________________
સમયસાર : આત્મખ્યાતિ
-
પરમપૂજ્ય અર્હત્ દેવોની પ્રરૂપણા છે પ્રજ્ઞાપના છે અને આ પરમ આમ પરમ પ્રમાણભૂત અર્હત્ દેવોની - શ્રીમદ્ જિનેશ્વર ભગવાનોની પ્રજ્ઞાપના - પ્રરૂપણા હોઈ, અમને પણ તે વ્યવહારનય પ્રરૂપણા પરમ માન્ય છે, પરમ સંમત છે, પરમ શિરસાવંદ્ય છે. છતાં તે જ ભગવાને પ્રરૂપેલા નિશ્ચનયની અપેક્ષાએ જો વિચારીએ તો નિશ્ચયથી - તત્ત્વથી - પરમાર્થથી આ આત્મા નિત્ય જ અમૂર્ત્ત સ્વભાવી' અને ઉપયોગ ગુણથી અધિક' છે. એટલે કે બીજા કોઈ પણ દ્રવ્યમાં જ્ઞાન-દર્શન રૂપ ઉપયોગ ગુણ છે નહિ અને માત્ર એક જીવમાં જ આ ગુણ છે, એટલે ચૈતન્ય પરિણામ રૂપ ચૈતન્યમય આ જ્ઞાન દર્શન અતિશયવંત છે અને રૂપ ઉપયોગ ગુણથી આ જીવ બીજા બધા દ્રવ્ય કરતાં અધિક' - અતિશાયિ એટલે જ તે બીજા બધા દ્રવ્યોથી જૂદો જ તરી આવે એવો ‘અતિરિક્ત છે. આવા જ્ઞાન-દર્શન રૂપ સર્વાતિશાયિ - સર્વાતિરિક્ત ઉપયોગ ગુણ સંપન્ન સદા અમૂર્ત્ત સ્વભાવી આત્મામાં ઈંદ્રિય ગ્રાહ્ય એવા મૂર્ત પુદ્રલના કોઈ પણ મૂર્ત ગુણની ત્રણે કાળમાં સંભાવના છે જ નહિ. એટલે નિશ્ચયનયની દૃષ્ટિએ જીવનો કોઈ પણ વર્ણ છે નહિ.
-
-
‘પ્રદેશે પ્રદેશે જીવના ઉપયોગને આકર્ષક એવા આ સંસારને વિષે એક સમય માત્ર પણ અવકાશ લેવાની જ્ઞાની પુરુષોએ હા કહી નથી, કેવલ તે વિષે નકાર કહ્યો છે. તે આકર્ષણથી ઉપયોગ જો અવકાશ પામે તો તે જ સમયે તે આત્માપણે થાય છે. તેજ સમયે આત્માને વિષે તે ઉપયોગ અનન્ય થાય છે.'' - શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૩૬૫)
-
એ જ પ્રકારે ગંધ, રસ, સ્પર્શ, રૂપ, શરીર, સંસ્થાન, સંહનન, રાગ, દ્વેષ, મોહ, પ્રત્યય, કર્મ, નોકર્મ, વર્ગ, વર્ગણા, સ્પÁક, અધ્યાત્મસ્થાન, અનુભાગ સ્થાન, યોગસ્થાન, બંધસ્થાન, ઉદયસ્થાન, માર્ગણા સ્થાન, સ્થિતિબંધ સ્થાન, સંક્લેશ સ્થાન, વિશુદ્ધિ સ્થાન, સંયમલબ્ધિ સ્થાન, જીવસ્થાન અને ગુણસ્થાન પણ વ્યવહારથી જીવના છે, એમ પરમપૂજ્ય અર્હત્ દેવોનું પ્રજ્ઞાપન - રૂપણ છતાં, નિશ્ચયથી નિત્યમેવ - સદાય અમૂર્ર સ્વભાવી ને ઉપયોગ ગુણથી અધિક એવા જીવના તે સર્વેય છે નહિ. કારણકે જીવનો અને તેં તે વર્ણ-ગંધાદિ પુદ્રલ દ્રવ્ય પરિણામોના તાદાત્મ્ય લક્ષણ સંબંધનો અભાવ છે, છે નહિ, માત્ર બન્નેનો સંયોગસંબંધ છે અને જ્યાં તાદાત્મ્યસંબંધનો અભાવ છે, ત્યાં પછી વર્ણાદિ કોઈ જીવના સંભવતા નથી, ‘તાવાસ્યનક્ષળસંબંધામાવાત્' |
‘‘આત્મા કેવી અપૂર્વ વસ્તુ છે ! જ્યાં સુધી શરીરમાં હોય, ભલેને હજારો વરસ, ત્યાં સુધી શરીર સડતું નથી. પારાની જેમ આત્મા. ચેતન ચાલ્યું જાય અને શરીર શબ થઈ પડે અને સડવા માંડે !’’ - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૭૬૬, પૃ. ૬૯૯, ઉપદેશ નોંધ, ૩૫
પર
撤回
સ્વ જીવ
પુદ્દલ
૪૧૮