________________
પૂર્વગઃ સમયસાર કળશ-૧૪ હાજરાહજૂર છે, તેમજ તેનાથી પર કોઈ ન હોઈ ને પોતે સર્વથી પર હોઈ જે “પરમ -
ઉત્કૃષ્ટ-પરમોત્તમ એવું “મહસુ છે - “મતો મહીયાન' - મહતુ કરતાં મહત્ પરમમતુ નઃ સવા !: આએવું મહાતેજ છે, ઝળહળ સ્વરૂપે ઝળહળતી પરમજ્યોતિ છે, તે આ સહજ પરમ મહમૂતેજ પરમ તેજ અમને સદા-સર્વકાલ નિરંતરપણે ‘ઉદ્ર વિલાસ’ - ઉત્કૃષ્ટપણે
અમને સદા હો ! ઉદામપણે વિલાસ કરતું. નિત્ય આત્મામાં ૨મણ કરતું, લીલાલહેર કરતું સહજ-અપ્રયાસપણે સદા હો ! આ પ્રત્યક્ષ અનુભવથી સંવેદાતું સહજ પરમ તેજ કેવું છે ? ‘સર્વાતં’ - અખંડ અભંગ આત્મસ્વભાવનું દ્રવ્યથી-ક્ષેત્રથી-કાળથી અને ભાવથી કદી પણ કંઈપણ ખંડિતપણું ન થતું હોવાથી અખંડિત છે, એટલે જ પરભાવ-વિભાવનું કદી પણ આકુલપણું ન થતું હોવાથી અનાકુલ છે, આમ સ્વભાવનું અખંડપણું અને પરભાવના આવરણનું અનાકુલપણું હોવાથી અંતરમાં અને વ્હારમાં અનંતપણે ઉગ્ર સ્વરૂપ તેજે ઝળહળતું – “જ્વલંત” છે - તદ્દનંતમંતરિ | અને આ ઝળહળ જ્વલંત
જ્યોતિપણાનો દ્રવ્યથી-ક્ષેત્રથી-કાળથી અને ભાવથી અંત ન હોવાથી “અનંત” છે, અએવ વિદુશ્મનન નિર્મર - ચિત્ ઉચ્છલન નિર્ભર, શુદ્ધ ચૈતન્ય અમૃતસિંધુના ચિત્ આવિષ્કારો રૂ૫ તરંગોના ઉછાળાથી નિર્ભરપણું વિલસતું હોવાથી સકલ કાલ એક ચૈતન્ય રસરૂપ છે, ય ક્ષે | અને એમ નિરંતર એક ચૈતન્યામૃતરસપણાને લીધે સર્વ પ્રદેશે લવણરસપણે સ્વદાતા લવણ-ઘનની (મીઠાના ગાંગડા) જેમ સર્વ પ્રદેશે ચૈતન્યલીલા વિલાસ રૂપ એક ચૈતન્યરસપણે અનુભવાતા ચૈતન્યઘન સ્વરૂપ છે. - સત્તવાસમાનવતે નવા વીત્યતીતા િ. આવી ચૈતન્ય અમૃતરસની લહરીઓ ઉછાળતી ચૈતન્યામૃતસિંધુ ચૈતન્યઘન એવી આ સહજાત્મસ્વરૂપ પરમજ્યોતિ અમને સદા ઉવિલાસ હો ! સ્વસ્વરૂપમાં અત્યંત રમણતારૂપ ઉદ્દામ વિલાસ કરતી નિરંતર પ્રગટ હો ! એમ અનુભવામૃતસિંધુનો પરમ અર્ક (Concentrated extract) આ અમૃત કળશમાં* સંભૂત કરી આત્માનુભવામૃત સ્વયંભૂ રમણ સમુદ્રમાં રમણતા અનુભવનારા “વિજ્ઞાનઘન” ભગવદ્ અમૃતચંદ્રાચાર્યજી ભાવે છે.
૧૯૧