________________
પૂર્વરંગઃ સમયસાર ગાથા-૧૬
સર્વથા સ્ફટ થઈ જાય અને નિશ્ચય-વ્યવહાર મોક્ષમાર્ગ અંગે મુમુક્ષુને કોઈ પણ ભ્રાંતિ રહેવા ન પામે. નિશ્ચય શુદ્ધ દ્રવ્યાશ્રિત હોઈ અભેદગ્રાહી છે, એટલે તેમાં સાધ્ય-સાધનનો અભેદ છે : વ્યવહાર
પર્યાયાશ્રિત હોઈ ભેદગ્રાહી છે, એટલે તેમાં સાધ્ય-સાધનનો ભેદ છે - નિલય મોક્ષમાર્ગમાં સાધ્ય દ્રવ્યાશ્રિત નિશ્ચય દૃષ્ટિએ એક શુદ્ધ આત્મા એ જ અભેદ રત્નત્રયી છે અને
સાધન અભેદ : વ્યવહાર એ જ નિશ્ચય મોક્ષમાર્ગ છે. અને આ આત્માથી અભિન્ન સ્વગુણપર્યાયરૂપ મોક્ષમાર્ગમાં સાધ્ય સાધનભેદ દર્શન-શાન ચારિત્ર એ આત્મ સ્વભાવભૂત આત્મધર્મ સ્વગત-આત્મગત ભેદ
વિવક્ષારૂપ સદ્દભૂત વ્યવહારથી (વા પરમાર્થ વ્યવહારથી) ભેદ રત્નત્રયી છે, એટલે એ પણ નિશ્ચય મોક્ષમાર્ગના અંગભૂત જ છે. કારણકે એ દર્શન-જ્ઞાનચારિત્ર એ ભેદ રત્નત્રયીરૂપ આત્મધર્મ આત્માથી અભિન્ન હોઈ અભેદ રત્નત્રયીરૂપ આત્મા પ્રત્યે - નિશ્ચય સાધ્ય પ્રત્યે લઈ જનાર નિશ્ચય સાધન છે. દેવચંદ્રજીએ “અધ્યાત્મ ગીતા'માં સંગીત કર્યું છે, તેમ “ભેદરત્નત્રયી તીક્ષણતાયે અભેદ રત્નત્રયી તીક્ષણતાયે, અભેદ રત્નત્રયીમાં સમાયે” - ભેદ રત્નત્રયીની તીણતાએ કરીને અભેદ રત્નત્રયીરૂપ આત્મામાં આત્મા સમાય છે. સવિકલ્પ રૂપ ભેદ રત્નત્રયીના સાધન થકી નિર્વિકલ્પ અભેદ રત્નત્રયી રૂપ સાધ્ય આત્મા પર આરૂઢ થવાય છે અને એટલે જ નિશ્ચયથી આત્માથી અભિન્ન છતાં સદ્દભૂત વ્યવહારથી ભિન્ન વ્યપદેશાતા આ દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ આત્મધર્મ સાધુએ નિત્ય ઉપાસ્ય છે - સદાય ઉપાસવા યોગ્ય છે - નિરંતર આરાધવા યોગ્ય છે. એવો સ્પષ્ટ ઉપદેશ અત્ર કરવામાં આવ્યો છે, કે જેથી કરીને દર્શન-જ્ઞાન-ચારિત્ર એ આત્મધર્મથી અભિન્ન એવો નિત્ય ઉપાસ્ય આત્મા પ્રાપ્ત થાય. આમ નિશ્ચયના અંગભૂત ભેદરત્નત્રયી અને નિશ્ચયરૂપ અભેદ રત્નત્રયી આત્મા મુમુક્ષુએ સદ ઉપાસવા યોગ્ય છે. કારણ કે દર્શન-જ્ઞાન-ચારિત્રને ઉપાસવા એટલે આત્માને ઉપાસવો અને આત્માને ઉપાસવો એટલે દર્શન-જ્ઞાન-ચારિત્રને ઉપાસવા. દર્શન-જ્ઞાન-ચારિત્ર એ આત્મધર્મરૂપ સાધન સાધ્ય રૂ૫ આત્માથી અભિન્ન હોઈ આત્મા જ છે, એટલે આત્મા એ જ સાધ્ય અને આત્મા એ જ સાધન એમ સાધ્ય – સાધનનો જ્યાં અભેદ છે એવો આ ભેદભેદ રત્નત્રયી રૂપ નિશ્ચય મોક્ષમાર્ગ છે, અને સાધ્ય-સાધનનો જ્યાં ભેદ છે એવો વ્યવહાર રત્નત્રયી રૂપ વ્યવહાર મોક્ષમાર્ગ તે આ નિશ્ચય મોક્ષમાર્ગરૂપ સાધ્ય પ્રત્યે અનુક્રમે લઈ જનાર સાધન છે. અર્થાતુ વ્યવહાર રત્નત્રયીરૂપ વ્યવહાર મોક્ષમાર્ગ સાધન દ્વારા અનુક્રમે ભેદભેદ રત્નત્રયીરૂપ નિશ્ચય મોક્ષમાર્ગ સાધ્ય પ્રત્યે જવાય છે.
