________________
કરાવી જીવન્મુક્ત દશાનો સાક્ષાત્ અનુભવ કરાવવા પરમ સમર્થ ‘આત્મખ્યાતિ' પરમ અદ્ભુત પરમાર્થ ગંભીર અલૌકિક ટીકા રચી છે અને આ ભગવતી ‘આત્મખ્યાતિ'ની વિખ્યાતિ અર્થે તે ‘અમૃત' ભગવાનના દાસ આ મહાભાષ્યકારે (ભગવાન-દાસે) તેની પરમ પરમાર્થ ગંભીરતાનું મૃત્ કિંચિત્ દિગ્દર્શન કરાવતું આ અમૃત જ્યોતિ' મહાભાષ્ય નામનું વિસ્તૃત વિવેચન રચવાનો યથાશક્તિ વિનમ્ર ઉપક્રમ કર્યો છે, તે આ મંદમતિ ભાષ્યકારને (વિવેચકને) અને સુન્ન વિવેકી વાંચકને શુદ્ધ આત્માર્થના ઉત્કર્ષ અર્થે થાઓ એ જ અભ્યર્થના 1
卐
૨૭