________________
સમયસાર : આત્મખ્યાતિ
સ્થાનીયપણું છે માટે. એટલા માટે પ્રત્ય (અંતર્ગત, પૃથક, વિવિક્ત, ભિન્ન) આત્મદર્શીઓએ વ્યવહારનય અનુસર્તવ્ય (અનુસરવો યોગ્ય) નથી'; અને છતાં કેટલાકોને તે વ્યવહાર નય પણ પ્રયોજનવાન છે, કારણકે “શુદ્ધ આદેશવાળો શુદ્ધનય પરમભાવદર્શીઓએ જાણવો યોગ્ય છે, પણ જેઓ અપરમ ભાવમાં સ્થિત છે, તેઓ તો વ્યવહારથી ઉપદેશિત હોય” - એમ આચાર્યજીએ બારમી ગાથામાં પ્રકાશ્ય છે અને તે “આત્મખ્યાતિમાં અમૃતચંદ્રજીએ સુવર્ણ શુદ્ધિના પ્રસિદ્ધ દાંત દ્વારા સાંગોપાંગ સુઘટનાનપણે અનન્ય અદ્દભુત અનુપમ શૈલીથી વિવરી દેખાડી નિખુષપણે અત્યંત પરિÚટ કર્યું છે. આમ જ તીર્થનું અને તીર્થફલનું વ્યવસ્થિતપણું છે માટે કહ્યું છે કે – “જો તમે જિનમત પ્રત્યે જતા હો, તો વ્યવહાર અને નિશ્ચય મ મૂકજો ! કારણકે એક (વ્યવહાર) વિના તીર્થ છેદાય છે અને બીજા (નિશ્ચય) વિના તત્ત્વ છેદાય છે.” આ ગાથાના અનુસંધાનમાં અમૃતચંદ્રજી “આત્મખ્યાતિ'માં ઉભયનયવિરોધધ્વસિ અને “વ્યવરણનયઃ સ્યાતું યદ્યપિ પ્રાસ્પદવ્યા” એ ભાવના બે અમૃત કળશ (૪-૫) સંગીત કરે છે, તથા “એકત્વે નિયતસ્ય શુદ્ધનયતો” અને “અતઃ શુદ્ધનયાત' - એ બે અમૃત કળશ (દ-૭) નીચેની ગાથાના ભાવનું સૂચન કરતાં પ્રકાશે છે.
આ તેરમી (૧૩) ગાથામાં આચાર્યજી વદે છે - “ભૂતાર્થથી અભિગત - જાણવામાં આવેલા જીવ, અજીવ, પુણ્ય-પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ - એ સમ્યક્ત છે'. - આવા ભાવની આ શાસ્ત્રની દ્વાર ગાથાનું અપૂર્વ અનન્ય વ્યાખ્યાન કરતાં “આત્મખ્યાતિ' સૂત્રકર્તાએ પોતાની અદ્ભુત લાક્ષણિક શૈલીથી પરમ પરમાર્થ - મર્મ પ્રકાશ્યો છે : “આ જીવ આદિ નવતત્ત્વો તે ભૂતાર્થથી અભિગત સમ્યગુદર્શન સંપજે જ છે - તીર્થ પ્રવૃત્તિ નિમિત્તે અભૂતાર્થ નયથી વ્યપદેશવામાં આવતા આ જીવ - અજીવ - પુણ્ય - પાપ - આસ્રવ - સંવર - નિર્જરા – બંધ - મોક્ષ લક્ષણ નવ તત્ત્વોમાં એકત્વદ્યોતી ભૂતાર્થનયથી એકત્વ આણી, શુદ્ધનયત્વથી વ્યવસ્થાપિત આત્માની “આત્મખ્યાતિ' લક્ષણા અનુભૂતિનું સંપદ્યમાનપણું છે માટે. ** આ નવ તત્ત્વોમાં પણ ભૂતાર્થ નયથી એક જીવ જ પ્રદ્યોતે (પ્રકાશે) છે. એમ આ એકત્વથી