________________
સમયસાર : આત્મખ્યાતિ
નિશ્ચયથી તો આત્મા અને શરીરનું પ્રગટ નાના–નાનાપણું-જુદાપણું - ભિન્નપણું છે. કારણકે આત્મા ઉપયોગ સ્વભાવવાળો’ - જ્ઞાનદર્શન સ્વભાવવાળો ચેતન છે અને શરીર “અનુપયોગ સ્વભાવવાળું' અચેતન જડ છે. સોનાનો સ્વભાવ પીળો છે અને ચાંદીનો સ્વભાવ ધોળો છે, તેથી તે બન્નેનું જેમ સાવ પ્રગટ જૂદાપણું છે, તેમ ચેતન ઉપયોગવંત આત્મા અને અચેતન (જડ) અનુપયોગવંત શરીરના સ્વભાવનું પ્રગટ ભિન્નપણું હોવાથી, આત્મા અને શરીર પ્રગટ જૂદા છે. તે એક અર્થ હોવા ઘટતા નથી. આમ પ્રગટપણે વ્યવહારનય અને નિશ્ચયનયનો સ્પષ્ટ વિભાગ છે, કે વ્યવહારનયની અપેક્ષાએ આત્મા અને શરીરનું એકપણું છતાં, નિશ્ચયનયથી જૂદાપણું જ છે. તેથી વ્યવહાર નયથી શરીર સ્તવન વડે આત્માનું સ્તવન ઘટે છે.
અર્થાત્ જે ધન્ય દેહમાં એકક્ષેત્રાવગાહપણે પ્રભુનો દિવ્ય આત્મા રહ્યો છે, તેની સાથે વ્યવહાર નિયથી આત્માનું એકપણું કલ્પી, સ્તુતિકાર ભક્ત કવિ તે સુભગ દેહની સ્તુતિ દ્વારા પ્રભુની સ્તુતિ કરે
છે અને તે એમ ભાવીને કે - આ દિવ્ય દેહી પ્રભુના આ દેહના પરમાણુએ જે ધન્ય દેહમાં તે દિવ્ય આત્મા પરમાણુ પરમ ધન્ય છે ! કે જેને આ પરમ જ્ઞાનસ્વરૂપ આત્માએ પોતાના એક ક્ષેત્રાવગાહપણે રહો સ્પર્શથી પાવન કરેલ છે ! આ દેહનો પ્રદેશ પ્રદેશ પરમ વંદ્ય છે કે જ્યાં તેનું ધન્યપણું આ સહજાત્મસ્વરૂપ પ્રભુએ એકક્ષેત્રાવગાહપણે સ્થિતિ કરી છે ! આ પરમ
સુભગ દેહના મન-વચન-કાયાના યોગ પરમ પ્રશસ્ત છે કે જે યોગોના - જગતુકલ્યાણકારી યોગબળના સમ્યક પ્રયોગ દ્વારા આ પરમ યોગીશ્વરે જગતનું પરમ કલ્યાણ કર્યું ! આ અરૂપી પ્રભુએ જે આ રૂપી દેહ ધારણ ન કર્યો હોત તો અમને આ પરમ કલ્યાણકનો માર્ગ કોણ ઉપદેશત ? માટે અમારા સતુપુણ્યના યોગે જ આ પ્રભુ રૂપી - દેહધારી થયા, એમ અમે તો ભક્તિવશે ખરેખરા અંતરાત્માથી માનીએ છીએ અને આ પરમ દિવ્ય આત્મારૂપ પરમ પ્રભુના નિવાસ ધામ રૂપ આ દિવ્ય દેહને પણ પૂજ્ય માની આ દેહ દ્વારા તે દેહધારી પ્રભુને સ્તવીએ છીએ.
અને એટલે જ આ દેહ છતાં દેહાતીત દશાવાળા પરમ આત્મસમાધિમય પ્રભુનું અનુપમ રૂપ દેખીને ભક્તજનનું મન ચપળ સ્વભાવ છોડીને ઠરી જાય છે - સ્થિર થાય છે. એટલે એ ભક્તજન
ભાવાવેશમાં ગાય છે કે - હે ભગવાન ! જે આ હારૂં રૂપી સ્વરૂપ - રસ પચ્ચને યોગ જગતમાં ન દેખાયું હોત, તો અમારું મન કોના પર હીંસત - હર્ષ પામત ? તુમે રૂપી થયા હસ્યા વિના શુદ્ધ સ્વભાવને કેમ ઈચ્છત ? ઈડ્યા વિના હારા પ્રગટ
ભાવને કેમ પ્રીચ્છત - ઓળખત ? પ્રીડ્યા વિના ધ્યાન દશામાં તે કેમ લાવત ? લાવ્યા વિના રસાસ્વાદ તે કેમ પામત ? માટે અમે તો માનીએ છીએ કે હે પ્રભુ ! હારી ભક્તિ વિના કોઈ ભક્તને મુક્તિ હોતી નથી. હે સર્વજ્ઞ પરમાત્મા ! અમારા સહુ પુણ્યના યોગથી તમે રૂપી-દેહધારી થયા ને અમૃત સમાણી ધર્મની વાણી કહી ગયા. આમ હે ભગવાન ! આ હારો દેહ-પિંડ ઘણા ગુણનું કારણ છે અને તે સેવવામાં આવતાં મહાભયનું વારણ થઈ પડે છે. માટે હે પ્રભુ ! અમે તો તારૂં પિંડસ્થ ધ્યાન એકમના થઈને કરવાનો નિશ્ચય કરીએ છીએ.
રૂપ અનૂપ નિહાળી સુમતિ જિન તાહરૂ, છાંડી ચપલ સ્વભાવ ઠર્યું મનરૂપી સરૂપ ન હોત જો જગ તુજ દીસતું, તો કણ ઉપર મન કહો અમ હીંસ પ્રીચ્છ હીંસ્યા વિણ કિમ શુદ્ધ સ્વભાવને ઈચ્છતા ? ઈચ્છા વિણ તુજ ભાવ પ્રગટ કિમ પ્રીડ્યા વિણ કિમ ધ્યાન, દશામાંહિ લાવતા ? લાવ્યા વિણ રસસ્વાદ, કહો કિમ પાવતુ ભક્તિ વિના નવિ મુક્તિ, હવે કોઈ ભક્તને, રૂપી વિના તે ન, હવે કોઈ વ્યક્તને. અમ સતુ પુણ્યને યોગે, તમે રૂપી થયા, અમિય સમાણી વાણી, ધરમની કહીગયા, તે માટે તુજ પિંડ, ઘણા ગુણ કારણો, સેવ્યો બાયો હવે, મહાભય વારસો, શાંતિ વિજય બુધ શિષ્ય, કહે ભવિકા જના ! પ્રભુનું પિંડસ્થ ધ્યાન, કરો થઈ એકમના.” - શ્રી રૂપવિજયજી
so