________________
સમયસાર : આત્મખ્યાતિ
પરમાર્થ પ્રકાશન કરવા માટે આચાર્યવર્ય પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ “આત્મખ્યાતિ ટીકા નામક અપૂર્વ પરિભાષણ - પરિવૃત્તિરૂપ વ્યાખ્યા અદૂભૂત સૂત્રબદ્ધ પરમાર્થઘન એક જ સળંગ વાક્યમાં વ્યાખ્યાન કરવાની એકસૂત્રાત્મક શૈલીથી સંક્ષિપ્ત છતાં મહાગ્રંથાર્થગંભીર ભાવથી કર્યું છે અને આ પરમ સમર્થ અનન્ય અદ્વિતીય “આત્મખ્યાતિ' મહાટીકા વડે સુશોભિત સમલંકૃત કરી આ પ્રાભૃતને મહાપ્રાભૃત બનાવી દઈ, આ ગ્રંથનું અને ગ્રંથકર્તા પરમર્ષિ કુંદકુંદાચાર્યજીનું અનંતગુણવિશિષ્ટ ગુણગૌરવ બહુમાન વધારી સ્વયં “સવાઈ ગ્રંથકાર' નામને યોગ્ય એવી અનુપમ “આત્મખ્યાતિ પ્રાપ્ત કરી છે.
આ પરિભાષણ કેવી રીતે કરવામાં આવે છે ? ભાવવાચાથી અને દ્રવ્યવાચાથી - “માવવાવા દ્રવ્યવાવી |’ - અર્થાત્ આત્મામાં ઉઠતા શ્રતવિકલ્પરૂપ - શ્રુતજ્ઞાનોપયોગરૂપ - જ્ઞાનવિચાર રૂ૫ - આત્મભાવરૂપ ઉપયોગમય ભાવભાષાથી - આત્મભાષાથી અને તે ઉપયોગ પ્રેરિત વાયોગરૂપ શબ્દબ્રહ્મમય - દ્રવ્યઋતરૂપ - વચનયોગરૂપ દ્રવ્યભાષાથી – પુદગલભાષાથી - આ પરિભાષણ કરવામાં આવે છે અને તે પણ શું અર્થે કરવામાં આવે છે ? “સ્વપરથોરનાવિનોwહાય' - સ્વ - પરના અનાદિ મોહ પ્રહાણાર્થે - પોતાના અને પરના અનાદિ અવિદ્યારૂપ મોહના પ્રકૃષ્ટ – આત્યંતિક – સર્વથા હાન – નાશ - ક્ષય અર્થે કરવામાં આવે છે. શુદ્ધ આત્મોપયોગમય કેવલ જ્ઞાનમય ભાવભાષાથી સ્વના - પોતાના આત્માના અનાદિ મોહનું પ્રહાણ થાય એટલે માટે અને પુદ્ગલરૂપ વચનમય દ્રવ્યભાષાથી પરને પણ શુદ્ધ આત્મોપયોગરૂપ કેવલજ્ઞાનમય ભાવભાષાનું ઉત્તમ નિમિત્ત લઈ પરના - અન્ય આત્માઓના પણ અનાદિ મોહનું પ્રહાણ થાય એટલા માટે દ્રવ્યવાચાથી અનુક્રમે (યથાસંખ્ય) આત્મબ્રાહ્મમય ભાવવાચાથી અને શબ્દબ્રહ્મમય દ્રવ્યવાચાથી આ પરિભાષણ કરવામાં આવે છે.
આ બન્ને મહા આત્મજ્ઞાની વીતરાગ પરમર્ષિ કે જેઓનું “સત્તમ” - “ઉત્તમ” આદિ ‘તમાંત': પ્રત્યયોથી જ (superlatives) યવુકિંચિત્ વર્ણન શક્ય છે, તેઓના આ પરિભાષણ કરવાનો ઉપક્રમ
ખ્યાતિ - માન – પૂજા – કીર્તિ આદિ તુચ્છ હાલાહલ વિષ જેવા પ્રયોજનહેતુએ નથી, પણ પોતાના આત્મામાં અને આ શાસ્ત્રનો તથા તેની આ વ્યાખ્યાનો સ્વાધ્યાય કરનારા બીજના આત્મામાં રહેલા અનાદિ મોહ - દર્શનમોહ અને ચારિત્રમોહ - આથી સર્વથા નાશ પામે તે જ એક શુદ્ધ આત્માર્થ - પરમાર્થહતુએ છે, કારણકે મોહ જ આ સંસારમાં સંસરાવનાર - રખડાવનાર છે, એટલે તેનો સર્વથા સંક્ષય - પ્રલય થઈ એક શુદ્ધ આત્માર્થરૂપ પરમ “અમૃત” ફળ મળે અને સિદ્ધ ભગવાન જેવી શુદ્ધ આત્મસિદ્ધિ સિદ્ધ થાય એ જ એક અત્ર ઈષ્ટ પ્રયોજન છે.
ઉપજે મોહ વિકલ્પથી, સમસ્ત આ સંસાર; અંતર મુખ અવલોકતાં, વિલય થતાં નહિ વાર.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૯૫૪
આમ પરમશ્રમણ ભગવાન મહાવીરના શુદ્ધાત્મસિદ્ધિરૂપ પરમ મોક્ષમાર્ગના અનુસરનારા પરમ મુમુક્ષુ પરમશ્રમણ પરમર્ષિ કુંદકુંદાચાર્યજી, - જેઓ “પંચાસ્તિકાય શાસ્ત્રની રચના પછી પ્રવચનસાર” શાસ્ત્રના પ્રારંભે વીતરાગ ચારિત્રરૂપ સામ્યની - શુદ્ધોપયોગરૂપ યથાર્થ શ્રમયની મહાપ્રતિજ્ઞા કરી શુદ્ધોપયોગની દશામાં અત્યંત સ્થિર થયા હતા અને જેઓએ તે જ પ્રવચનસારના ત્રીજા ચારિત્ર અધિકારમાં “વયે તિટામ:' ઈ. અમર શબ્દોમાં અન્ય મુમુક્ષુઓને પણ તેમ કરવા પ્રેર્યા હતા, - તેઓશ્રીએ એ શુદ્ધોપગોપમય આત્મદશાની આત્યંતિક સ્થિરતા અર્થે અને તથારૂપ શુદ્ધોપયોગની દશાને પામેલા અન્ય ઉચ્ચ અધિકારી શ્રમણોને - મહામુમુક્ષુ મુનિવરોને વા અન્ય તથારૂપ યોગ્યતાસંપન્ન આત્માર્થીઓને તે શુદ્ધોપયોગમય અનુભવાત્મક આત્મદશામાં વિશેષે સ્થિરતા અર્થે, અનુપમ શુક્લધ્યાનની દશાનો - સ્વાનુભવ સિદ્ધ જીવન્મુક્ત દશાનો અનુભવ કરાવવાને પરમ સમર્થ આ અલૌકિક સમયસાર શાસ્ત્રની રચના કરી છે અને તેના પર તેવી જ શુદ્ધોપયોગમય વીતરાગ ચારિત્રદશાને પામેલા તેવા જ પરમ મુમુક્ષુ પરમ શ્રમણ પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ સ્વ – પરના આત્માર્થે આ શુદ્ધ - શુક્લ આત્મધ્યાનના દિવ્યાનંદમાં નિમજ્જન
૨૬