________________
સમયસાર : આત્મખ્યાતિ
આત્મારામ વીતરાગ સત પુરુષ - સાચા ભાવ સાધુ' નિગ્રંથ ગીતાર્થ ગુરુ તે સ્વરૂપ સાધનામાં બીજે મુખ્ય આલંબન સાધન છે. (૩) ત્રીજું ઉપકારી સાધન સદ્ધર્મ છે. જેણે સ્વરૂપ સિદ્ધિ સાધી છે, એવા પ્રાપ્ત આત પુરુષે - પરમ પ્રમાણભૂત પુરુષે પ્રરૂપેલ – પ્રણીત કરેલ નિર્મલ શુદ્ધ ધર્મનું - અને તેના પ્રતિપાદક સતુશાસ્ત્રનું પરમશ્રુતનું આરાધન એ સ્વરૂપ સિદ્ધિનું ત્રીજું ઉપકારી કારણ રૂપ સાધન છે. એવા પ્રમાણ પુરુષે દ્રવ્ય-ભાવ જે જે ધર્મ સાધન ઉપદેશ્યા છે, તે તે સાધન એક સ્વરૂપ સિદ્ધિને માટે જ છે. એટલે તે તે દ્રવ્ય-ભાવ સાધનનું અખંડ સ્વરૂપ લક્ષ્યપૂર્વક નિરંતર સેવન કરવું તે સાધ્યને સાધનારૂં પરમ ઉપકારી કારણ છે. આમ દેવ-ગુરુ-ધર્મ એ ત્રણે સ્વરૂપ સાધનના યથાયોગ્ય સમન્વયપૂર્વક વ્યવહાર રત્નત્રયી અને નિશ્ચય રત્નત્રયીની આરાધના કરવી એ જ વીતરાગનો મોક્ષમાર્ગ અથવા શ્રીમદ્ રાજચંદ્રજીએ અપૂર્વ ભાવથી ગાયેલો “જિનનો મૂળ માર્ગ છે.
આમ આ ગ્રંથનું અનંતગુણવિશિષ્ટ ગૌરવ કરતી પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીની ટીકા અનુસાર તથા તેની પુષ્ટિ કરતા અન્ય સત્યરુષોના વચન આધારે પ્રસ્તુત ગાથાના અર્થ-આશયની અત્ર સાપેક્ષપણે
મધ્યસ્થ દૃષ્ટિથી સંક્ષેપ વિચારણા કરી. તે પરથી શો પરમાર્થ ફલિત થાય છે આ ગાથાની પાત્રાપાત્ર જોઈ તે સુજ્ઞ વિવેકી સજ્જનોએ સ્વયં વિચારવા યોગ્ય છે. શુદ્ધ-નિશ્ચયનય પ્રવર્તવાની વક્તા શ્રોતાને પ્રધાનપણે જેની મુખ્યપણે પ્રરૂપણા છે એવા આ શાસ્ત્રના પ્રણેતા ખુદ સીધી ચેતવણી રૂપ લાલબત્તી પરમર્ષિ કુંદકુંદાચાર્યજી જ્યારે એમ વદે છે કે - આ શુદ્ધનય તો મુખ્યપણે
પરમભાવદર્શીઓએ જાણવો યોગ્ય છે, ત્યારે બહેરા કાનો (Deaf ears) પણ સાંભળી શકે એવો તેનો પરમાર્થ ધ્વનિ એ નીકળે છે કે આ શાસ્ત્ર પણ શુદ્ધ-નિરચય પ્રધાન હોઈ મુખ્યપણે પરમભાવદર્શીઓ જેવા ઉચ્ચ અધિકારીઓ માટે છે, તેઓ જ આના યથાયોગ્ય અધિકારીઓ છે. એમ તર્કશુદ્ધ વિચારણાથી સ્વયં સિદ્ધ થાય છે. કારણકે આ શુદ્ધનય તો કાચો પારો છે. તે ન પચે એટલે કે શુદ્ધ આત્મપરિણામપણે ન પરિણમે અથવા વિપરિણમે, તો અપચો અજીર્ણ (Indigestion) થાય, એટલે અપરિણામિપણા વા અતિપરિણામિપણાને લીધે કાંતો યત્ર તત્ર વાણી વિલાસરૂપે વમન (Vomiting) થાય, કાંતો ઉન્મત્ત આચરણ રૂપે અતિસાર (Diarrhea) થાય અને એટલે જ સ્વપરનું પાત્રાપાત્રપણું - અધિકારી - અનધિકારીપણું વિચાર્યા વિના આ સૂત્રના આદેશથી અને આશયથી વિરુદ્ધ વર્તી રખેને ઉસૂત્ર ભાષણ વા ઉસૂત્ર આચરણ ન સેવાઈ જાય એવી તકેદારી રાખવા માટે આ ગાથા સર્વ કોઈ આત્માર્થી શ્રોતા-વક્તાને સીધી ચેતવણી રૂપ લાલ બત્તી ધરે છે !
એ આત્મસત્તા પ્રગટ કરવા માટે પરમેશ્વર, પરમ પુરુષ, પરમાનંદમયી, સંપૂર્ણ આત્મસત્તા ભોગી, સહજ આત્યંતિક એકાંતિક જ્ઞાનાનંદ ભોગી પરમાત્માનો બહુમાન ધ્યાન કરવો. આત્મિક શક્તિ કર્તા ભોક્તાદિક કારક ચક્ર તે વિભાવ રૂપ કાર્યકર્તાપણે અશુદ્ધ સંસારકર્તાપણે કરતાં અનંત પુદ્ગલ પરાવર્ત વહી ગયાં. તે ક્ષયોપશમ ચેતનાદિક શુદ્ધ નિરંજન, નિરામય, નિર્ણદ્ધ, નિષ્પન્ન પરમાત્મ ગુણાનુયાયી, તે સ્વરૂપ પ્રગટવાના કારણે થયા. તે પછી સ્વરૂપાવલંબી થયા એટલે પરમ સિદ્ધતાના કારણે થાય. તે માટે પ્રથમ પ્રશસ્તાલંબી થઈ સ્વરૂપાલંબીપણે પરિણમી સ્વરૂપ નિષ્પત્તિ કરવી એ હિત જાણવોજી. તથા દ્રવ્ય સાધન તે ભાવસાધનનો કારસ, ભાવસાધન તે સંપૂર્ણ સિદ્ધનો હેતુ છે, તે રીતે શ્રદ્ધા રાખવી. પૌગલિક ભાવનો ત્યાગ તે આત્માને સ્વ સ્વરૂપે પ્રગટ કરવાને કરવો, એ નિમિત્ત કારણ સાધન છે અને આત્મચેતના આત્મસ્વરૂપાલંબીપણે વર્તે તે ઉપાદાન સાધન છે. તે ઉપાદાન શક્તિ પ્રગટ થવા માટે સિદ્ધ, બુદ્ધ, અવિરુદ્ધ, નિષ્પન્ન, નિર્મલ, અજ, સહજ, અવિનાશી, અપ્રયાસી જ્ઞાનાનંદપૂર્ણ ક્ષાયિક સહજ પારિવામિક રત્નત્રયીનો પાત્ર જે પરમાત્મા પરમૈશ્વર્યમય તેહની સેવના જે પ્રભુ બહુમાન ભાસન રમણપણે કરવા. વર્તમાન કાળ સ્વરૂપ નિર્ધાર ભાસન પણ દુર્લભ છે, તો સ્વરૂપનો રમણ તે તો શ્રેણિપ્રતિપન્ન જ જીવને હંવે. સંપૂર્ણ સ્વરૂપાનંદી વીતરાગની ભક્તિને અવલંબને રહેવોજી. શ્રી આચારાંગે લોકસારધ્યયને આત્મસ્વરૂપાલંબી જીવ તે સાચા સાધક છે, બીજા સાધક નથી ઈમ કહ્યો છે. તે માટે તે ધર્મ તેહના પ્રાગુભાવના અર્થી તે સાધક જીવ પરમ સિદ્ધતાને વરે, એ રીતે પ્રતીત રાખવી જી. આશા શ્રી તીર્થકર દેવની તે પ્રમાણ. સાધન રસી ગુસી બહુમાન સ્વતત્ત્વ પૂર્ણતાના રસિકપણે વરતજો એ તત્ત્વ છે જી.” - શ્રી દેવચંદ્રજીનો સુપ્રસિદ્ધ પત્ર
૧૪૨