________________
સમયસાર : આત્મખ્યાતિ
એ આત્મધર્મરૂપ સતુ સાધન સત સાધકે નિત્ય-સદાય ઉપાસ્ય-ઉપાસવા યોગ્ય છે, આરાધવા યોગ્ય છે, એટલું જ નહિ પણ પરંપરાથી તે આત્મધર્મરૂપ નિશ્ચયદર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રત્યે લઈ જનારા વ્યવહારદર્શન-જ્ઞાન-ચારિત્ર પણ નિત્ય ઉપાસ્ય છે એમ ગર્ભિતપણે ઉપદેશનો ધ્વનિ છે. કારણકે વ્યવહારદર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ નિમિત્ત સાધનની ઉપાસનાના યોગે પ્રગટતા નિશ્ચય દર્શન-જ્ઞાન-ચારિત્ર એ આત્મધર્મરૂપ ઉપાદાન સાધનના ઉપાસન દ્વારા જ આત્મારૂપ નિશ્ચય સાધ્યની સિદ્ધિ થાય છે. પરમાર્થ સાધ્ય પામવા માટે પણ સદ્દભૂત વ્યવહારથી ભિન્ન વ્યપદેશાતા નિશ્ચય દર્શન-જ્ઞાન-ચારિત્ર
એ સતુ સાધનની નિત્ય ઉપાસના કરવા યોગ્ય છે એમ સ્પષ્ટ વિધાન - નિશ્ચય - વ્યવહારની પ્રતિપાદન છે. એટલું જ નહિ પણ ઉપલક્ષણથી તે નિશ્ચય પરસ્પર સાપેક્ષતા : દર્શન-જ્ઞાનચારિત્ર પ્રત્યે લઈ જતા વ્યવહાર દર્શન-જ્ઞાન-ચારિત્ર પણ સાધુએ સમ્યગુ અનેકાંતદૃષ્ટિ નિત્ય ઉપાસ્ય છે એમ ગૌણપણે ગર્ભિતપણે સ્વીકાર પણ છે. અનેકાંતમાં
ગૌણ-મુખ્યતા પણ વિવક્ષાનુસાર હોય છે. જ્યારે નિશ્ચયની વિવક્ષા હોય ત્યારે તેની મુખ્યતા હોય અને વ્યવહારની ગૌણતા હોય, જ્યારે વ્યવહારની મુખ્યતા હોય ત્યારે નિશ્ચયની ગૌણતા હોય, એમ અનેકાંતમાં સર્વત્ર સાપેક્ષતા હોય છે. એટલે અત્રે એકાંતે વ્યવહારની ગૌણતા કહેવી તે પણ યથાર્થ નથી અને “ગૌણતા' એટલે કાંઈ એકાંતે સર્વથા નિષેધ એમ પણ નથી, પરંતુ ગૌણપણે પણ તેનો ગર્ભિત સ્વીકાર, એમ સ્પષ્ટ અર્થ છે, અને તે અનેકાંત દ્યોતક “સ્યાવાદના “સ્માતુ' પદથી સ્વયં સૂચિત થાય છે. નહિ તો અનેકાંત પોતે એકાંતિક બની મિથ્યા બને અને એમ તો કદી બને નહિ. માટે એકાંત નિશ્ચયાગ્રહી નિશ્ચયાભાસીઓએ કે એકાંત વ્યવહારાગ્રહી વ્યવહારાભાસીઓએ આશય સમજ્યા વિના વ્યવહારનો કે નિશ્ચયનો એકાંતે અપલાપ કરવાનું છોડી દઈ અત્ર સર્વત્ર વ્યવહારસાપેક્ષ નિશ્ચયનો અને નિશ્ચયસાપેક્ષ વ્યવહારનો મુક્ત કંઠે સ્વીકાર કરી સમ્યક અનેકાંત દૃષ્ટિ ભાવવી જોઈએ. કારણકે પરમાર્થના - નિશ્ચયના અંગભૂત દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ આત્મધર્મ એ આત્મગત-આત્માવલંબી વ્યપદેશમાત્ર ભેદ વ્યવહારનો અત્રે અભેદ આત્મારૂપ પરમાર્થ સાધ્યના સાધનરૂપે મુક્ત કંઠે સ્વીકારવા સમ્યફ પ્રતિપાદન છે, એટલું જ નહિ, પણ પરમાર્થ દર્શન-જ્ઞાન-ચારિત્ર વા અભેદ આત્મા પ્રત્યે લઈ જનારા પરગત-પરાવલંબી વ્યવહાર દર્શન-જ્ઞાન-ચારિત્રનો પણ પરંપરાએ પરમાર્થ સાધ્યના સાધનપણે આ જ શાસ્ત્રકારે અન્યત્ર સ્પષ્ટ
સ્વીકાર કર્યો છે, એ વસ્તુ પણ અત્ર પ્રસંગથી આનુષંગિકપણે સાથે સમજી લેવી યોગ્ય છે. કારણકે નિશ્ચય મોક્ષમાર્ગરૂપ સાધ્યનું વ્યવહાર મોક્ષમાર્ગ સાધન છે એવી સ્પષ્ટ પ્રરૂપણા પંચાસ્તિકાયમાં (ગા. ૧૦૬-૧૦૭, તથા ૧૫૯-૧૬૧) પરમર્ષિ કુંદકુંદાચાર્યજીએ સ્વયં કરી છે અને તેની નિખુષ મીમાંસા કરતાં પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ એ જ વસ્તુ ડિડિમનાદથી ઉદ્યોષી છે તે પરથી આ સ્વયં સિદ્ધ થાય છે. આ વસ્તુ મુમુક્ષુને સમ્યગુ માર્ગદર્શક ને અતીવ ઉપયોગી હોવાથી અત્રે વિસ્તારભયથી વિશેષ ના વિવેચતાં તે તે ગાથાઓનો અને તેની ટીકાના આશયનો પરમાર્થ ભાવન કરવાની ભલામણ કરીએ છીએ, કે જેથી કરીને તે પરમ જ્ઞાની પુરુષોની પૂર્વાપર અવિરુદ્ધ સમગ્ર માર્ગ પ્રરૂપણા શૈલીનો આત્માર્થી મુમુક્ષુને પ્રસ્પષ્ટ ખ્યાલ આવે. છતાં એટલો નિર્દેશ અત્ર આવશ્યક છે કે - ત્યાં ૧૦૬-૧૦૭ ગાથામાં સ્વ-પર પ્રત્યય પર્યાયનો
જ્યાં આશ્રય છે અને સાધ્ય-સાધન ભાવનો જ્યાં ભેદ છે એવા સ્વપર નિશ્ચય-વ્યવહાર મોક્ષમાર્ગનો પ્રત્યય-પર્યાયાશ્રિત ભિન્ન સાધ્યસાધન ભાવવાળા નયને આશ્રીને પ્રરૂપિત છે, સાધ્ય સાધન ભાવઃ સુવર્ણ - તે વ્યવહાર મોક્ષમાર્ગનું પ્રરૂપણ છે; અને ૧૫૯ ગાથામાં શુદ્ધ દ્રવ્યાશ્રિત સુવર્ણ પાષાણવનું અભિન્ન સાધ્ય-સાધન ભાવવાળા નિશ્ચય નયને આશ્રીને મોક્ષમાર્ગનું પ્રરૂપણ
છે, “પુર્વ હિ શુદ્ધદ્રવ્યાશ્રિતમ્મન્નસાંપ્નસાધનામાવં નિશ્ચયનયમશ્રિય મોક્ષમા પ્રરૂપણમ્ |’ અને પછી ૧૬૦-૧૬૧ ગાથામાં નિશ્ચય - વ્યવહાર મોક્ષમાર્ગનો સાધ્ય-સાધન ભાવ પ્રસ્પષ્ટપણે સમજવ્યો છે. અત્રે આ વ્યવહાર મોક્ષમાર્ગ વિપ્રતિષિદ્ધ નથી - વ્યવહાર મોક્ષમાર્ગનું પ્રરૂપણ
૨૦૦