________________
પૂર્વગઃ સમયસાર કળશ-૮ હવે પ્રતિપદે વિવિક્ત આત્મજ્યોતિ દર્શાવવાનો કોલ આપતા પરમ આત્મદેખા આચાર્યવર્ય અમતચંદ્રજી અત્રે પ્રતિપદે ઉદ્યોતમાન આ આત્મજ્યોતિ દેખવાનું આહવાન કરતો કળશ લલકારે છે -
मालिनी चिरमिति नवतत्त्वच्छन्नमुत्रीयमानं, कनकमिव निमग्नं वर्णमालाकलापे । अथ सततविविक्तं दृश्यतामेकरूपं,
प्रतिपदमिदमात्मज्योतिरुयोतमानम् ॥८॥ ચિર ઈતિ નવતત્ત્વ છa (છૂપી), આ દેખાતી (દોરવાતી), કનક જ્યમ નિમગ્ન વર્ણમાલે કળાતી; અબ સતત વિવિક્તા દેખજો એકરૂપા, પ્રતિપદ અતિ આ ઉદ્યોતી આત્મજ્યોતિ. ૮
અમૃત પદ-૮
અવધૂ! વૈરાગ બેટા જાયા' - એ રાગ દેખો ! આત્મજ્યોતિ ઝળહળતી ! દેખો ! આત્મજ્યોતિ ઝળહળતી ! ચિર કાળથી જે નવ તત્ત્વોમાં, ગઈ હતી છુપાઈ; વર્ણમાલમાં નિમગ્ન સુવર્ણ શું, આજે પ્રગટ કરાઈ... દેખો ! ૧ અન્ય સર્વ ભાવોથી તે તો, ભિન્ન સતત દેખાતી; વિવિક્ત એવી પરમ જ્યોતિ તે, એકરૂપ રેખાતી... દેખો ! ૨ પ્રતિપદે ઉદ્યોતી રહેલી, એકરૂપ તે દેખો ! ભગવાન આતમ જ્યોતિ એવી, (૧) અમૂત મૂર્તિ લેખો... દેખો ! ૩
અર્થ : એમ વર્ણમાલા કલાપમાં નિમગ્ન સુવર્ણની જેમ, ચિરકાળ નવતત્ત્વમાં છત્ર (છુપાયેલ) એવી આ ઉઝીયમાન ઉત્કટપણે દેખાડાઈ રહેલી (પ્રગટ કરાતી) હવે સતત વિવિક્ત એકરૂપ આ પ્રતિપદે ઉદ્યોતમાન આત્મજ્યોતિ દેખો !
“અમૃત જ્યોતિ' મહાભાષ્ય તપ કરો. તપ કરો. શુદ્ધ ચૈતન્યનું ધ્યાન કરો. શુદ્ધ ચૈતન્યનું ધ્યાન કરો.”
શ્રીમદ્ રાજચંદ્ર, અં. હાથનોંધ, ૩-૧૦ ઘટ મંદિર દીપક કિયો, સહજ સુજ્યોતિ સરૂપ, આપ પરાઈ આપહી, ઠાનત વસ્તુ અનૂપ... સુહાગણ જાગી અનુભવ પ્રીત.” -
શ્રી આનંદઘન પદ, ૪ ઉપરમાં “આત્મખ્યાતિ'ના ગદ્યભાગમાં જે વિસ્તારથી વિવરી દેખાડ્યું તેનો સારસમુચ્ચય પ્રકાશતા
આ પરમ ભાવવાહી કળશમાં આર્ષદૃષ્ટા પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજી આ વિવિક્ત પ્રતિપદે આ અધ્યાત્મ નાટકના દૃષ્ટા-શ્રોતા મુમુક્ષુ આત્માર્થીઓને અત્રે પ્રતિપદે સતત આત્મજ્યોતિ ઉદ્યોતમાન દેખો !વિવિક્ત-ભિન્ન દેખાડવામાં આવતી આ એકરૂપ આત્મજ્યોતિનું દર્શન
કરવાનું પરમ આત્મભાવોલ્લાસથી ઉદ્બોધન કરે છે - પ્રતિનિત્નિ જ્યોતિતમાનy - “પ્રતિપદે’ - પ્રત્યેક પદ - પદે પદે ‘આ’ - પ્રત્યક્ષ અનુભૂયમાન “ઉદ્યોતમાન - ઉદ્યોતતી - ઉત - ઉત્કટપણે - પ્રાબલ્યથી ઘોતતી - પ્રકાશતી - ઝળહળતી આત્મજ્યોતિ હવે સતત
૧૬૧