________________
જીવાજીવ પ્રરૂપક પ્રથમ અંકઃ સમયસાર ગાથા-૪૭-૪૮
यथैष राजा
तथैष जीवः पंच योजनान्यभिव्याप्य निष्कामती
समग्रं रागग्राममभिव्याप्य प्रवर्तित त्येकस्य पंचयोजनान्यभिव्याप्तुमशक्यत्वाद् - इत्येकस्य समग्रं रागग्राममभिव्याप्तुमशक्यत्वाद् व्यवहारिणां बलसमुदाये
व्यवहारिणामध्यवसानादिष्वन्यभावेष राजेति व्यवहारः
जीव इति व्यवहारः, परमार्थतस्त्वेक एव राजा ।
પરમાર્થતત્ત્વ વ નીવઃ ૩૪૭માતા
આત્મખ્યાતિ ટીકાર્ય જેમ આ રાજ
તેમ આ જીવ પંચ યોજનોને અભિવ્યાપી નિષ્ઠમે છે, સમગ્ર રાગગ્રામને અભિવ્યાપી પ્રવર્તિત છે, એમ એકના પંચ યોજનોને
એમ એકના સમગ્ર રાગગ્રામને અભિવ્યાપવાના અશક્યપણાને લીધે,
અભિવ્યાપવાના અશક્યપણાને લીધે, બલસમુદાયમાં (સૈન્ય સમૂહમાં)
અધ્યવસાનાદિ અન્ય ભાવોમાં “રાજા” એવો વ્યવહાર છે,
જીવ’ એવો વ્યવહાર છે, પણ પરમાર્થથી તો એક જ રાજા છેઃ
પણ પરમાર્થથી તો એક જ જીવ છે.
અમૃત જ્યોતિ' મહાભાષ્ય “દય અને આત્મા બન્ને જૂદાં છે એવો જ્ઞાનીને ભેદ પડ્યો છે.”
- શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૫૩), ૯૫૭ (ઉપદેશ છાયા) ચિત્ત પ્રીતિ ક્યું દેહ પૈ, હું ચેતન પે હોય, તીહુ કાલ ભી કર્મ કો, બંધન લહે ન સોય.' - શ્રી દેવચંદ્રજી કૃત દ્રવ્યપ્રકાશ', ૩-૭૨
ઉપરમાં અધ્યવસાનાદિ ભાવો જીવ છે એમ વ્યવહારનયની અપેક્ષાએ સૂત્રમાં આત પ્રણીત પરમાગમમાં - કહ્યું છે એમ નિરૂપણ કર્યું, આ વ્યવહાર કયા દષ્ટાંતથી પ્રવર્યાં છે ? તે બતાવવા સૈન્યમાં રાજાના આરોપસનું દૃષ્ટાંત અત્ર પરમર્ષિ કુંદકુંદાચાર્યજીએ રજૂ કર્યું છે અને તે પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ સાંગોપાંગ બિંબ-પ્રતિબિંબ ભાવે વિવરી દેખાડી પ્રસ્પષ્ટ કર્યું છે. જેમ - કોઈ એક રાજા મોટા સૈન્ય સમુદાય સાથે નીકળ્યો છે, તે સૈન્ય સાથે પાંચ યોજન જેટલો
વિસ્તાર વ્યાપીને રહ્યો છે. ત્યારે વ્યવહારીઆ જનોનો એવો વચન - સૈન્યમાં રાજાનો વ્યવહાર : વ્યવહાર કરાય છે કે - જુઓ ! “આ રાજ પાંચ યોજન વ્યાપીને નીકળી
અધ્યવસાનાદિમાં રહ્યો છે ! “gષ રીના પંવયોગનાન્યમવ્યાણ નિષ્ઠાતિ' એમ બલસમુદાયમાં – જીવનો વ્યવહાર સૈન્યસમૂહમાં “રાજ' એવો વ્યવહારીઓનો વ્યવહાર છે. શાને લીધે ?
' એકના પંચ યોજનોને અભિવ્યાપવાના અશક્યપણાને લીધે - “ પંયોગનાન્યપ્રવ્યાકુમશવયત્વ' એક રાજ પાંચ યોજન વ્યાપી શકે એ બનવું અસંભવિત છે તેને લીધે. સેનામાં “રાજ' એ વ્યવહાર આરોપિત છે. એટલે આખું સૈન્ય કાંઈ રાજ નથી છતાં એવું વ્યવહાર વચન લોક વ્યવહારથી વદાય છે. પણ પરમાર્થથી તો - નિશ્ચયથી તો એક જ રાજા છે, પરમાર્થતસ્તુ एक एव राजा ।
તેમ - આ જીવ સમગ્ર રાગ ગ્રામને વ્યાપીને પ્રવર્તિત છે - પ્રવર્તેલો - પ્રવર્તી રહેલો છે –
૩૯