________________
સમયસાર : આત્મખ્યાતિ
સ્વયમેવ - પોતે જ સર્વ જ ઉપધિ પ્રતિષેધ કર્યો હતો અને એટલા માટે જ બીજાઓએ પણ અંતરંગ છેદની જેમ - તેના અનાન્તરીયકપણાને લીધે - પૂર્વે જ સર્વ જ ઉપાધિ પ્રતિષેધવા યોગ્ય છે. અર્થાત સમસ્ત બાહ્યાભ્યતર સંગ છાંડી બાહ્યાભ્યતર નિગ્રંથ થવા યોગ્ય છે.
આ જ પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ પ્રવચન સાર' દ્ધિ.શ્ન.&.ના અંતે આ સુપ્રસિદ્ધ અંતિમ કળશ કાવ્યમાં અપૂર્વ ભાવવાહી ઉદ્ઘોષણા કરી છે –
"द्रव्यानुसारि चरणं चरणानुसारि, द्रव्यं मिथो द्वयमिदं ननु सव्यपेक्षम् ।। तस्मान्मुमुक्षुरधिरोहतु मोक्षमार्ग,
द्रव्यं प्रतीत्य यदि वा चरणं प्रतीत्य ॥" ચરણ - ચારિત્ર “દ્રવ્યાનુસાર” - દ્રવ્યને અનુસરનારું અને દ્રવ્ય “ચરણાનુસારિ - ચરણને - ચારિત્રને અનુસરનારું, એમ આ બન્ને પરસ્પર ખરેખર ! સાપેક્ષ છે - એક બીજાની અપેક્ષા રાખવાવાળા છે, તેટલા માટે મુમુક્ષુ દ્રવ્યને આશ્રીને કે ચરણને - ચારિત્રને આશ્રીને મોક્ષમાર્ગ પર અધિરોહો ! અર્થાતુ ચારિત્ર કેવું હોય ? દ્રવ્યાનુસારી’ - દ્રવ્યને અનુસરનારું, સર્વ પરભાવ - વિભાવ વિવર્જિત જેવું અસંગ - શુદ્ધ દ્રવ્ય છે તેને અનુસરતું, સર્વ પરભાવ-વિભાવ વિવર્જિત અસંગ શુદ્ધ ચારિત્ર થઈ જાય; અને દ્રવ્ય કેવું હોય ? “ચરણાનુસારી” - ચારિત્રને અનુસરનારું, સર્વ પરભાવ-વિભાવ વિવર્જિત એવું અસંગ શુદ્ધ ચારિત્ર થઈ જાય કે સર્વ પરભાવ વિભાવ વિવર્જિત અસંગ શુદ્ધ દ્રવ્ય જાણે તેને અનુસરતું હોય ! દ્રવ્ય એવું આદર્શ કે ચારિત્ર તેને અનુસરે, ચારિત્ર એવું આદર્શ કે દ્રવ્ય તેને અનુસરે ! જેવો દ્રવ્યનો આદર્શ તેવો ચારિત્રનો આદર્શ, જેવો ચારિત્રનો આદર્શ તેવો દ્રવ્યનો આદર્શ ! એટલે કે દ્રવ્ય-ભાવ સંગથી સર્વથા રહિત ચારિત્ર મૂર્તિ નિગ્રંથ શ્રમણનું અસંગ શુદ્ધ ચારિત્ર એટલું બધું આદર્શ હોય કે, તે અસંગ શુદ્ધ દ્રવ્યનું જીવતું જાગતું જ્વલંત નિદર્શનનું દર્શન ખડું કરે, જીવતો જાગતો જ્વલંત સાક્ષાત સમયસાર જીવનમાં આચરી દેખાડે. માટે તે મુમુક્ષુ ! તમારે મોક્ષમાર્ગે ચઢવું હોય તો આ બેમાંથી કોઈ પણ માર્ગે ચઢો ! કાંતો જેવું દ્રવ્યનું શુદ્ધ નિઃસંગ આદર્શ સ્વરૂપ છે તેવું તેને અનુસરતું તમારું ચારિત્ર શુદ્ધ નિઃસંગ, આદર્શ બનાવો ! કાંતો તમારું ચારિત્ર એવું શુદ્ધ નિઃસંગ આદર્શ બનાવો કે તેવું તેને અનુસરતું શુદ્ધ નિઃસંગ આદર્શ દ્રવ્ય સાક્ષાત અનુભૂતિ થાય ! જાણે કે દ્રવ્યની અને ચારિત્રની પરસ્પર હોડ ચાલે ! અને એટલા માટે જ ત્યાં આગળ પછી ચારિત્રાધિકારના પ્રારંભમાં લલકારેલ કળશ કાવ્યમાં તે જ પરમ શ્રમણ પરમર્ષિ મુમુક્ષુઓને આહવાન કરતી - વીર ગર્જના કરે છે –
“વ્યસ્થ સિદ્ધી વરણી સિદ્ધિ, द्रव्यस्य सिद्धिश्चरणस्य सिद्धौ । बुद्धचेति कर्माविरताः परेपि,
દ્રવ્યાવિરુદ્ધ વરણે ઘરનું !” દ્રવ્યની સિદ્ધિમાં ચરણની ચારિત્રની સિદ્ધિ છે, ચરણની - ચારિત્રની સિદ્ધિમાં દ્રવ્યની સિદ્ધિ છે, એમ જાણીને-સમજી લઈને કર્મોથી અવિરત એવા બીજાઓ પણ દ્રવ્યથી અવિરુદ્ધ એવું ચરણ આચરો ! અર્થાત્ અમે જેમ સ્વાચરણથી સિદ્ધ કર્યું છે તેમ બીજા મુમુક્ષુઓ પણ દ્રવ્યથી અવિરુદ્ધ - વિરુદ્ધ નહિ એવું એટલે કે જેવું દ્રવ્યનું અસંગ શુદ્ધ સ્વરૂપ છે તેવું બાહ્યાવ્યંતર સર્વ સંગથી રહિત અસંગ શુદ્ધ ચારિત્ર આચરો ! અમે આ શાસ્ત્રના ચૂડામણિરૂપ આ ખાસ ચારિત્ર અધિકારમાં જેનું સવિસ્તર વર્ણન કરીએ છીએ તેવા બાહ્યાભ્યતર ખરેખરા આદર્શ નિગ્રંથ - શુદ્ધોપયોગી શ્રમણ બનો ! અને દ્રવ્યાનુયોગથી જેવું શુદ્ધ સહજ આત્મસ્વરૂપ જાણ્યું તેવું ચરણાનુયોગથી સિદ્ધ કરી દેખાડી દ્રવ્યાનુયોગને
૩૦૮