________________
જીવાજીવ પ્રરૂપક પ્રથમ અંકઃ સમયસાર ગાથા-૬૮
અમૃત જ્યોતિ' મહાભાષ્ય મોહનીય કર્મ ઉદયિક ભાવે હોય.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૮૬૪, વ્યાખ્યાનસાર
બારમા ગુણસ્થાનકના છેલ્લા સમય સુધી જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે ચાલવાનું થાય છે. તેમાં સ્વછંદપણું વિલય થાય છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૭૫૩
“યોગના ઠાણ અસંખ્ય છે, તરતમ મોહે પરાયણ રે.” - શ્રી દેવચંદ્રજી
આ પણ સ્થિત જ છે કે, રાગાદિ ભાવો જે છે તે જીવ નથી, એ નિશ્ચય સિદ્ધાંતનું – “મોહનીય કર્મના ઉદય થકી જે આ ગુણસ્થાનો વર્ણવેલા છે, ને જે સદા અચેતન કહ્યા છે, તે જીવ કેમ હોય ?'
આ ગાથાની વ્યાખ્યા કરતાં “આત્મખ્યાતિકર્તા' પરમષિ અમૃતચંદ્રાચાર્યજીએ નિખુષ યુક્તિથી આ નિશ્ચય સિદ્ધાંતનું પરિદૃઢપણું કરાવ્યું છે. તેનો આશયાર્થ આ પ્રકારે - મિથ્યાદેષ્ટિ વગેરે ગુણસ્થાનો જે છે, તે પુદ્ગલ જ છે, નહિ કે જીવ, કારણકે “વૌતિક
મોહે પ્રકૃતિવિપ%િપૂર્વજત્વે સતિ' - તે ગુણસ્થાન પૌદ્ગલિક – પુદ્ગલમય મોહ ઉદય થકી ગુણસ્થાનો મોહ કર્મપ્રકૃતિના” વિપાકપૂર્વક હોય છે, મોહનીય કર્મના ઉદયની તરતમતા
પ્રમાણે ગુણસ્થાનનું હોવાપણું, હોય છે, એટલે “નિત્યવેતનવતુ’ - અચેતન
એવા પુદ્ગલકર્મ વિપાકજન્ય હોવાથી ગુણસ્થાનનું પણ નિત્ય અચેતનપણું હોય છે. કારણકે “વારણાનુવિઘાવનિ વાળ’ “કારણાનુવિધાયી કાર્યો હોય છે, અર્થાત્ કાર્યો કારણને અનુસરતા હોઈ, કારણના વિધાન જેવું અનુવિધાન કરતા હોઈ, જેવું કારણ તેવું કાર્ય હોય છે, એટલા માટે “વપૂર્વછા થવા થવા ઇવ’ જવપૂર્વક જવો જવો જ હોય છે એ ન્યાયે, પુદ્ગલકર્મ પૂર્વક પુદ્ગલો, પુદ્ગલ જ છે, નહિ કે જીવ. અને ગુણસ્થાનોનું નિત્ય-સદા અચેતનપણું આગમ થકી - આપ્ત પુરુષના વચનરૂપ શાસ્ત્ર સિદ્ધાંતથી
પ્રસાધ્ય - પ્રસાધવા યોગ્ય છે, તેમજ ચૈતન્યસ્વભાવવ્યાસ્વાભનોવિતત્વેન' આગમ અને ચૈતન્ય સ્વભાવથી વ્યાપ્ત આત્માની અતિરિક્તપણે - અલગપણે - ભિન્નપણે - અનુભવથી તેમજ પૃથકપણે વિવેચકોથી સ્વયં ઉપલભ્યમાનપણા થકી “વિવેક:
વયમુનિમ્યમાનવી પ્રસાધ્ય છે, અર્થાત ક્ષીર-નીરનો વિવેક કરનારા હંસની જેમ સ્વ-પરનો વિભાગ કરવારૂપ વિવેક કરનારા વિવેકસંપન્ન ભેદજ્ઞાની અધ્યાત્મ વૈજ્ઞાનિકોથી (spiritual scientists) પોતે અનુભવ કરવાપણા થકી પણ ગુણસ્થાનોનું અચેતનપણું પ્રસાધવા યોગ્ય છે.
એમજ રાગાદિ ભાવો માટે પણ સમજવું. તે રાગાદિ ભાવોનું પણ પુદ્ગલપૂર્વકપણું હોઈ નિત્ય અચેતનપણું છે, એટલે તે રાગાદિ ભાવો પણ પુદ્ગલ જ છે, નહિ કે જીવ - એમ સ્વયં - આપોઆપ આવી પડ્યું. તેથી રાગાદિ ભાવો જીવ નથી એમ સિદ્ધ થયું, નિશ્ચય સિદ્ધાંત ત્રિકાળાબાધિતપણે સુસંપ્રતિષ્ઠાપિત થયો.
ત્યારે જીવ કોણ છે ? તે હવે કળશ કાવ્યોમાં કહીએ છીએ -
સ્વ
પર પુગલ
"जन्मादिकोऽपि नियतः परिणामो हि कर्मणाम् । न च कर्मकृतो भेदः स्यादात्मन्यविकारिणि ॥ आरोप्य केवलं कर्मकृतां विकृतिमात्मनि । अमंति प्रथविज्ञाना भीमे संसारसागरे । उपापिभेवजं भेदं वेत्त्यज्ञः स्फटिके यथा । तथा कर्मकृतं भेदमात्मन्येवाभिमन्यते ॥ उपाधिकर्मजो नास्ति व्यवहारस्तवकर्मणः । इत्यागमक्चो लुप्तमात्मवरूप्यवादिना ॥"
- શ્રી યશોવિજયજી કૃત અ.સા.અ.નિ.એ ૧૫-૧૬ ૪૪૧