિયા. કર્મ. ૩ બે પરિણમે ન નિશ્ચયે, (કારણ) પરિણામ બેનો ન હોય રે; બેની પરિણતિ હોય ના, (કારણ) અનેક અનેક જ સદાય રે... જડ ક્રિયા. કર્મ. ૪ એકના કર્તા બે હોય ના, એકના કર્મ બે નો રે; એકની ક્રિયા બે હોય ના, (કારણ) એક અનેક ન હોય રે... જડ ક્રિયા. કર્મ. ૫ તત્ત્વ વિજ્ઞાન એ ભાખિયું, અચિંત્ય ચિંતામણિ સમાન રે; ભગવાન અમૃતચંદ્રજી, “વિજ્ઞાનઘન” અભિધાન રે... જડ ક્રિયા. કર્મ. ૬
૫૩૬