________________
પૂર્વરંગઃ સમયસાર ગાથા-૧૨
ભિન્ન છે એવા સ્વ-પર પર્યાયાશ્રિત ભિન્ન સાધ્ય-સાધન ભાવવાળા વ્યવહારનયને આશ્રીને અનુગમ્યમાન-અનુસરાતો તે વ્યવહાર - મોક્ષમાર્ગ છે. આવો આ વ્યવહાર મોક્ષમાર્ગ નિશ્ચય મોક્ષમાર્ગના સાધન ભાવને પામે છે. શી રીતે ? સુવર્ણ પાષાણમાં અર્પિત અગ્નિ જેમ ઉત્તરોત્તર ચઢતી વર્ણિકાવાળા સુવર્ણનું સાધન થાય છે, તેમ ઉક્ત વ્યવહાર મોક્ષમાર્ગ દર્શન-જ્ઞાન-ચારિત્રની યુગપત્ સમ્યક્ પરિણતિરૂપ સમાધિ યુક્ત-સમાહિત* અંતરંગવંતને પ્રતિપદે-પદે પદે પરમ
વ્યવહાર મોક્ષમાર્ગ - નિશ્ચય મોક્ષમાર્ગનો સાધ્ય-સાધન ભાવ : સુવર્ણ-સુવર્ણ પાષાણવત્
:
રમ્ય એવી ઉપરિતન-ઉપરની શુદ્ધ ભૂમિકાઓમાં અભિન્ન વિશ્રાંતિ નિષ્પાદન કરે છે, તે તે પરમ સુંદર ઉત્તરોત્તર ઉચ્ચ ઉચ્ચ શુદ્ધ ભૂમિકામય આત્મદશાની સિદ્ધિ સાધે છે, અને એમ ઉ૫૨ ઉપ૨ની શુદ્ધ ભૂમિકાઓમાં અભિન્ન વિશ્રાંતિ નિષ્પાદતો-સાધતો તે વ્યવહાર મોક્ષમાર્ગ, જાત્ય સુવર્ણની જેમ કથંચિત્ (કોઈ અપેક્ષાએ) ભિન્ન સાધ્ય-સાધન ભાવના અભાવને લીધે સ્વયં સિદ્ધ સ્વભાવે વિપરિણમમાન-વિશેષે કરી પરિણામી રહેલા શુદ્ધ જીવને - નિશ્ચય મોક્ષમાર્ગનો સાધન ભાવ પામે છે. અર્થાત્ કનકપાષાણને શુદ્ધ કરવા માટે અર્પતા અગ્નિ સમાન વ્યવહાર મોક્ષમાર્ગ છે, અને શુદ્ધ સુવર્ણની જેમ સ્વયં સિદ્ધ ભાવે વિપરિણમમાન વિશેષે કરી પરિણમી રહેલો શુદ્ધ જીવ તે પોતે જ નિશ્ચય મોક્ષમાર્ગ છે. અગ્નિરૂપ નિમિત્ત સાધનના યોગે ઉત્તરોત્તર શુદ્ધિ પામતું સુવર્ણ રૂપ ઉપાદાન જેમ સ્વયં પોતે જાત્ય સુવર્ણ રૂપે પ્રગટે છે પરિણમે છે, તેમ વ્યવહાર મોક્ષમાર્ગ રૂપ નિમિત્ત સાધનના યોગે ઉત્તરોત્તર શુદ્ધિ પામતું આત્મારૂપ ઉપાદાન - સ્વયં - પોતે શુદ્ધ આત્મા રૂપે - નિશ્ચય મોક્ષમાર્ગ રૂપે પ્રગટે છે પરિણમે છે. આમ અગ્નિ સમો વ્યવહાર મોક્ષમાર્ગ શુદ્ધ સુવર્ણ સમા શુદ્ધ જીવરૂપ નિશ્ચય મોક્ષ માર્ગનો સાધન ભાવ પામે છે સુવર્ણ પાષાણની જેમ નિશ્ચય વ્યવહા૨નું સાધ્ય-સાધનભાવ પણું છે, નિશ્ચયવ્યવહારયો: સાધ્યસાધનમાવાત્સુવર્ણસુવર્ણાષાળવત્ ।' એટલે કે સુવર્ણ પાષાણરૂપ સાધન થકી જેમ સુવર્ણ રૂપ સાધ્યની સિદ્ધિ થાય છે, તેમ વ્યવહારનયાશ્રિત વ્યવહાર