________________
પ્રચ્યવન હોય છે, (૪) એથી આ પરદ્રવ્ય તે હું ને મ્હારૂં એમ જાણી તે સાથે એકત્વ - એકપણું વર્તે છે, (૫) એટલે પુદ્ગલકર્મપ્રદેશરૂપ પરરૂપમાં સ્થિતપણું વર્તે છે, (૬) એટલે પરને એકત્વથી જાણવા - જવારૂપ પરસમય હોય છે. આમ ભેદ અજ્ઞાન - આત્મ અજ્ઞાન - સ્વપ્રશ્રુતિ - પરવૃત્તિ - પરરૂપ સ્થિતિ પરસમય એમ ક્રમ છે.
આમ જ્યાં શુદ્ધ આત્માનો અનુભવ વર્તે છે, તે સ્વસમય વિલાસ છે અને પરવસ્તુની છાંયડી જ્યાં પડે છે તે પરસમય નિવાસ છે, અથવા સમય એટલે મર્યાદા. આત્મા જ્યારે પરસમયની - પરભાવની મર્યાદામાંથી પાછો વળી સ્વસમયમાં - સ્વ સ્વભાવની મર્યાદામાં વર્તે છે, ત્યારે સ્વસમય છે અને સ્વભાવની મર્યાદા ઉલ્લંધી પરસમયમાં - પરભાવની મર્યાદામાં વર્તે છે તે પરસમય છે. તાત્પર્ય કે - પરભાવથી પ્રય્યત થઈ સહજ આત્મસ્વરૂપમાં - આત્મ સ્વભાવમાં નિયત વૃત્તિ - સ્થિતિ - ચારિત્ર તે સ્વસમય છે અને સ્વભાવથી પ્રય્યત થઈ, પરભાવમાં વૃત્તિ - સ્થિતિ - ચારિત્ર તે પરસમય તે. શુદ્ધ આત્મવૃત્તિ – આત્મ પરિણતિ તે સ્વસમય અને પર વૃત્તિ - પ૨પરિણતિ તે પરસમય એમ પ્રતીત થાય છે.
એટલે “આમ સમયનું ફુટપણે દ્વિવિધપણું ઉદ્ધાવે છે', સ્વ સમય અને પરસમય એમ દ્વિ પ્રકારનું જગતમાં જોર શોરથી દોડી રહ્યું છે, અર્થાત આ વિશ્વમાં જ્યાં જુઓ ત્યાં સ્વ સમય અને પરસમય આ બે પ્રકારની દોડધામ ચાલી રહી છે. એક બાજુ સ્વાત્મામાં જ સ્થિતિ કરનારા સહજત્મસ્વરૂપમાં સુસ્થિત એવા જીવન્મુક્ત આત્માઓ - અરિહંત ભગવાનો, સહજાત્મસ્વરૂપમાં સુસ્થિત એવા વિદેહમુક્ત આત્માઓ - સિદ્ધ ભગવાનો, સહજાત્મસ્વરૂપ સ્થિતિની ઉચ્ચ ભૂમિકાને પામેલા એવા જીવન્મુક્ત સાધક આત્માઓ - આત્મારામી શુદ્ધોપયોગવંત શ્રમણો - આચાર્ય ભગવાનો. ઉપાધ્યાય ભગવાનો અને સાધુ ભગવાનો, એમ પંચ પરમેષ્ઠિ રૂપ સ્વ સમયનું દર્શન થાય છે અને બીજી બાજુ પરભાવમાં જ સ્થિતિ કરનારા, પરકથા અને પરવૃત્તિમાં વહ્યા જનારા સામાન્યપણે જગજીવોનું જીવતું જાગતું પ્રદર્શન દેખાય છે.
સમસ્ત વિશ્વ ઘણું કરીને પરકથા તથા પરવૃત્તિમાં વહ્યું જાય છે, તેમાં રહી સ્થિરતા ક્યાંથી થાય? એ એવાં અમૂલ્ય મનુષ્યપણાનો એક સમય પણ પરવૃત્તિએ જવા દેવા યોગ્ય નથી.”
- શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક-પપ૦
ET
હવે ‘આ’ (સમયનું દ્વિવિધપણું) બાધવામાં આવે છે -
૩૧