________________
જીવાજીવ પ્રરૂપક પ્રથમ અંકઃ સમયસાર ગાથા-૫૦
તે બીજા બધાય ભાવો પૌલિક છે – પુદ્ગલ નિર્મિત – પુદ્ગલમય છે. માવા: વૌત્તિવા : –
जीवस्स णत्थि वण्णो णवि गंधो णवि रसो णवि य फासो । णवि रूवं ण सरीरं ण वि संठाणं ण संहणणं ॥५०॥ जीवस्स णत्थि रागो णवि दोसो णेव विजदे मोहो । णो पचया ण कम्मं णोकम्मं चावि से णस्थि ॥५१॥ जीवस्स णत्थि वग्गो ण वग्गणा णेव फड्ढया केई । णो अज्झप्पठाणा णेव य अणुभायठाणाणि ॥५२॥ जीवस्स णत्थि केई जोयठाणाण बंधठाणा वा । णेव य उदयठाणाण मग्गणठाणया केई ॥५३॥ णो ठिदिबंठाणा जीवस्स ण संकिलेसठाणा वा । णेव विसोहिठाणा णो संजमलद्धिठाणा वा ॥५४॥ णेव य जीवठाणा ण गुणठाणा य अस्थि जीवस्स ।
जेण दु एदे सब्वे पुग्गलदव्वस्स परिणामा ॥५५॥ જીવનો નથી વર્ણ ન જ ગંધ છે રે, નથી રસ નથી સ્પર્શ જાણ પુદ્ર. નથી રૂપ નથી જ શરીર ને રે, ન સંહનન ન સંસ્થાન... પુદ્. ૫૦ જીવનો નથી રાગ ન ટ્રેષ છે રે, નથી મોહ તણો કંઈ વાસ... પુદ્. નથી પ્રત્યયો તેમજ કર્મ ના રે, નથી નોકર્મ પણ વળી તાસ. પુદ્. ૫૧ જીવનો નથી વર્ગ ન વર્ગણા રે, નથી સ્પર્ધકો પણ તસ કોય... પુદ્દ, નથી અધ્યાત્મસ્થાનો તેહના રે, નથી અનુભાગ સ્થાનોય... પુદ્. પર જીવના નથી યોગસ્થાનો કંઈ રે, નથી બંધસ્થાનો પણ કોય, પુદ્. નથી ઉદયસ્થાનો તેહના રે, ન જ માર્ગણાસ્થાનો હોય... પુદ્. ૫૩ નથી સ્થિતિબંધ સ્થાન જીવના રે, નથી તેમજ સંક્લેશ સ્થાન... પુદ્. નથી વિશુદ્ધિ સ્થાનો તેહના રે, નથી સંયમલબ્ધિ સ્થાન... પુદ્. ૫૪ નથી જીવસ્થાનો પણ જીવના રે, નથી ગુણસ્થાનો ય તમામ. પુદ્.
કારણ એહ સર્વેય તો નિશ્ચયે રે, પુદ્ગલ દ્રવ્યના છે પરિણામ... પુદ્. ૫૫ ગાથાર્થ - જીવનો નથી વર્ણ, નથી ગંધ, નથી રસ, નથી સ્પર્શ, નથી રૂપ, નથી શરીર, નથી સંસ્થાન, નથી સંહનન. ૫૦
જીવનો નથી રાગ, નથી ‘ષ અને નથી મોહ, જીવના નથી પ્રત્યયો, નથી કર્મ અને નથી નોકર્મ. પ૧
જીવનો નથી વર્ગ, નથી વર્ગણા અને નથી કોઈ સ્પર્ધકો, નથી અધ્યાત્મ સ્થાનો અને નથી અનુભાગ સ્થાનો. પર
જીવના નથી કોઈ યોગસ્થાનો, નથી બંધસ્થાનો, નથી ઉદય સ્થાનો અને નથી કોઈ માર્ગણા સ્થાનો. ૫૩
૩૯૫