________________
પૂર્વરંગ: સમયસાર કળશ-૧૬ થી ૧૯
(૨) હવે નિશ્ચયને ગૌણ કરી વ્યવહારથી જોઈએ તો –‘દર્શનજ્ઞાનવાàિત્રિમારિળતત્વતઃ -
દર્શન-જ્ઞાનચારિત્ર એ ત્રણથી પરિણતપણા થકી “ત્રિવમાવત્વાતુ' આત્માનું વ્યવહારથી મેચક (ચિત્ર) ત્રિ સ્વભાવપણું છે તેને લીધે આત્મા નિશ્ચયથી “Uોડનિ - એક છતાં
વ્યવહારથી મેચક છે - વ્યવહારેમેવ:' “મેચક - અર્થાત્ ચિત્ર-અનેક રંગી છે. જેમ સૂર્ય પ્રકાશને કાચની પાંદડી આડી રાખી પૃથક્કરણ દૃષ્ટિથી જોઈએ તો તેમાં વિવિધ વિચિત્ર વર્ણરંગ ભાસે છે. તેમ જે વ્યવહારનયથી વિચારીએ તો જ્ઞાનાદિ જીવથી ન્યારા-જુદા વિવફાય છે, “રાહુના શીર્ષ' (મસ્તક) જેમ આ લઈએ, છે અભેદ પણ વ્યપદેશ ભેદ કહીએ.
જો વિચારીયે નય વિવહાર, તો જ્ઞાનાદિ જીવસુ ન્યારા; રાહૂસીસ જૈસે યહ લીજે, હે અભેદ પે ભેદ કહીજે.” - શ્રી દેવચંદ્રજી કૃત દ્રવ્યપ્રકાશ, ૩-૮૦ (૩) પણ હવે વ્યવહારને ગૌણ કરી “પરમાર્થેન તુ - “પરમાર્થ દૃષ્ટિથી જોઈએ તો “વ્યવેત્તજ્ઞાતૃત્વ
ખ્યોતિષ' - વ્યક્ત-પ્રગટ એવી જ્ઞાતૃત્વ-જ્ઞાયકપણારૂપ જ્યોતિથી એક એવો | અમચક (આચિત્ર) આ આત્મા બીજા સર્વ ભાવો એમાં મલીન-વિલીન થઈ જતા હોવાથી સર્વ
ભાવાંતરનો ધ્વંસ-નાશ કરનારા આ એક શાયક સ્વભાવપણાને લીધે - “સર્વ માવતરāસિમાવવત્ અમેચક છે, “અમેચક' અર્થાત્ અચિત્ર-એકરંગી છે. જેમ સૂર્ય પ્રકાશ સમગ્રપણે (as a whole, Totally) જોતાં સ્વયં એકરૂપ-એકરંગી – એકશ્વેતરંગી છે તેમ. (૪) આમ પ્રમાણથી એકી સાથે સમપણે મેચક-અમેચકપણું - ચિત્રાચિત્રપણું અને
- વ્યવહાર-પરમાર્થ દેષ્ટિથી ગૌણ પ્રધાન ભાવથી અનુક્રમે મેચકપણું - મેક-અમેચકમાં આત્માની જ અમેચકપણું, ચિત્રપણું, અચિત્રપણું. એકરૂપ અનેકરૂપપર્ણ ૨ ચિંતા બસ ! મેચક-અમેચકપણું ગમે તેમ હો ! આની ચિંતાનું અમને શું કામ છે ? શું
પ્રયોજન છે ? “વાગેવત્વો :' - આ મેચક-અમેચકપણામાં અમને એક આત્માના ચિંતાથી જ બસ છે ! ‘માત્માનચતર્યવાનમ્' મેચકપણું હો કે અમેચકપણું હો, તે બન્નેમાં અમને તો એક આત્માની જ ચિંતા બસ છે, પર્યાપ્ત છે (enough). દર્શન-શાન ચારિત્ર એ ત્રિભેદ પણ આત્માથી અભિન્ન છે, એટલે દર્શન-જ્ઞાન-ચારિત્ર એ ત્રિભેદ પણ આત્માથી અભિન્ન છે, એટલે દર્શન-શાનચારિત્રરૂપ મેચકપણું અમને આત્માનું જ ચિંતન કરાવે છે, અને એક જ્ઞાયકભાવ રૂપ અમેચકપણું પણ આત્મા જ છે, એટલે તેનું ચિંતન પણ અમને આત્માનું જ ચિંતન કરાવે છે, એટલે મેચકામેચકપણામાં પણ અમને બીજી ચિંતાનું કામ નથી, પ્રયોજન નથી. અમારે તો કોઈ પણ પ્રકારે આત્મા જ સાધ્ય છે, સિદ્ધ કરવો છે, આત્મા એ જ અમારો અર્થ-પ્રયોજન છે, અમારે તો એક આત્માર્થનું જ કામ છે, “કામ એક આત્માર્થનું બીજે નહિ મન રોગ', અને તે આત્માર્થરૂપ સાધ્યની સિદ્ધિ - “સાધ્યસિદ્ધિ' - કેવળ આત્માના અંગભૂત-સ્વભાવભૂત આત્મધર્મરૂપ નિશ્ચયદર્શન જ્ઞાન-ચારિત્ર રૂપ સતું સાધનથી જ હોય છે, “દર્શનજ્ઞાનવારિત્ર:* બીજી કોઈ રીતે હોતી નથી, “ર અન્યથા' માટે સાધ્ય એવા આત્માની સિદ્ધિ-આત્મસિદ્ધિ - આત્મખ્યાતિ ઈચ્છનારા સાધક સાધુએ તે આત્માના સાધક એવા આ આત્મભાવરૂપ દર્શન-જ્ઞાન-ચારિત્ર સતુ સાધનની જ નિત્ય સાધના કરવી એ જ ઉપયુક્ત છે, અને એમ કરીને પણ એ નિશ્ચય દર્શન-શાન-ચારિત્ર ત્રણેય જેમાં અભેદભાવે સમાય છે એવા આત્માની જ સાધના કરવી, એ જ અત્ર તાત્પર્યાર્થ-પરમાર્થ છે. એમ એવા ભાવનો આ (૧૯મો* ઉત્થાનિકારૂપ કળશ) નીચેની ગાથાના ભાવનું સૂચન કરતો અત્ર પ્રકાશ્યો છે.
૨૦૭