________________
કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર કળશ-૪૭
એઠની જેમ છાંડી દેનારૂં અને નાના પ્રકારના વિકલ્પ રૂપ સકલ ભેદવાદોને ખંડનારૂં એવું. આવું પરપરિણતિ પરિત્યાગી અને ભેદવાદ પ્રભંજક પ્રચંડ જ્ઞાન જ્યાં ઉદય પામ્યું છે, ત્યાં પછી કર્તા - કર્મ પ્રવૃત્તિનો અવકાશ ક્યાંથી હોય ? નનુ થમવાશ ર્મપ્રવૃત્તે ? જ્ઞાનભવન માત્ર છોડી સ્વયં અજ્ઞાન ભવનમાં વ્યાવૃત થતો આ આત્મા કર્તા અને જ્ઞાનભવનમાં વ્યાવૃતપણાથી ભિન્ન એવા ક્રિયમાણપણે કરાતું આ ક્રોધાદિ કર્મ, એવી આ અજ્ઞાનજન્ય કર્તા કર્મ પ્રવૃત્તિનો અલ્પ પણ પ્રસર આપવા રૂપ જરા પણ પેસવાની જગ્યા દેવા રૂપ અવકાશ ક્યાંથી હોય ? અને એમ કર્તા કર્મ પ્રવૃત્તિનો અવકાશ ન હોય, તો પછી અહીં પૌદ્ગલિક કર્મબન્ધ તો ક્યાંથી જ હોય ? હ ભવતિ થ વા પૌત્રાત: વર્મવધ ? અર્થાત્ જ્ઞાન ઉદય પામ્યે અજ્ઞાનની કર્તા કર્મ પ્રવૃત્તિ સહેજે અટકી જ જાય, એટલે કર્મબંધ પણ આપોઆપ અટકી જ જાય એમાં પૂછવું જ શું ?
-
“ચંદ્રબાહુ જિન સેવના ભવનાશિની એહ,
પરપરિણતિના પાશની નિષ્કાશન રેહ.'' - શ્રી દેવચંદ્રજી
જે પ્રકારે બંધનથી છૂટય પ્રકારે પ્રવર્ત્તવું, એ હિતકારી કાર્ય છે. બાહ્ય પરિચયને વિચારી વિચારીને નિવૃત્ત કરવો એ છૂટવાનો એક પ્રકાર છે.’’
‘જીવ આ વાત જેટલી વિચા૨શે તેટલો જ્ઞાની પુરુષનો માર્ગ સમજવાનો સમય સમીપ પ્રાપ્ત થશે.’’ ‘‘સર્વ પ્રતિબંધથી મુક્ત થયા વિના સર્વ દુઃખથી મુક્ત થવું સંભવતું નથી.''
શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૪૭૯) ૫૬૫, (૫૭૧), ૬૧૯
ડ
૪૭૧