________________
સમયસાર : આત્મખ્યાતિ
રહેતું નથી. કારણ (ની-નમ્ to lead, લઈ જવું - દોરી જવું) એ ધાતુ પરથી નયનો હેતુ આત્માને ઉંચે ને ઉંચે ઊર્ધ્વ ઊર્ધ્વ દશાઓ લઈ જવાનો છે, આત્માર્થની ઉચ્ચ ઉચ્ચ કક્ષાને પમાડવાનો છે, એટલે ઉંચી દશાને પામી ચૂકેલાને નીચે પાડવાનું હોય નહિ, પણ ઉંચી ને ઉંચી દશામાં સ્થિર રહે એમ કરવાનું હોય અને તેથી જ તે તથારૂપ શુદ્ધ ઉપયોગમય ઉંચી જ્ઞાનદશા માટે શુદ્ધનય જ પરમ પ્રયોજનભૂત છે.
પણ બીજાઓ કે જેઓ પહેલી - બીજી વગેરે પાકપરંપરાથી “પચ્યમાન” - પાકી રહેલા સુવર્ણ જેવા “અપરમભાવને અનુભવે છે, તેઓને પયતના - છેવટના પાકથી “ઉત્તીર્ણ - પાર ઉતારેલ
જાતિવંત શુદ્ધ સુવર્ણ સમા “પરમ ભાવના અનુભવનનું શૂન્યપણું” - (મીંડ પાકાપરંપરા . પચ્યમાન મૂકાવાપણું) હોય છે, અનુભવન હોતું નથી, તેથી કરીને “એશદ્ધ દ્રવ્યનો સુવર્ણ સમા અપરમભાવ આદેશ” - કથન કરવા વડે કરીને પ્રતિવિશિષ્ટ' -પ્રત્યેકે વિશિષ્ટ ખાસ અનુભવનારને ત્યારે એક ભાવવાળા અનેક ભાવ ઉપદર્શિત કરતો એવો વ્યવહારનય, “વિચિત્ર'
- નાના પ્રકારની “વર્ણ-માલિકાના સ્થાને’ વર્તતો હોઈ. સર્વથા જાણવામાં
આવતો સતો, તે અપરમ ભાવ અનુભવનારાઓને, “તદાત્વે’ - ત્યારેની - તે વખતની - તત્કાલીન દશામાં પ્રયોજનવાનું છે - અત્યંત પ્રબળ – પ્રયોજનભૂત છે. અર્થાતુ જેમ ષોડશ વર્ણિકા રૂપ શુદ્ધ જાતિવંત સુવર્ણ જ્યાં સુધી પ્રગટ્યું નથી, ત્યાં સુધી મલયુક્ત અશુદ્ધ સુવર્ણની ઉત્તરોત્તર શુદ્ધિ કરવા માટે અગ્નિતાપ વડે કરીને પાકપરંપરાનું પ્રયોજન હોય જ છે, તેમ જ્યાં સુધી ષોડશ વર્ણિકા રૂપ-ઉંચામાં ઉંચી શુદ્ધોપયોગમય વીતરાગ જ્ઞાનદશારૂપ શુદ્ધ સહજ પરમ આત્મભાવ પ્રગટ્યો નથી, ત્યાં સુધી શુદ્ધનયથી સિદ્ધ શુદ્ધ આત્મસ્વરૂપના લક્ષપૂર્વક કર્મકલ યુક્ત અશુદ્ધ આત્માની અશુદ્ધિ દૂર કરી ઉત્તરોત્તર શુદ્ધિ કરવા માટે પરમાર્થ સાધક વ્યવહાર રૂપ અગ્નિતાપ વડે કરીને ઉત્તરોત્તર ચઢતી ગુણ શ્રેણી-પ્રાપ્તિ રૂપ - આત્મદશા વૃદ્ધિરૂપ પાકપરંપરાનું પ્રયોજન અનિવાર્યપણે
શ્યક હોય જ છે. આમ અશુદ્ધ એવા અપરમભાવને અનુભવનારા પુરુષોને આત્મ અશુદ્ધિ દૂર કરવા માટે શુદ્ધ નયથી પ્રતીત શુદ્ધ આત્મસ્વરૂપ લક્ષ ઉત્તરોત્તર ગુણવૃદ્ધિ પામતી સુવર્ણ-વર્ણ માલિકા રૂપ શુદ્ધિ પ્રાપ્ત કરાવતો વ્યવહારનય તે વખતની અવસ્થામાં - પરમ ઉપયોગી ને પરમ ઉપકારી હોઈ અત્યંત-પ્રબળ પ્રયોજનભૂત છે. કારણકે તે અગ્નિસ્થાનીય પરમાર્થસાધક સત વ્યવહારના સમર્થ અવલંબને કરીને જ - નિમિત્ત સાધને કરીને જ તેઓ ઉપાદાનરૂપ આત્માની ઉત્તરોત્તર અધિકાધિક શુદ્ધિ પામતા જઈ યાવતુ પૂર્ણ આત્મશુદ્ધિરૂપ - શુદ્ધ આત્મસિદ્ધિરૂપ શુદ્ધ નિશ્ચય લક્ષે સહજ આત્મસ્વરૂપ-સહાત્મસ્વરૂપ પરમભાવને પામવાને સમર્થ થાય છે.
સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય; સદગુરુ આજ્ઞા જિનદશા, નિમિત્ત કારણમાંય. ૧૩૫ ઉપાદાનનું નામ લઈ, જે એ તજે નિમિત્ત; પામે નહિ સિદ્ધત્વને, રહે ભ્રાંતિમાં સ્થિત. ૧૩૬ દયા શાંતિ સમતા ક્ષમા, સત્ય ત્યાગ વૈરાગ્ય; હોય મુમુક્ષુ ઘટ વિષે, એહ સદાય સુજાગ્ય.” ૧૩૮
- શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર આ જ પ્રસ્તુત સવર્ણ-અગ્નિતાપનું દૃષ્ટાંત અન્યત્ર પણ “પંચાસ્તિકાય ટીકા'માં શ્રી અમૃતચંદ્રાચાર્યજીએ વ્યવહાર મોક્ષમાર્ગ-નિશ્ચય મોક્ષમાર્ગનો સાધ્ય–સાધન ભાવ વિવરી દેખાડતાં પ્રયોજ્યું છે અને વ્યવહાર મોક્ષમાર્ગ રૂપ સાધન દ્વારા નિશ્ચય મોક્ષમાર્ગરૂપ સાધ્ય પર કેવી રીતે પહોંચાય છે તે ત્યાં સવિસ્તર સ્પષ્ટ વર્ણવી દેખાડ્યું છે, તે પરથી પણ આ જ પરમાર્થ ફલિત થાય છે.
તેનો સારાંશ એ છે કે – સ્વ પર પ્રત્યય પર્યાયનો જ્યાં આશ્રય છે અને સાધ્ય-સાધન ભાવ જ્યાં
૧૩૨