________________
જીવાજીવ પ્રરૂપક પ્રથમ અંકઃ સમયસાર ગાથા-૪૪
૫. અખિલ વિશ્વને પણ પુણ્ય-પાપરૂપે આક્રમતો - ચરણ તળે દબાવતો કર્મવિપાક જીવ નથી એ નિશ્ચય છે, કારણકે શુભાશુભ ભાવોથી અતિરિક્તપણે - ભિન્નપણે અન્ય ચિસ્વભાવનું વિવેચકોથી સ્વયં ઉપલભ્યમાનપણું - અનુભૂયમાનપણું – અનુભવાઈ રહ્યાપણું છે, સાક્ષાત્ દેખાવાપણું - જણાવાપણું છે, માટે.
. સાત-અસાતરૂપથી અભિવ્યાસ (સર્વથા વ્યાસ) સમસ્ત તીવ્રપણા - મંદાણા ગુણથી ભેદ પામી રહેલો. કર્માનુભવ તે જીવ નથી એ નિશ્ચય છે. કારણકે સુખદુઃખથી અતિરિક્તપણે - ભિન્નપણે અન્ય ચિત સ્વભાવનું વિવેચકોથી - વિવેકીઓથી સ્વયં ઉપલભ્યમાનપણું - અનુભૂયમાનપણું છે, સાક્ષાતુ. દેખાવાપણું - જણાવાપણું છે, માટે.
૭. શ્રીખંડની જેમ ઉભયાત્મકપણાથી આત્મા અને કર્મ ઉભય - એ બન્ને મળીને જીવ નથી એ નિશ્ચય છે, કારણકે કાર્યેથી - સમગ્રપણે - સમસ્તપણે (Totally) કર્મથી અતિરિક્તપણે - ભિન્નપણે - પૃથપણે અન્ય ચિસ્વભાવનું વિવેચકોથી - વિવેચનકારોથી સ્વયં ઉપલભ્યમાનપણું - અનુભૂયમાનપણું છે, પ્રત્યક્ષ પ્રગટ દેખાવાપણું – જણાવાપણું છે, માટે.
૮. અર્થ ક્રિયા સમર્થ એવો કર્મ સંયોગ તે જીવ નથી. એ નિશ્ચય છે, કારણકે અષ્ટ કાષ્ઠ સંયોગથી બનેલી ખાટલીથી જેમ તે ખાટલીમાં સૂનારો પુરુષ જૂદો દષ્ટ છે, તેમ અષ્ટ કર્મ સંયોગથી અતિરિક્તપણે - ભિન્નપણે - અલગપણે અન્ય ચિતુ સ્વભાવનું વિવેચકોથી - સ્વપર - વિવેચનરૂપ પૃથક્કરણ કરનારા વિવેકી વૈજ્ઞાનિકોથી સ્વયં ઉપલભ્યમાનપણું - અનુભૂયમાન - અનુભવાઈરહ્યાપણું છે, દેખાવાપણું – જણાવાપણું છે.
આમ આગમથી, યુક્તિથી અને સ્વાનુભવથી એમ આગમ-અનુમાન ને અનુભવ એ ત્રણે પ્રમાણથી અધ્યવસાનાદિ પુદ્ગલ પરિણામોથી ચૈતન્યસ્વભાવી જીવ જૂદો છે, એમ સિદ્ધ થયું.
જૈસેં કંચુક ત્યાગ સેં, બિનસત નહીં ભુજંગ, દેહ ત્યાગમેં જીવ પુનિ, તૈમેં રહત અભંગ.” - શ્રી ચિદાનંદજી
“જેમ કાંચળીનો ત્યાગ કરવાથી સર્પ નાશ પામતો નથી તેમ દેહનો ત્યાગ કરવાથી જીવ પણ અભંગ રહે છે એટલે નાશ પામતો નથી. અહીં દેહથી જીવ ભિન્ન છે એમ સિદ્ધતા કરેલી છે.
દેહ અને જીવની ભિન્નતા નથી અને દેહનો નાશ થવાથી જીવનો પણ નાશ થાય છે એમ કેટલાક માને છે અને કથે છે. તે માત્ર વિકલ્પરૂપ છે પણ પ્રમાણભૂત નથી, કેમકે તેઓ કાંચળીના નાશથી સર્પનો પણ નાશ થયેલો સમજે છે અને એ વાત તો પ્રત્યક્ષ છે કે સર્પનો નાશ કાંચળીના ત્યાગથી નથી. તેમજ જીવને માટે છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૯ (૩), ૨૨
“મતભેદની કડાકૂટ જવા દઈ જો આત્મા અને પુદ્ગલ વચ્ચે વહેંચણી કરી શાંતપણે અનુભવવામાં આવે તો મોક્ષમાર્ગ સરલ છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૮, વ્યાખ્યાનસાર
અહીં પુદ્ગલથી ભિન્ન - જૂદા આત્માની ઉપલબ્ધિ - અનુભૂતિ – પ્રાપ્તિ વિષયમાં વિપ્રતિપત્ર - વિપરીત માન્યતા ધરાવનારને “સામથી જ' - સમજાવટથી જ આમ - નીચેના કળશમાં કહેવામાં આવે છે, તેમ “અનુશાસ્ય' - અનુશાસન કરવા યોગ્ય છે - ઉપદેશવા યોગ્ય છે, સાનૈવૈવમનુશાચ: -
સ્વ જીવ
પર પુદ્ગલ
૩૬૭