દ્યોતમાન શુદ્ધનયત્વથી અનુભવાય જ છે અને જે અનુભૂતિ તે આત્મખ્યાતિ જ અને આત્મખ્યાતિ તે સમ્યગદર્શન જ – એમ સમસ્ત જ નિરવઘ છે. અત્રે “આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રજી પરમ ભાવવાહી અમૃત કળશ (૮) સંગીત કરે છે - “વર્ણમાલા કલાપમાં નિમગ્ન સુવર્ણની જેમ, ચિરકાળ એમ નવતત્ત્વમાં છત્ર (છપાયેલ) ઉન્નીયમાન - ઉત્કટપણે દેખાડાઈ રહેલી એવી આ સતત વિવિક્ત એકરૂપ ઉદ્યોતમાન આત્મજ્યોતિ પ્રતિપદે દેખજે !' અર્થાતુ આ શાસ્ત્ર - સૂત્રમાં નવે તત્ત્વના અધિકારમાં અને તેના ઉપસંહારરૂપ સર્વવિશુદ્ધજ્ઞાન અધિકારમાં પ્રત્યેક પદે એક સૂત્ર રૂપ આ “વિવિક્ત” - પૃથગૃભૂત આત્મજ્યોતિનું દર્શન કરાવવામાં આવશે, ઉત્કૃષ્ટપણે નયન કરાવવામાં આવશે - “ઉન્નીયાન', તે દિવ્ય આત્મપ્રકાશથી ઝળહળતી દિવ્ય આત્મજ્યોતિ આ “આત્મખ્યાતિ'ના અને તેના પરમ વિશિષ્ટ અંગભૂત આ સવર્ણ સમયસાર કળશોના પ્રતિપદ' - પ્રત્યેક પદે ઉદ્યોતન કરવામાં આવશે.
આ નવ તત્ત્વમાં પ્રત્યગ આત્મજ્યોતિનું - સમયસારનું દર્શન કરાવતું આ સમયસાર અલૌકિક નવાંકી નાટક છે, એવી મહાનુ કવિકલ્પના મહાનુ અધ્યાત્મ નાટ્યકાર પરમાર્થ - મહાકવીશ્વર આર્ષદ અમૃતચંદ્રાચાર્યજીએ અત્ર કરી, આ અલૌકિક અધ્યાત્મ નાટકની તત્ત્વ કલામય સાંગોપાંગ સમસ્ત રૂપક ઘટના અપૂર્વ અદ્ભુત તત્ત્વકળાથી કરી છે. તેમાં - જેમ નાટકના પૂર્વાંગમાં નાટ્ય વસ્તુનું સૂચન કરતાં સૂત્રકાર નાટકકાર દષ્ટા – શ્રોતા સભાજનોને આ આવા નાટકનું દર્શન કરાવવામાં આવે છે તે દેખો ! એમ ભાવવાહી આહ્વાન કરે છે, તેમ આ સમયસારનું - શુદ્ધ આત્માનું દર્શન કરાવતા આ સમયસાર અધ્યાત્મ મહનાટકના પૂર્વરંગમાં આ નાટક વસ્તુનું સૂચન કરતાં મહાઅધ્યાત્મ નાટકકાર સૂત્રધાર આત્મખ્યાતિ' સૂત્રકાર અત્રે પ્રતિપદે સતત વિવિક્ત આ એકરૂપ ઝળહળી રહેલી આત્મજ્યોતિ દેખાડવામાં આવશે તે દેખો ! અનુભવ પ્રત્યક્ષ કરો ! એમ પરમ ભાવવાહી આહ્વાન કરે છે.
આ ગાથાના ઉત્તર ભાગની વ્યાખ્યા “આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રજી પ્રકાશે છે – “એમ એકત્વથી ધોતમાન આત્માના અધિગમ ઉપાયો જે પ્રમાણ નય - નિક્ષેપો તે નિશ્ચયથી અભૂતાર્થ છે, તેઓમાં પણ
૬૦