________________
સમયસાર : આત્મખ્યાતિ
વર્ણાદિ વા રાગાદિ સર્વે જ પુરુષથી ભિન્ન ભાવો છે એવા ભાવનો, સમયસાર કળશ (૫) અપૂર્વ આત્મનિશ્ચયથી અમૃતચંદ્રજી લલકારે છે
शालिनी
वर्णाद्या वा रागमोहादयो वा,
भिन्ना भावाः सर्व एवास्य पुंसः । तेनैवांतस्तत्त्वतः पश्यतोऽमी,
नो दृष्टाः स्युर्दृष्टमेकं परं स्यात् ॥३७॥ વર્ણાદિ વા રાગમોહાદિકા વા, આત્માને આ સર્વ છે ભિન્ન ભાવા, તેથી અંતઃ તત્ત્વથી પેખતાં આ, નો'યે દૃષ્ટ દૃષ્ટ એક પ૨ આ. ૩૭ અમૃત પદ-૩૭
ઋષભ જિણદશું પ્રીતડી... એ રાગ -
વર્ણાદિ આ નથી આત્મના, નથી રાગાદિ પણ કોઈ ય વિભાવ... ધ્રુવ. પદ વર્ણાદિ રૂપી પુદ્ગલ ગુણો, તે તો પ્રગટપણે હોયે પરભાવ. વર્ણાદિ રાગાદિ આત્મસ્વભાવ ના, ચિત્ વિકાર તે વિકૃત ચેતન વિભાવ. તેથી વર્ણાદિ રાગાદિ ભાવ આ, આત્માને સર્વે હોયે ભિન્ન ભાવ... વર્ણન. તેથી અંતરે તત્ત્વથી દેખતાં, તે ભાવ તો કો પણ હોય ન દૃષ્ટ,
દૃષ્ટ એક જ હોય આતમા, ભગવાન અમૃત જ્યોતિ સુસ્પષ્ટ... વર્ણન.
અર્થ - વર્ણાદિ કે રાગ-મોહાદિ સર્વે જ ભાવો આ પુરુષથી ભિન્ન ભાવો છે, તેથી જ અંતમાં તત્ત્વથી પેખતા એવા તેને આ દૃષ્ટ થાય નહિં, પણ પરમ એવું એક જ (આત્મ તત્ત્વ જ) દૃષ્ટ થાય.
‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય
‘દેહમાં વિચાર કરનારો બેઠો છે તે દેહથી ભિન્ન છે ? તે સુખી છે કે દુઃખી ? એ સંભારી લે.'' - શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૫૭), ૮૪
“વરનાદિક રાગાદિ યહ, રૂપ હમારો નાંહિ,
એક બ્રહ્મ નહિં દૂસરૌ, દીસૈ અનુભવમાંહિ.” શ્રી બના. કૃત સ.સા.અજી. ૬
ઉપરમાં જે આત્મખ્યાતિ'ના ગદ્યભાગમાં અત્યંત વિસ્તારથી વિવરી દેખાડ્યું, તેના સાર સમુચ્ચય વર્ણાદિ વર્ણ - રસ ગંધાદિ કે રૂપ આ ઉપસંહાર કળશ છે, વળવા વા રામોહાયો વા રાગાદિ-રાગ-દ્વેષ-મોહ આદિ આ સર્વે જ ભાવો આ પુરુષથી આત્માથી ભિન્ન - જૂદા-પૃથક્ છે, મિન્ના ભાવા: સર્વ વાસ્ય પુંતઃ, તેથી જ અંતરમાં તત્ત્વથી દેખતાં આ દૃષ્ટ હોય નહિ, એક ચિર્દૂ માત્ર દૃષ્ટ હોય, નો દૃષ્ટાઃ સુત્કૃષ્ટમે પત્તું ચાત્' અર્થાત્ અંતર્મુખ અવલોકન કરીને દેખીએ તો આત્મામાં વર્ણાદિ કે રાગાદિ કોઈ પણ ભાવ દેખાતો નથી, એક માત્ર કેવલ ‘ચિ' ભાવ જ દેખાય છે.
૪૦૮
-
-