________________
સમયસાર : આત્મખ્યાતિ
૬. एयत्तणिच्छयगतो समयो सव्वत्थ सुंदरो लोए ।
बंधकहा एयत्ते तेण विसंवादिणी होइ ॥ અર્થ - સર્વત્ર લોકના એકત્વનિશ્ચયગત સમય સુંદર છે, તેથી એકત્વમાં બંધકથા વિસંવાદિની (વિસંવાદ પામતી, બસૂરી) હોય છે.
અર્થાતુ - આગલી ગાથામાં સ્વસમય - પરસમય વિભાગથી સમયનું દ્વિવિધપણું દર્શાવ્યું, તેનું અત્ર બાધન કરવામાં આવ્યું છે અને “આત્મખ્યાતિ' કર્તા પરમર્ષિએ તેનું અપૂર્વ તત્ત્વસ્પર્શી વ્યાખ્યાન પ્રકાશ્ય છે - અત્રે “સમય” એટલે સામાન્યથી સર્વ પદાર્થ. શા પરથી ? “સમયતે (સમુ + મતે) પછી ભાવેન ગુણપયાનું ચ્છિતીતિ નિરુત્તે. ' એકભાવથી – એકભૂત ભાવથી – એકરૂપ ભાવથી “સ્વ ગુણપર્યાયો' - પોતાના ગુણપર્યાયો પ્રત્યે જાય છે - ગમન કરે છે - પરિણમે છે તે સમય, એમ “સમય” શબ્દની નિરુક્તિ - વ્યુત્પત્તિ પરથી. તેથી સર્વત્ર પણ ધર્મ - અધર્મ - આકાશ - કાળ – પુદ્ગલ - જીવ એ છ દ્રવ્ય જ્યાં અવલોકાય છે એવા આ પદ્વવ્યાત્મક લોકમાં જે જેટલા કોઈ પણ અર્થો છે, તે સર્વે ય નિયતપણે “એકત્વ નિશ્ચયગતત્વથી” - એકપણારૂપ નિશ્ચયગતપણાએ કરીને જ સૌંદર્ય - સુંદરપણું પામે છે. આ અર્થો કેવા છે? (૧) “સ્વકીય' - આત્મીય - પોતાના દ્રવ્યમાં “અંતર્મગ્ન' - અંદરમાં મગ્ન - બેલા એવા અનંત “સ્વધર્મચક્રચુંબી” - પોતાના ધર્મચક્રને - ધર્મસમૂહને છતાં પરસ્પર - એકબીજાને “નહિ ચુંબતા’ - લેશમાત્ર પણ નહિ સૃશતા, (૨) એક ક્ષેત્રમાં ગાઢ મિલન રૂપ એકત્રાવગાહીપણાને લીધે અત્યંત પ્રયાસત્તિમાં નિકટતામાં પણ નિત્યમેવ - સદાય પોતપોતાના સ્વરૂપથી નહિ પડતા, (૩) પરરૂપે અપરિણમનને લીધે “અવિનષ્ટ' - જેનો કોઈ કાળે નાશ થયો નથી વા થવાનો નથી એવા અનંત વ્યક્તિપણા થકી જણે “ટંકોત્કીર્ણ - ટાંકણાથી ઉત્કીર્ણ - કોતરી કાઢેલ હોય એમ “તિષ્ઠતા - અવિચલ સુસ્થિર સ્થિતિ કરતા, (૪) અને સમસ્ત વિરુદ્ધ - અવિરુદ્ધ કાર્યપણાએ – કારણપણાએ કરીને “શશ્વદેવ” - સદાય - સનાતનપણે જ વિશ્વને – અખિલ જગતને “અનુગ્રહતા' - અનુગ્રહ ઉપકાર કરતા - એવા આવા સર્વે ય અર્થો નિયતપણે” - ચોક્કસ પણે - નિશ્ચિતપણે ત્રણે કાળમાં ન ફરે એવા “એકત્વ નિશ્ચયગતપણાએ કરીને જ સુંદરપણું પામે છે. એમ શા માટે? પ્રકારતરથી - આનાથી અન્ય પ્રકારે તો “સર્વ સંકર આદિ દોષની આપત્તિ થાય છે માટે, સંકર - અનવસ્થા - અતિવ્યાપ્તિ આદિ સમસ્ત દોષનો આફત – પ્રસંગ પ્રાપ્ત થાય છે માટે. એમ સર્વ પદાર્થનું એકત્વ' - એકપણું - અદ્વૈતપણું “પ્રતિષ્ઠિત' - પ્રતિ - પ્રત્યેકપણે પ્રતિવિશિષ્ટ વસ્તુસ્થિતિથી સ્થિત - સિદ્ધ છે, ત્યારે “જીવ' નામના સમયની - પદાર્થની બંધકથાને જ “તમૂલ” - તે બંધકથામૂલક - તે બંધકથા જેનું મૂલ છે, એવું પુદ્ગલ કર્મપ્રદેશસ્થિતપણું જેનું મૂળ - પ્રભવસ્થાન છે એવા પરસમયથી “ઉત્પાદિત' - ઉપત્પાદવામાં આવેલું - ઉપાવાયેલું આ જીવસમયનું એકત્વ - એકપણું જ
અવસ્થિત રહે છે' - વસ્તુસ્થિતિથી જેમ છે તેમ જ વસ્તુમર્યાદાથી સ્થિત છે. હવે અમૃતચંદ્રજીની આ પરમ પરમાર્થગંભીર અદ્ભુત અલૌકિક અપૂર્વ વ્યાખ્યાનો વિશેષ વિચાર કરીએ :
આ જગતના પરમતત્ત્વજ્ઞાની તીર્થંકરાદિ પરમ જ્ઞાનીઓએ શોધી શોધીને શોધ્યું તો આ વિશ્વના મૂળ તત્ત્વભૂત આ છ જ ધર્માસ્તિકાયાદિ અર્થો - દ્રવ્યો દીઠા. આ એકેક દ્રવ્યમાં પોતપોતાના અનંત
રાધર્મ રહ્યા છે. અનંત ગુણપર્યાય રહ્યા છે. તે પરસ્પર સહકારથી પરમ પ્રેમથી “એકીભાવથી” એકભૂત ભાવથી જૂદાઈ વિના વર્તી રહ્યા છે અને તે એકરસ ભાવરૂપ પરમ પ્રેમથી તે તે દ્રવ્યો જાણે તે અનંત સ્વધર્મોને ચુંબી રહ્યા છે. એટલે જ તે તે દ્રવ્યના ગુણપર્યાયરૂપ અનંત સ્વધર્મચક્ર પોતપોતાના દ્રવ્યમાં જ “અંતર્મગ્ન” છે - અંદરમાં ડૂબેલા પડ્યા છે અને તે તે દ્રવ્ય તે અંતર્મગ્ન “અનંત. સ્વધર્મચક્રને ચુંબે છે, પણ એકબીજાને ચુંબતા નથી. કારણકે પ્રત્યેક અર્થના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ જૂદા છે. એટલે કોઈ પણ અર્થના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ બીજા કોઈ પણ અર્થના દ્રવ્ય - ક્ષેત્ર - કાળ -
૩૨