મોક્ષમાર્ગ રૂપ સાધન થકી નિશ્ચયનયાશ્રિત નિશ્ચય મોક્ષમાર્ગરૂપ સાધ્યની સિદ્ધિ સાંપડે છે. આમ નિશ્ચય-વ્યવહારનું સાધ્ય-સાધન ભાવપણું છે, એથી કરીને જ ‘ઉભયનયાયત્તા’ - નિશ્ચય અને વ્યવહાર બન્ને નયને આધીન એવી પારમેશ્વરી તીર્થ પ્રવર્ત્તના છે, સમયનયાયત્તા પરમેશ્વરી તીર્થપ્રવર્ત્તના ।
-
-
-
એટલે ભગવત્ અમૃતચંદ્રાચાર્યજીના આટલા સ્પષ્ટ વક્તવ્ય પરથી એટલું અત્ર સ્પષ્ટ સમજી લેવા યોગ્ય છે કે શુદ્ધ નિશ્ચય પર પ્હોંચવા માટે પણ વ્યવહારનું અવલંબન અનિવાર્યપણે આવશ્યક છે. કારણકે વ્યવહારના પ્રસાદ થકી જ શુદ્ધ નિશ્ચય પ્રાપ્તિ હોય છે. આ અંગે પ્રવચનસાર દ્વિ.હ્યુ.સ્કંધની સુપ્રસિદ્ધ બીજી ગાથાના વિવરણમાં જ્ઞાનાચાર આદિ વ્યવહારના કડક આદર્શ પરિપાલન અંગે સ્વયં આર્ષદ્રષ્ટા અમૃતચંદ્રજીના આ ટંકોત્કીર્ણ અમૃત વચનો પ્રત્યેક મુમુક્ષુએ મનન કરવા યોગ્ય છે
-
‘‘અહો ! કાળ-વિનય-ઉપધાન-બહુમાન-અનિહ્નવ-અર્થ-વ્યંજન-તદ્દભય સંપન્ન જ્ઞાનાચાર !** તું શુદ્ધ આત્માનો છે નહિં એમ નિશ્ચયથી હું જાણું છું, તથાપિ હું તને ત્યાં લગી આશ્રય કરૂં છું કે જ્યાં લગી પ્રસાદ થકી' હું (મ્હારો આત્મા) શુદ્ધ આત્માને અનુભવે. અહો !
‘હારા
..
“समाहितान्तरङ्गस्य प्रतिपदमुपरितनशुद्धभूमिकासु परमरग्यासुविश्रांतिगभिन्नानिष्पादयन् जात्यकार्त्तस्वरस्येव शुद्धजीवस्य कथंचिद् भिन्नसाध्यसाधनभावाभावात्स्वयंसिद्धस्वभावेन विपरिणममानस्य निश्चयमोक्षमार्गस्य साधनभावमापद्यते ।” ई. પંચાસ્તિકાયટીકા (અમૃતચંદ્રાચાર્યજી કૃત) વિશેષ માટે જુઓ અમૃતચંદ્રાચાર્યજીની “પંચાસ્તિકાય’ ટીકા ગા. ૧૫૯-૧૬૧, "अहो कालविनयोपधानबहुमानानिह्नवार्थव्यञ्जनत्तदुभयसंपन्नत्वलक्षण ज्ञानाचार ! न शुद्धस्यात्मनस्त्वमसीति निश्चयेन जानामि तथापि त्वां तावदांसीदामि यावत्तत्प्रसादात् शुद्धमात्मानमुपलभे । अहो निशंकितत्वनिकांक्षितत्वनिर्विचिकित्सत्व निर्मूढदष्टित्वोपबृंहणस्थितिकरणवात्सल्यप्रभावनालक्षण दर्शनाचार ! न शुद्धस्यात्मनस्त्वमसीति निश्चयेन जानामि तथापि त्वां तावदासीदामि यावत् त्वत्प्रसादात् शुद्धमात्मानमुपलभे !” इत्यादि શ્રી અમૃતચંદ્રાચાર્યજી કૃત પ્રવચનસાર ટીકા, દ્વિ.શ્રુસ્કે. ૨
૧૩૩
-
-