“જ્ઞાન એટલે આત્માને યથાતથ્ય જાણવો તે. ‘દર્શન' એટલે આત્માની યથાતથ્ય પ્રતીતિ તે. ચારિત્ર' એટલે આત્મા સ્થિર થાય તે. *** આત્મદશા સાધે તે સાધુ.” - શ્રીમદ્ રાજચંદ્ર, એ. ૬૪૩ આમ આત્માનું દર્શન, આત્માનું જ્ઞાન, આત્માનું ચારિત્ર એ ભેદ રત્નત્રયી અને આત્મા એ જ
| દર્શન, આત્મા એ જ જ્ઞાન, આત્મા એ જ ચારિત્ર એ અભેદ રત્નત્રયી - ભેદ રત્નત્રયીઃ અભેદ રત્નત્રયી એમ ભેદભેદ રત્નત્રયી બન્ને આત્માશ્રિત હોઈ સાધ્ય-સાધનના અભેદથી
વ્યવહાર રત્નત્રયીનો નિશ્ચય મોક્ષમાર્ગ છે. ભેદ પરથી અભેદ પર જવાય છે, એટલે ભેદ કાર્યકારણ ભાવ
રત્નત્રયીના સાધન માર્ગે જ અભેદ રત્નત્રયી રૂપ સાધ્ય પર આરૂઢ થવાય
છે. માટે નિત્ય ઉપાસ્ય એવા અભેદ રત્નત્રયી રૂપ - આત્મારૂપ નિશ્ચય સાધ્ય પ્રત્યે જવા ઈચ્છનાર સાધક મુમુક્ષુએ સદૂભૂત વ્યવહારથી ભિન્ન ઉપદેશાતા દર્શન-જ્ઞાન-ચારિત્ર એ ભેદ રત્નત્રયીરૂપ આત્મધર્મ નિત્ય-સદાય ઉપાસવા યોગ્ય છે, એટલું જ નહિ પણ અનુક્રમે ભેદ રત્નત્રયીરૂપ - અભેદ રત્નત્રયીરૂપ નિશ્ચય મોક્ષમાર્ગ સાધ્ય પ્રત્યે લઈ જનાર વ્યવહાર દર્શન-શાનચારિત્ર રૂપ - વ્યવહાર રત્નત્રયીરૂપ વ્યવહાર મોક્ષમાર્ગ સાધન પણ નિત્ય - સદાય ઉપાસવા યોગ્ય છે, કે જેથી કરીને ક્રમે કરીને ક્રમબદ્ધ આત્મદશાના વિકાસ અનુસાર નિશ્ચય રત્નત્રયી રૂપ મોક્ષમાર્ગ સધાય, શુદ્ધ આત્માની સિદ્ધિરૂપ આત્મસિદ્ધિ થાય. કારણકે ઉપકારી નિમિત્ત સાધનરૂપ વ્યવહારના માર્ગે જ આત્મારૂપ ઉપાદાન સાધન પ્રગટી આત્મારૂપ ઉપાદાન સાધ્ય સિદ્ધ થાય છે, વ્યવહાર મોક્ષમાર્ગના પ્રસાદ થકી જ નિશ્ચય મોક્ષમાર્ગરૂપ આત્મા પમાય છે. એટલે દર્શન-જ્ઞાન-ચારિત્ર
૧૯