________________
પૂર્વરંગઃ સમયસાર ગાથા-૧૭, ૧૮
જેમ આવી પ્રતીતિ જીવની રે, જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ... મૂળ મારગ તેવો સ્થિર સ્વભાવ તે ઉપજે રે, નામ ચારિત્ર તે અણલિંગ... મૂળ મારગ, એવા મૂળ જ્ઞાનાદિ પામવા રે, અને જવા અનાદિ બંધ... મૂળ મારગ, ઉપદેશ સદ્ગુરુનો પામવા રે, ટાળી સ્વછંદ ને પ્રતિબંધ... મૂળ મારગ. એમ દેવ જિનંદે ભાખિયું રે, મોક્ષમાર્ગનું શુદ્ધ સ્વરૂપ... મૂળ મારગ. ભવ્ય જનોના હિતને કા૨ણે રે, સંક્ષેપે કહ્યું સ્વરૂપ... મૂળ મારગ.’’
૨૧૫
• શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૭૧૫