________________
પૂર્વરંગ: સમયસાર ગાથા-૩૮
“સદ્ગુરુના ઉપદેશથી, આવ્યું અપૂર્વ ભાન; નિજપદ નિજમાંથી લહ્યું, દૂર થયું અજ્ઞાન.” ભાસ્ય નિજ સ્વરૂપ છે, શુદ્ધ ચેતના રૂપ; અજર અમર અવિનાશી ને, દેહાતીત સ્વરૂપ.”
- શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર, સૂત્ર-૧૧૯-૧૨૦ આમ સર્વત્ર જેનો મોહ નષ્ટ થયો છે એવા પરમ અમોહસ્વરૂપી સર્વત્ર અસંગ આત્મારામી ભાવિતાત્મા મહાત્માને પરદ્રવ્ય - પરભાવના પરમાણુ માત્ર પ્રત્યે પણ લેશ માત્ર આસક્તિ હોતી નથી, સ્વમાંતરે પણ સમયમાત્ર પણ તે પ્રત્યે આત્મભાવ ઉપજતો નથી, કારણકે “હું નિશ્ચય કરીને એક શુદ્ધ દર્શન-જ્ઞાનમય સદા અરૂપી આત્મા છું, આ એક શુદ્ધ દર્શન-જ્ઞાનમય આત્મા સિવાય બીજું કંઈ પણ પરમાણુ માત્ર પણ મ્હારૂં નથી' - એવી અખંડ આત્મભાવના તે ભાવે છે. આવા પરમ ભાવિતાત્માને પરભાવ પ્રત્યે અહંન્દુ-મમત્વ રૂપ પરિગ્રહ બુદ્ધિ કે આસક્તિ કેમ હોય ? ન જ હોય, ન જ હોય. એટલે જ આ સર્વત્ર પરમ અસંગ શુદ્ધોપયોગી શ્રમણ નિગ્રંથ મહાત્મા શુદ્ધાત્માનુભવ કરવાને સમર્થ બને છે અને એટલે જ એને આત્મારામપણા રૂપ યથાતત્ત્વ યથાસૂત્ર પ્રવૃત્તિ વર્તે છે, એટલે કે જેવા પ્રકારે શુદ્ધ આત્મતત્ત્વનું અસંગ સ્વરૂપ અનુભવમાં આવ્યું, તેવા પ્રકારે યથાસૂત્ર પ્રવર્તન રૂપ - આચરણ રૂપ - ચારિત્ર રૂપ સ્થિતિ પ્રવર્તે છે, આત્માનુચરણ હોય છે. અર્થાતુ આત્માનો સ્વભાવ દર્શન-જ્ઞાનરૂપ છે, તે સ્વભાવમાં નિયત ચરિત હોવું - આત્મસ્વભાવમાં પૂર્ણપણે પ્રવર્તવું, “આપ સ્વભાવે પ્રવૃત્તિ પૂરણ” થવી, એવો ઉત્કૃષ્ટ પ્રવૃત્તિ ગુણ એને પ્રગટે છે, આ સ્વભાવ પ્રવૃત્તિ સાત્મીરૂપ-આત્મભૂત થઈ જાય છે, આત્માનુચરણ રૂપ પ્રવૃત્તિ આત્મામય બની જાય છે - આત્માકાર થઈ જાય છે, આત્માના પ્રદેશ પ્રદેશે શુદ્ધ ચારિત્ર ગુણ વ્યાપ્ત થઈ આત્મા સ્વયં શુદ્ધ ચારિત્ર મૂર્તિ બને છે. જેને વાસકની - સુવાસિત કરનારની અપેક્ષા નથી એવો ચંદનના ગંધ વનમાં સર્વત્ર પ્રસરી જઈ તેને સુવાસિત કરે છે. તેમ આ સ્વરૂપાચરણમય આત્મપ્રવૃત્તિ ગુણ સહજ સ્વભાવે સર્વ આત્મપ્રદેશમાં વ્યાપી જઈ સંપૂર્ણ શીલ સુગંધથી તેને સુવાસિત કરી મૂકે છે. જેમ જેમ આત્મારામી મહામુનિનો આ આત્મપ્રવૃત્તિ ગુણ વિકસતો જાય છે, તેમ તેમ મોહનીય કર્મનો ક્ષય થતો જાય છે ને વીતરાગતાની માત્રા વધતી જાય છે, આમ સમયે સમયે અનંતા સંયમ વર્ધમાન કરતા તેને છેવટે “યથાખ્યાત’ પરમ વીતરાગ ચારિત્ર પ્રગટે છે, એટલે કે જેવું આત્માનું શુદ્ધ સ્વરૂપ ખ્યાત છે - પ્રસિદ્ધ છે અથવા તો જેવું ચારિત્રનું શુદ્ધ નિષ્કષાય વીતરાગ સ્વરૂપ આખ્યાત છે - જ્ઞાનીઓએ ભાખ્યું છે, તેવું - જેવી “આત્મખ્યાતિ' છે તેવું શુદ્ધાત્માનુભૂતિ રૂપ કેવલ જ્ઞાનમય આત્મચારિત્ર પ્રગટ થાય છે અને આમ દેહ છતાં દેહાતીત દશાએ વર્તતો તે જીવતાં છતાં મુક્ત એવી “જીવન્મુક્ત” દશાનો સાક્ષાત અનુભવ કરે છે. આવી જીવન્મુક્તદશાનો સાક્ષાત્ અનુભવ શ્રીમદ્ રાજચંદ્રના જીવનમાં અને વચનામૃતમાં પ્રાપ્ત થાય છે -
“સર્વ અન્ય ભાવથી આત્મા રહિત છે, કેવળ એમ જેને અનુભવ વર્તે છે તે મુક્ત છે. બીજા સર્વ દ્રવ્યથી અસંગપણું, ક્ષેત્રથી અસંગપણું, કાળથી અસંગપણું અને ભાવથી અસંગપણું સર્વથા જેને વર્તે છે તે મુક્ત છે.
અટળ અનુભવ સ્વરૂપ આત્મા સર્વ દ્રવ્યથી પ્રત્યક્ષ જૂદો ભાસવો ત્યાંથી મુક્તદશા વર્તે છે. તે પુરુષ મૌન થાય છે, તે પુરુષ અપ્રતિબદ્ધ થાય છે, તે પુરુષ અસંગ થાય છે, તે પુરુષ નિર્વિકલ્પ થાય છે અને તે પુરુષ મુક્ત થાય છે.
જેણે ત્રણે કાળને વિષે દેહાદિથી પોતાનો કંઈ પણ સંબંધ નહોતો એવી અસંગ દશા ઉત્પન્ન કરી તે ભગવાન્ રૂપ સત્પરુષોને નમસ્કાર કરે છે. ** શુદ્ધ સહજ આત્મસ્વરૂપ.
- શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૭૧૩), ૭૭૯ (પરમાર્થ સુહૃદું સૌભાગ્યભાઈ પરનો સુપ્રસિદ્ધ પત્ર)
૩૪૫