________________
પૂર્વરંગઃ સમયસાર કળશ-૨૭ “તન ચેતન વિવહાર એકસે, નિહર્ઘ ભિન્ન ભિન્ન હૈ દોઈ, તનકી શુતિ વિવહાર જીવથતિ, નિયત દેષ્ટિ મિથ્યા થતિ સોઈ; જિન સો જીવ જીવ સો જિનવર, તન જિન એક ન માનૈ કોઈ, તા કારન તનકી સંતુતિ સૌ, જિનવરકી સંતુતિ નહિ હોઈ.” - બના.સ.સા.જી. ૩૦
આ ઉપરમાં જે બધું અપ્રતિબુદ્ધ ૨૬મી ગાથામાં આશંકા કરી તેના નિવારણ માટે ૨૭ થી ૩૩ ગાથા કહી, તેનું સવિસ્તર વ્યાખ્યાન કરતાં આત્મખ્યાતિના ગદ્યભાગમાં સુસ્પષ્ટ વિવરીને કહ્યું તેનો સારસમુચ્ચય રૂપ આ ઉપસંહાર કળશ સર્જતાં પુરુશાર્દૂલ શ્રી અમૃતચંદ્રજીએ શાર્દૂલવિક્રીડિત છંદમાં વિરગર્જના કરી છે : કાયા અને આત્માનું એકપણું વ્યવહારથી છે, પણ નિશ્ચયથી નથી, એટલે શરીરની સ્તુતિથી પુરુષનું - આત્માનું સ્તોત્ર વ્યવહારથી છે, પણ તે તત્ત્વથી નથી, “ર તત્તત્ત્વતઃ', નિશ્ચયથી નથી. ત્યારે તત્ત્વથી - નિશ્ચયથી પુષનું - આત્માનું સ્તોત્ર શી રીતે હોય ? ચિતનું - ચૈતન્યનું નિશ્ચયથી સ્તોત્ર ચિતુસ્તુતિથી જ - ‘
વિસ્તુત્યે' - ચૈતન્યની સ્તુતિથી જ હોય છે. તે ચિત્તુતિ કેમ હોય ? સૈવે વેત' - તે ચિતુસ્તુતિ-ચૈતન્ય સ્તુતિ એમ ઉક્ત પ્રકારે જિનની ત્રણ નિશ્ચય સ્તુતિના અત્ર સ્પષ્ટ નિર્દિષ્ટ ઉત્તમ ઉદાહરણ પ્રમાણે હોય છે. આ પરથી શું સાર ફલિત થાય છે ? નાતક્તીર્થસ્તોત્તરવતાવવમાત્માયો:' - એટલા માટે તીર્થકરસ્તવ પરત્વે જે અપ્રતિબુદ્ધે પ્રશ્ન કર્યો હતો, તેના ઉત્તરના બલથી - સામર્થ્યથી આત્મા અને દેહનું એકત્વ-એકપણું નથી, એમ સિદ્ધ થયું, અખંડ નિશ્ચય સિદ્ધાંતપણે સુપ્રતિષ્ઠિત થયું.
“દેહ તે આત્મા નથી, આત્મા તે દેહ નથી. ઘડાને જેનાર જે ઘડાદિથી ભિન્ન છે, તેમ દેહનો જોનાર, જાણનાર એવો આત્મા તે દેહથી ભિન્ન છે, અર્થાત્ દેહ નથી.”
- શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૩૫૧), ૪૨૫
૧૬
S
૨૯૧