SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વરંગઃ સમયસાર ગાથા-૧૨ “ગચ્છના ભેદ બહુ નયણ નિહાળતા, તત્ત્વની વાત કરતાં ન લાજે; ઉદર ભરણાદિ નિજ કાજ કરતાં થકા, મોહ નડિયા કલિકાલ રાજે... ધાર. વચન નિરપેક્ષ વ્યવહાર જૂઠો કહ્યો, વચન સાપેક્ષ વ્યવહાર સાચો; વચન નિરપેક્ષ વ્યવહાર સંસાર ફળ, સાંભળી આદરી કાંઈ રાચો... ધાર.” - શ્રી આનંદઘનજી “ગચ્છ કદાગ્રહ સાચવે રે, માને ધર્મ પ્રસિદ્ધ; આતમ ગુણ અકષાયતા રે, ધર્મ ન જાણે શુદ્ધ... ચંદ્રાનન જિન !' - શ્રી દેવચંદ્રજી સાચો વ્યવહાર તો શુદ્ધ આત્મારૂપ સત્ વસ્તુને જે સાધ્ય કરે, તેના સાધનમાં જે નિમિત્તભૂત થઈ ઉપકારી થાય, તે છે. દર્શન-જ્ઞાન-ચારિત્ર એ આત્માનું સ્વરૂપ છે, એટલે સમ્યક્ દર્શન-જ્ઞાન-ચારિત્રની જેથી વૃદ્ધિ થાય, પુષ્ટિ થાય, નિર્મળતા થાય, તે સર્વ સાધન સવ્યવહાર સવ્યવહાર સાધન રૂપ છે. શુદ્ધ આત્માનું જ્ઞાન થવામાં, દર્શન થવામાં ને અનુચરણ થવામાં જે જે દ્રવ્ય-ભાવ સાધન ઉપકારી થાય, તેનું તેનું અવલંબન આત્માર્થી અવશ્ય ગ્રહણ કરે. તેમાં પણ દ્રવ્ય સાધન ભાવની ઉત્પત્તિમાં નિમિત્ત ભૂત થવાના કારણે ઉપકારી થાય છે, ને તેમ થાય તો જ તેની સફળતા છે. દાન, શીલ, તપ ને ભાવ એ ચતુર્વિધ ધર્મની આરાધના પણ સદ્વ્યવહારના અંગભૂત છે. ટૂંકામાં, શુભેચ્છાથી માંડીને શૈલેશીકરણ પયતની સમસ્ત ભૂમિકાઓ, ને . સામાન્ય સદાચારથી માંડીને યમનિયમાદિ અષ્ટાંગ યોગની સાધનાઓ ઈત્યાદિ સર્વ સંસાધન આ સદ્વ્યવહારમાં સમાય છે. શુભેચ્છાથી માંડીને શૈલેશીકરણ પર્વતની સર્વ ક્રિયા જે જ્ઞાનીને સમ્મત છે, તે જ્ઞાનીનાં વચન ત્યાગ વૈરાગ્યનો નિષેધ કરવામાં પ્રવર્તે નહીં. ત્યાગ વૈરાગ્યનાં સાધન રૂપે પ્રથમ ત્યાગ વૈર છે તેનો પણ જ્ઞાની નિષેધ કરે નહીં.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૭૧૯ દેવતત્ત્વ, ગુરુતત્ત્વ ને ધર્મતત્ત્વની શુદ્ધિ એ સવ્યવહારના મુખ્ય સાધનભૂત છે ને તે શુદ્ધિનો આધાર પણ શુદ્ધ શ્રદ્ધાન પર છે. સદેવ, સદગુરુ ને સદ્ધર્મનું યથાર્થ સ્વરૂપ જાણ્યા વિના શ્રદ્ધાન શુદ્ધ, કેમ હોય ? ને શ્રદ્ધાન શુદ્ધ ન હોય તો દેવ-ગુરુ-ધર્મની શુદ્ધિ પણ કહો કેમ રહે ? તેવા શુદ્ધ શ્રદ્ધાન વિના જે કાંઈ ક્રિયા કરવામાં આવે તે તો શ્રી આનંદઘનજીના શબ્દોમાં “છાર પર લિપણા' જેવી નિષ્ફળ થઈ પડે. દેવ ગુરુ ધર્મની શુદ્ધિ કહો કિમ રહે? કિમ રહે – શુદ્ધ શ્રદ્ધા ન આણો; શુદ્ધ શ્રદ્ધાન વિણ જેહ કિરિયા કરી, છાર પર લિપણો તે જાણો... ધાર.” - શ્રી આનંદઘનજી “શુદ્ધતા ધ્યાન એમ નિશ્ચયે આપનું, તુઝ સમાપત્તિ ઓષધ સકલ પાપનું; દ્રવ્ય અનુયોગ સાંતિ પ્રમુખથી લહી, ભક્તિ વૈરાગ્ય ને જ્ઞાન ધરિયેં સહી.” - શ્રી યશોવિજયજી કૃત સા.મ.ગા.ત. એ તો સાવ સાદી ને દીવા જેવી સ્પષ્ટ વાત છે કે જેણે સાધ્ય સ્વરૂપની સિદ્ધિ પ્રાપ્ત કરી હોય, સાધ્ય ધર્મને સિદ્ધ કર્યો હોય અથવા તેની સાધનાની દિશામાં ઘણા આગળ વધ્યા હોય, એ જ આમાં - નિમિત્ત સાધનપણે પરમ ઉપકારી થઈ પડે. આવા પરમ ઉપકારી શુદ્ધ સદદેવ સદધર્મ સદગસ નિમિત્ત કોણ છે ? દેવ, ગુરુ અને ધર્મ. (૧) જેણે શુદ્ધ આત્મસ્વરૂપને સિદ્ધ સ નિમિત્ત સાધન કર્યું છે, તે જ દેવ છે, એવા સિદ્ધિ પ્રાપ્ત સિદ્ધ દેવ - અહંતુ દેવ એ જ સિદ્ધિ - વાંચ્છુઓને પૂજાઈ - પૂજનીય છે. (૨) બીજું અવલંબનભૂત ઉપકારી સાધન સદગુરુ છે. સ્વરૂપ સાધનામાં જે ઘણા આગળ વધેલા છે - ઘણો આત્મવિકાસ પામેલા છે, સમ્યગુ દર્શન-જ્ઞાનચારિત્ર રૂપ મોક્ષમાર્ગની ઉત્તમ આરાધનાથી જેઓ ઉચ્ચ ગુણસ્થાન સ્થિતિએ બિરાજમાન છે, જે પ્રગટ સત સ્વરૂપ શુદ્ધ આત્મદશાને પ્રાપ્ત છે, એવા સાક્ષાત જીવંત મૂર્તિ આત્મજ્ઞાની ૧૪૧
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy