________________
જીવાજીવ પ્રરૂપક પ્રથમ અંકઃ સમયસાર ગાથા-૩૯ થી ૪૩
૧. નૈસર્ગિક રાગદ્વેષથી કલુષિત અધ્યવસાન જ જીવ છે, તથા પ્રકારના અધ્યવસાનથી અતિરિક્તપણે (અધિકપણે-અલગપણે), કાળાપણાથી કોલસાની જેમ, અન્યનું અનુપલભ્યમાનપણું (નહિ અનુભવાવા રહ્યાપણું) છે માટે, એમ કોઈ પ્રલયે છે,
૨. અનાદિ અનંત પૂર્વાપરભૂત અવયવવાળી એક સંસરણ ક્રિયા રૂપે ક્રીડંતું કર્મ જ જીવ છે, કર્મથી અતિરિક્તપણે અન્યનું અનુપલભ્યમાનપણું છે માટે, એમ કોઈ (પ્રલપે છે)
૩. તીવ્ર-મંદ અનુભવથી ભેદ પામતા દુરંત રાગરસથી નિર્ભર અધ્યવસાન સંતાન જ જીવ છે, તેનાથી અતિરિક્ત અન્યનું અનુપલભ્યમાનપણું છે માટે, એમ કોઈ (પ્રલપે છે)
શરીરથી અતિરિક્તપણે અન્યનું
૪.
૫.
S.
૭.
નવ-પુરાણ અવસ્થાદિ ભાવથી પ્રવર્તમાન નોકર્મ જ જીવ છે અનુપલભ્યમાન પણું છે માટે - એમ કોઈ (પ્રલપે છે),
વિશ્વને પણ પુણ્ય-પાપરૂપે આક્રામતો કર્મવિપાક જ જીવ છે, શુભાશુભ ભાવથી અતિરિક્તપણે અન્યનું અનુપલભ્યમાનપણું છે માટે, એમ કોઈ (પ્રલપે છે)
સાત-અસાત રૂપથી અભિવ્યાપ્ત સમસ્ત તીવ્ર-મંદત્વ ગુણથી ભેદ પામતો કર્માનુભવ જ જીવ છે - સુખદુઃખથી અતિરિક્તપણે અન્યનું અનુપલભ્યમાનપણું છે માટે, એમ કોઈ (પ્રલપે છે)
શિખંડની જેમ ઉભયાત્મકપણાને લીધે આત્મા-કર્મ ઉભય જ જીવ છે, કાન્ત્યથી (સંપૂર્ણપણે-સમગ્રપણે) કર્મથી અતિરિક્તપણે અન્યનું અનુપલભ્યમાનપણું છે માટે, એમ કોઈ પ્રલપે છે,
૮. અર્થક્રિયા સમર્થ એવો ક્રર્મસંયોગ જ જીવ છે કર્મસંયોગથી અતિરિક્તપણે અષ્ટ કાષ્ટ સંયોગથી ખાટલાની જેમ, અન્યનું અનુપલભ્યમાનપણું છે માટે, એમ કોઈ (પ્રલપે છે),
-
એવા એવા પ્રકારે બીજા પણ બહુ પ્રકારના દુર્મેધા (દુર્બુદ્ધિ) જ પરને ‘આત્મા’ એમ વ્યપદેશે છે, પરંતુ તેઓ ૫૨માર્થવાદીઓથી ‘પરમાર્થવાદી' એમ નિર્દેશવામાં આવતા નથી.
‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય
‘‘સમસ્ત વિશ્વ ઘણું કરીને પરકથા તથા પરવૃત્તિમાં વહ્યું જાય છે. તેમ રહી સ્થિરતા ક્યાંથી પ્રાપ્ત થાય ? એવાં અમૂલ્ય મનુષ્યપણાનો એક સમય પણ પરવૃત્તિમાં જવા દેવા યોગ્ય નથી.''
શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૫૫૦), ૬૩૨
‘જડ ચલ જડ ચલ પુદ્ગલ દેહને હોજી, જાણ્યું આતમ તત્ત્વ, બહિરાતમ બહિરાતમતા મેં ગ્રહી હોજી, ચતુરંગે એકત્વ... નમિપ્રભ.'' - શ્રી દેવચંદ્રજી
અત્રે ઉત્થાનિકા કળશમાં સૂચવ્યા પ્રમાણે જીવ-અજીવનો સ્ફુટ ભેદ દર્શાવવાનો ઉપક્રમ કરવામાં આવે છે. તેમાં પ્રથમ - ભગવાન શાસ્ત્રકારે પરને જ આત્મા કહેનારા પરાત્મવાદીઓના વિવિધ પ્રકાર દર્શાવી પરાત્મવાદીઓ પરમાર્થવાદીઓ નથી એમ નિરૂપણ કર્યું છે અને તેનું પરિસ્ફુટ તલસ્પર્શી અપૂર્વ વિવરણ ‘આત્મખ્યાતિ' સૂત્રકર્તા પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ પરમ પરમાર્થગંભીર પ્રૌઢ શૈલીથી એક જ ૫રમાર્થઘન સૂત્રાત્મક વાક્યમાં કરી દેખાડ્યું છે.
પરને આત્મા વદનારા
અહીં - આ જગને વિષે ‘તવસાધારણતક્ષાતનાત્’ તેના-આત્માના અસાધારણ-અસામાન્ય લક્ષણના અકલનને લીધે - નહિ કળવાપણાને લીધે - અણસમજણને લીધે અભાનપણાને લીધે બહુજનોને આત્મા-અનાત્માના વિવેકનું - ભેદજ્ઞાનનું પરાત્મવાદીઓના અષ્ટપ્રકાર ‘ક્લીબપણું' - અસમર્થપણું (પૌરુષ રહિતપણું) હોય છે, ‘વીવલ્વેન', તેથી કરીને સ્વ-પરનો ભેદ જાણવામાં મોહ પામી ગયેલા - મુંઝાઈ ગયેલા તેઓ અત્યંત વિમૂઢ હોતાં - ‘અત્યંત વિમૂઢા: સંતઃ', તાત્ત્વિક-પારમાર્થિક-ખરેખરા પરમાર્થ સત્-સાચા આત્માને
૩૫૭
-