________________
પૂર્વરંગઃ સમયસાર ગાથા-૧૭ થી ૧૮ કરવા જોગ કે આરાધવા જોગ નથી. માત્ર આત્મસ્થિતિ છે જેની એવા સત્પરુષથી જ આત્મા કે આત્મધર્મ શ્રવણ કરવા જોગ છે, યાવત્ આરાધવા જોગ છે.
કોઈ પણ પ્રકારે જીવ પોતાની કલ્પનાએ કરી સને પ્રાપ્ત કરી શકતો નથી. સજીવન મૂર્તિ પ્રાપ્ત થયે જ સત્ પ્રાપ્ત થાય છે, સત્ સમજાય છે, સત્નો માર્ગ મળે છે, સતુ પર લક્ષ આવે છે. સજીવન મૂર્તિના લક્ષ વગર જે કંઈ પણ કરવામાં આવે છે, તે જીવને બંધન છે. આ અમારું હૃદય છે.”
- શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૧૭૯, ૬૪૩, ૩૬૮, ૩૨૯, ૧૭૧ જ્ઞાન એહિ જ આતમા' એ એકાંત નિશ્ચયનયથી છે. વ્યવહાર તો એ જ્ઞાન અવરાયેલું છે. તેનો ઉઘાડ કરવાનો છે, એ ઉઘાડ થવા ભણવું, ગણવું, ઉપદેશ શ્રવણ, શાસ્ત્ર વાંચન આદિ સાધન રૂપ છે – પણ તે ભણવું, ગણવું, ઉપદેશ, શાસ્ત્ર આદિ સમ્યગુ જોઈએ. આ શ્રુતજ્ઞાન કહેવાય છે, અને સંપૂર્ણ નિરાવરણ જ્ઞાન થતાં સુધી એ શ્રુત જ્ઞાનના અવલંબનની જરૂર છે, “હું શાન છું, હું બ્રહ્મ છું’ એમ પોકાર્યું જ્ઞાન કે બ્રહ્મ થઈ જવાતું નથી. તે રૂપ થવા સત્શાસ્ત્રાદિ સેવવાં જોઈએ.”
- શ્રીમદ્ રાજચંદ્ર. (શ્રી મનસુખભાઈ કિરતચંદ્ર મહેતા કૃત શ્રીમદ્ રાજચંદ્રની “જીવન રેખા')
૨૨૩