________________
પૂર્વરંગઃ સમયસાર ગાથા-૩૫
ચરિતાર્થ કરો ! એમ અમૃતચંદ્રજીના આ અમૃત (Immortal) સુભાષિતોનો ધ્વનિ છે અને તેનો જાણે પ્રતિધ્વનિ કરતા હોય એવા પરમ આત્મદેષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજીના ટંકોત્કીર્ણ વચનામૃત છે કે
-
“હે આર્ય ! દ્રવ્યાનુયોગનું ફળ સર્વ ભાવથી વિરામ પામવા રૂપ સંયમ છે. તે આ પુરુષનાં વચન તારા અંતઃકરણમાં તું કોઈ દિવસ શિથિલ કરીશ નહીં. વધારે શું ? સમાધિનું રહસ્ય એ જ છે. સર્વ દુઃખથી મુક્ત થવાનો અનન્ય ઉપાય એ જ છે.
‘“સ્વસ્વરૂપને વિષે સ્થિતિ તેને પરમાર્થ સંયમ કહ્યો છે. તે સંયમને કારણભૂત એવાં અન્ય નિમિત્તોનાં ગ્રહણ વ્યવહારસંયમ કહ્યો છે. કોઈ જ્ઞાની પુરુષોએ તે સંયમનો પણ નિષેધ કર્યો નથી. પરમાર્થની ઉપેક્ષા (લક્ષ વગર) એ જે વ્યવહાર સંયમમાં જ પરમાર્થ સંયમની માન્યતા રાખે તેના વ્યવહાર સંયમનો તેનો અભિનિવેશ ટાળવા નિષેધ કર્યો છે. પણ વ્યવહાર સંયમમાં કંઈ પણ પરમાર્થની નિમિત્તતા નથી, એમ જ્ઞાની પુરુષોએ કહ્યું જ નથી. પરમાર્થના કારણભૂત એવા વ્યવહાર સંયમને પણ પરમાર્થ સંયમ કહ્યો છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૭૯૮, ૫૭૫), ૮૬૬, ૬૬૪
૩૦૯