________________
જીવાજીવ પ્રરૂપક પ્રથમ અંક સમયસાર કળશ-૩૫ એવા આત્માને પરમાત્મા (એવા તમે) આત્મામાં સાક્ષાત્ કળો - અનુભવો ! “વત્તયા परमात्मात्मानमात्मन्यनन्तं' ।
જેમાં ચિતશક્તિ નથી એવું જે કાંઈ છે, તે બધુંય “પર' છે, માટે “પ્રમાણિક ન્યાયી સત્ પુરુષે તે પારકું બધું ય સપ્લાય' એકદમ છેવટ સદાને માટે (once for all) છોડી દેવું જોઈએ અને ચિત
ત માત્ર એવો જે આ અત્યંત પ્રગટ “સ્વ” - આત્મા છે. તેને જ ભજવો જોઈએ. તેમાં જ અવગાહન કરી, વિશ્વની ઉપરમાં ચરતા તે આત્મામાં જ નિમગ્ન થઈ જઈફરી વ્હાર ન નીકળાય એમ ડુબી જવું જોઈએ ! અને આમ વિશ્વની ઉપરમાં તરતા આત્મામાં ડૂબી જઈ વિશ્વની ઉપર તરવાનો ને આત્મામાં ડુબવાનો અખંડ અનંત પરમ આત્માનંદ માણવો જોઈએ ! સાક્ષાત અનુભવવો જોઈએ !
૩૯૯