________________
સમયસાર : આત્મખ્યાતિ
સહજ ઉવિલાસ એવી આ જ્ઞાનઘન પરમ ચિન્મય જ્યોતિ અમને સદા હો ! એવી મંગલ ભાવના ભાવતો પરમ ભાવવાહી કળશ પરમ ભાવિતાત્મા અમૃતચંદ્રજી લલકારે છે - (તશ-૧૪)
पृथ्वीवृत्त - अखंडितमनाकुलं ज्वलदनंतमंतर्बहि - महः परममस्तु नः सहजमुद्विलासं सदा । चिदुच्छलननिर्भरं सकलकालमालंबते, यदेकरसमुल्लसल्लवणरिवल्यलीलायितं ॥ १४ ॥ અખંડિત અનાકુલ જ્વલતું ‘નંત અંતર્ બહિર્, મહઃ પરમ હો અમને સહજ ઉદ્વિલાસી સદા ! ભર્યું ચિદઉછાળથી સકલ કાલ આલંબતું, સૌકસ ઉલ્લતંત્ લવણ ગાંગડાની લીલા. ૧૪
અમૃત પદ-૧૪
‘શ્રી સીમંધર જિનવર સ્વામી, વિનતડી અવધારો' - એ રાગ. જ્યોતિ પ૨મ તે હોજો અમને ! જ્યોતિ પરમ તે હોજો !
અંતરમાં ને બ્હાર જ્વલંતી, નિત્ય પ્રકાશિત હોજો ! રે... જ્યોતિ પરમ. ૧
અખંડિત જે વરતે સ્વભાવે, અનાકુલિત પરભાવે,
અનંત એવી ઝગમગ જ્યોતિ, અંત કદી જસ ના'વે રે... જ્યોતિ પરમ. ૨
સહજ સ્વભાવે વિના પ્રયાસે, અકૃત્રિમ જેહ ઉલ્લાસે, સહજાત્મશ્રીસ્વરૂપે વિલસંતી, ભલે સદા તે પ્રકાશે. રે... જ્યોતિ પરમ. ૩ ચેતનના ઊછાળે ભરિયા, એકરસે ઉલ્લુસંતી,
એકરસ સબરસની લીલા, સકલ કાલ દરશંતી. રે... જ્યોતિ પરમ. ૪
ચિદ્દન એવી સકલ પ્રદેશે, ચૈતન્ય રસ તે ઝરંતી,
ભગવાન અમૃત જ્યોતિ તે, સહજ સ્વરૂપ વદંતી. રે... જ્યોતિ પરમ. પ
અર્થ : અખંડિત, અનાકુલ, અંતરમાંને બ્હારમાં જ્વલંત (ઝળહળતું) અનંત એવું સહજ પરમ તેજ અમને સદા ઉદ્વિલાસ (ઉત્કૃષ્ટપણે વિલાસ કરતું) એવું હો ! - કે જે લવણ ખિલ્યનો (મીઠાના ગાંગડાનો) લીલા પ્રકારે જ્યાં ઉલ્લસે છે એવા ચિન્ના ઉછાળાથી નિર્ભર એકરસને સકલ કાળ અવલંબે છે.
‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય
‘‘શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન, સ્વયંજ્યોતિ સુખધામ;
બીજું કહિયે કેટલું, કર વિચાર તો પામ.'' - શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત આત્મસિદ્ધિ શાસ્ત્ર
‘‘લવણ પુતળી થાહ લેણકું, સાયરમાંહી સમાણી;
તામેં મિલ તદ્રુપ ભઈ, તે પલટ કહે કોણ વાણી ?'' શ્રી ચિદાનંદજી, ૫૬-૨૩
“તજ્ઞીયાત્ સહખં સુનિતમöશમિધેયં મહઃ ।'' - શ્રી પદ્મનંદી પં. ૧-૧૬૦
તેની પરિપુષ્ટિરૂપ આ ઉપસંહાર કળશ સર્જતાં, ચૈતન્ય-અમૃતરસ સિંધુમાં નિમજ્જન કરનાર મહાકવિ-બ્રહ્મા ‘વિજ્ઞાનઘન' અમૃતચંદ્રજીએ પરમ ઉદ્દામ આત્મભાવના વ્યક્ત કરી છે - મહઃ પરમમસ્તુ नः सहजमुद्विलासं सदा - સહજ એવું તે પરમ તેજ અમને સદા ઉવિલાસ હો ! ‘સહજ' આત્મસહજાત સ્વભાવભૂત હોઈ જે ક્યાંઈ બ્હારથી લાવવું પડતું નથી પણ સહજ-અપ્રયાસપણે સદા
૧૯૦