________________
સમયસાર : આત્મખ્યાતિ
અધ્યાત્મ માર્ગ છે. જેટલી જેટલી નિવૃત્તિ થાય તેટલા તેટલા સમ્યક્ અંશ છે.”
શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૮૪૪), ૯૧૮ ઈત્યાદિ પ્રકારે ઈંદ્રિયજયની ભાવનાથી પુદ્ગલ અનુભવનો ત્યાગ કરી સમ્યક્ દૃષ્ટિ શાની પુરુષ ઈંદ્રિયજય કરવાને અને સ્વસ્વરૂપરસનો આસ્વાદ અનુભવવાને સમર્થ થાય છે અને આમ ઈંદ્રિયાદિનો જય કરી એકત્વમાં ટંકોત્કીર્ણ આત્માને જે જ્ઞાન સ્વભાવે કરી અન્ય સર્વ દ્રવ્યોથી ભિન્ન અનુભવે છે, તે જ પ્રગટપણે નિશ્ચયે કરીને જિતેંદ્રિય' એવો જિન છે. અર્થાત્ પ્રથમ યથોક્ત સમ્યક્ વિધાનથી ઈંદ્રિયાદિને જીતી જે સહજાત્મસ્વરૂપ સ્વામી નિજ સહજ આત્મસ્વરૂપનો અનુભવ કરે છે, તે જ ખરેખરો નિશ્ચયથી જિતેંદ્રિય હોઈ યથાર્થનામા જિન' છે, એમ એક નિશ્ચય સ્તુતિનો પ્રકાર છે - મૈં હતુ નિતેંદ્રિયો બિન: ત્યેા નિશ્ચયસ્તુતિ । અને તેવા પ્રકારે ઈદ્રિયાતીત અલૈંદ્રિય આત્માનો સાક્ષાત્ અનુભવ કરી આત્મવિશ્રામી થયેલા સહજાત્મસ્વરૂપસ્વામી શ્રીમદ્ રાજચંદ્રજીના આત્મસાક્ષાત્કારજન્ય આત્મભાવોલ્લાસથી નીકળેલા સહજ અનુભવોાર છે કે -
=
“નેત્રોંકી સ્પામતા વિષે જો પુતલિયાંરૂપ સ્થિત હૈ, અરુ રૂપકો દેખતા હૈ, સાક્ષીભૂત હૈ, સો અંતર કૈસે નહીં દેખતા ? જો ત્વચા વિષે સ્પર્શ કરતા હૈ, શીત ઉષ્ણાદિક કોં જાનતા હૈ, ઐસા સર્વ અંગ વિષે વ્યાપક અનુભવ કરતા હૈ, જૈસે તિલો વિષે તેલ વ્યાપક હોતા હૈ, તિસકા અનુભવ કોઊ નહીં કરતા. જો શબ્દ શ્રવણ ઈંદ્રિય કે અંતર ગ્રહણ કરતા હૈ, તિસ શબ્દ શક્તિકો જાનણેહારી સત્તા હૈ, જિસ વિષે શબ્દ શક્તિકા વિચાર હોતા હૈ, જિસ કરિ રોમ ખડે હોઈ આતે હૈ, સો સત્તા દૂર કૈસે હોવે ? જો જિહ્યા કે અગ્ર વિષે રસ સ્વાદ કો ગ્રહણ કરતા હૈ, તિસ રસકા અનુભવ કરણેહારી અલેપ સત્તા હૈ, સો સન્મુખ કૈસે ન હોવે, વેદ વેદાંત સ્પત સિદ્ધાંત, પુરાણ ગીતા કરિ જો શેય, જાનણે યોગ્ય આત્મા હૈ તિસકો જબ જાન્યા તબ વિશ્રામ કૈસે ન હોવે ?'' - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૧૯
૨૭૮