________________
તો
.
સમયસાર : આત્મખ્યાતિ એક છ માસની મુદતમાં સ્વયં અનુભવવાની અદ્ભુત યુક્તિ દર્શાવતો અપૂર્વ ભાવવાહી સમયસાર કળશ (૨) લલકારે છે -
मालिनी विरम किमपरेणाकार्यकोलाहलेन, स्वयमपि निभृतः सन् पश्य षण्मासमेकं । हृदयसरसि पुंसः पुद्गलाद्भित्रधाम्नो,
ननु किमनुपलब्धि ति किंचोपलब्धिः ॥३४॥ વિરમ ! શું જ નકામા અન્ય કોલાહલેથી? સ્વયમપિ ચૂપ થૈને એક ષટ્ર માસ જેને ! પુદ્ગલ થકી જૂદી જ્યોતિની હત્ સરે શું, દીસતી અનુપલબ્ધિ? ઉપલબ્ધિ દીસે શું? ૩૪
અમૃત પદ-૩૪ અલ્યા ! વિરમ વિરમ ! અલ્યા રે, અલ્યા ! વિરમ વિરમ ! અલ્યા રે ! બીજા નકામા કોલાહલનું, કામ રે! શું છે ત્યારે ?.. અલ્યા. ૧ આપોઆપ ચૂપચાપ થઈ તું, લે ષટ્ માસ નિહાળી, ને જો હૃદય સરોવરમાંહિ, પુદ્ગલથી નિરાળી... અલ્યા. ૨
જ્યોતિરૂપ પુરુષની તુજને, ભાસે શું અનુપલબ્ધિ? કે ભગવાન અમૃત જ્યોતિની, ભાસે શું ઉપલબ્ધિ ?.. અલ્યા. ૩
અર્થ - વિરમ ! બીજા અકાર્ય કોલાહલથી શું ? સ્વયં જ - તું પોતે જ નિભૃત - મૌન થઈ એક છ માસ તો જે ! કે હૃદય-સરમાં પુદગલથી ભિન્ન ધામવંતા પુરુષની શું અનુપલબ્ધિ (અનનુભૂતિ) ભાસે છે ? કે ઉપલબ્ધિ (અનુભૂતિ) ?
અમૃત જ્યોતિ” મહાભાષ્ય હે જીવ ! સ્થિર દૃષ્ટિથી કરીને તું અંતરંગમાં જો, તો સર્વ પરદ્રવ્યથી મુક્ત એવું તારું સ્વરૂપ તને પરમ પ્રસિદ્ધ અનુભવાશે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૪૫૫, હાથનોધ
"किमालकोलाहलैरमलबोधसम्पन्निधेः समस्ति किल कौतुकं निजात्मनो (?) दर्शने निरुद्धसकलेन्द्रियो रहसि मुक्तसंगग्रहः, कियन्त्यपि दिनान्यतः स्थिरमना भवान् पश्यतु ।।" ।
- શ્રી પવનંદિ પં. વિ. ૨-૧૪૪ એમ ઉપરમાં આગમ-અનુમાન-અનુભવ એ ત્રણે પ્રમાણથી પુદ્ગલ પરિણામમય અધ્યવસાનાદિ
ભાવોથી ચૈતન્ય-સ્વભાવી જીવનું ભિન્નપણું સિદ્ધ કરી બતાવ્યું, છતાં તે એક છ માસ જો! બાબત જો કોઈ વિપ્રતિપન્ન હોય, વિરપીત પ્રતિપત્તિ - માન્યતા ધરાવતો હદય સરમાં આત્માની હોય, તો તેને સામથી - સમભાવથી - સમજાવટથી કેવી રીતે સમજાવવો તે અનુભૂતિ થાય છે કે નહિ? અભુત નાટકીય રીતિએ અલૌકિક તીવ્ર ભાવોલ્લાસ દર્શાવતો ઉપસંહારરૂપ
આ કળશ (૩૪) અમૃતચંદ્રજીએ લલકાર્યો છે. તેનો ભાવાર્થ આ પ્રકારે - વિરમ ! - હે ભાઈ ! વિરમ ! વિરામ પામ ! બીજી બધી વાત જવા દે, આ હારી બધી દોડાદોડ મૂકી દઈ ઉભો રહે, થોભ ! આ - બીજા અકાર્ય - નહિ કરવા યોગ્ય - નકામા કોલાહલથી શું ? જિમMવિજાઈwોતાહર્તન ? આ આમ છે કે તેમ છે એવા કલ્પનાના ઘોડા દોડાવવારૂપ મિથ્યા વાદ વિવાદના શોરબકોરથી શું ? તું તારી મેળે જ અમે કહીએ છીએ તે આ એક અનુભવયુક્તિ અજમાવી
૩૬૮