________________
સમયસાર : આત્મખ્યાતિ
પ્રતિપાદકપણાને લીધે ઉપકારી પ્રયોજનભૂત હોઈ પરમાર્થ પ્રયોજનાર્થે કથંચિત્ ઉપાદેય છે. આમ નિશ્ચય વ્યવહારનો મુખ્ય મુખ્ય તફાવત છે. ટૂંકામાં કહીએ તો નિશ્ચય શુદ્ધ પ્રરૂપક હોઈ આત્માશ્રિત દ્રવ્યાશ્રિત અભેદાશ્રિત એકાત્મક છે, વ્યવહાર અશુદ્ધ પ્રરૂપક હોઈ પરાશ્રિત-પર્યાયાશ્રિત-ભેદાશ્રિત અનેકાત્મક છે.* હવે વસ્તુનું મૂળ સ્વરૂપ વિચારીએ તો શુદ્ધ આત્મારૂપ-સ્વરૂપ જ છે, એક અખંડ અભેદ દ્રવ્યરૂપ જ છે, પર સંયોગથી તેનું જે ‘વિરૂપ' - વિકૃત રૂપ વિભાવ રૂપ થયું છે તે તો અશુદ્ધ જ છે, પર રૂપ જ - વિરૂપ જ છે. અત એવ વસ્તુનું યથાભૂત જેમ છે તેમ સત્ શુદ્ધ સ્વરૂપ દર્શાવતો હોઈ શુદ્ધનય - નિશ્ચયનય ભૂતાર્થ છે – સત્યાર્થ છે, વસ્તુનું અયથાભૂત અશુદ્ધ અસત્ સ્વરૂપ દર્શાવતો હોઈ વ્યવહારનય અભૂતાર્થ છે - અસત્યાર્થ છે.
-
****
આ ભૂતાર્થ - પરમાર્થભૂત નિશ્ચય*** અને અભૂતાર્થ-અ૫૨માર્થ ભૂત વ્યવહાર અંગે પરમતત્ત્વ દૃષ્ટા શ્રી અમૃતચંદ્રાચાર્યજી એ પુરુષાર્થસિદ્ધિ ઉપાય'માં**** માર્મિક તલસ્પર્શી મીમાંસા કરી છે : ‘નિશ્ચયને અહીં ભૂતાર્થ, વ્યવહારને અભૂતાર્થ (જ્ઞાનીઓ) વર્ણવે છે, પ્રાયે સમસ્ત જ સંસાર ભૂતાર્થબોધથી વિમુખ છે. (અત એવ) અબુધના બોધનાર્થે મુનીશ્વરો અભૂતાર્થ (વ્યવહાર) ઉપદેશે છે, શ્રી પદ્મનંદિ પં. વિં. નિશ્ચયપંચશત્, શ્લો. ૨૧ અર્થાત્ - અમલ આત્મજલને મ્હારો કર્મ-કર્દમ (કાદવ) સમલ કરે છે, તો પણ નિશ્ચિત ભેદ કરનાર જ્ઞાનરૂપ તક ફલ સતે ભીતિ શી ?
का भीति सति निश्चितभेदकरज्ञानकतकफले ॥”
-
-
આ નિશ્ચય - વ્યવહારના સ્વરૂપ અંગે તત્ત્વચિંતક દીપચંદજી કાસલીવાલે ‘આત્માવલોકન’ ગ્રંથમાં સ્પષ્ટ મીમાંસા કરી છે અને ત્યાં વ્યવહાર-નિશ્ચયનું સર્વકષ સ્વરૂપ સંક્ષેપમાં નિરૂપણ કરતી બે પ્રાચીન ગાથાઓ અવતારી છે. તેનો ભાવાર્થ એ છે કે - (૧) સર્વે પર્યાયભવનો, સર્વે ભેદકરણો, યોગ ક્ષિરણો, સ્વ સ્વભાવથી અન્ય કથના તે જિન ભણિત વ્યવહાર છે, (૨) જે ગુણોનો પ્રચય, નિજ સ્વભાવ, અભેદ ભાવ અને દ્રવ્ય પરિણમન આધીન જે છે તે નિશ્ચય વ્યવહારથી કથિત છે. તે ગાથા આ પ્રકારે -
“पज्जायभवना सब्बे, सब्वे भेयकरणा च जोगषिरणाहि । ससहावदोणकपणा, तं बबहारं जिनभणिदं ॥
जेर्सि गुणाणं पचयं णियसहावं च अभेदभावं च ।
दब्ब परिणमनाधीनं ते णिच्छयं भणियं बवहारेण ॥"
આનું તલસ્પર્શી વિવરણ ત્યાં દીપચંદજીએ કર્યું છે. તે વિસ્તારભયથી અત્ર નહિં આપતાં ત્યાં અવલોકવાની જિજ્ઞાસુઓને ભલામણ કરીએ છીએ.
આ અંગે પંચાધ્યાયી’કારે પણ પ્રકાશ્યું છે કે -
"व्यवहारः किल मिथ्या स्वयमपि मिथ्योपदेशकश्च यतः । प्रतिषेध्यस्तस्मादिह मिथ्यादृष्टिस्तदर्थदृष्टिश्च ॥
स्वयमपि भूतार्थत्वाद् भवति स निश्चयनयो हि सम्यक्त्वम् ।
अविकल्पवदतिवागिव स्यादनुभवैकगम्यवाच्यार्थः ॥
यदि वा सम्यग्दृष्टिस्तद्दृष्टि कार्यकारी. स्यात् ।
તસ્માત્ સ ૩પાવેલો નોારેયસ્તન્યનયવાઃ ।।’’ ઈ. ‘પંચાધ્યાયી’ શ્લો. ૬૨૮-૬૩૦
અર્થાત્ - વ્યવહાર છે તે સ્ફુટપણે મિથ્યા છે, કારણકે સ્વયં જ તે મિથ્યોપદેશક - મિથ્યા ઉપદેશનારો છે, તેથી તે અહીં પ્રતિષેધ્ય-નિષેધવા યોગ્ય છે, તદ્ અર્થ દષ્ટિવાળો - વ્યવહારાર્થ દૃષ્ટિવાળો તે મિથ્યાદૅષ્ટિ છે. સ્વયં પણ ભૂતાર્થપણાને લીધે તે નિશ્ચયનય જ સમ્યક્ત્વ છે, તે અવિવત્ અને જાણે અતિવાગ્ (વર્ચનાતીત) અનુભવૈકગમ્ય વાચ્યાર્થવાળો છે, તદ્ દૃષ્ટિવાળો - નિશ્ચયદૃષ્ટિવાળો સમ્યક્ દૃષ્ટિ કાર્યકારી હોય, તેથી તે (નિશ્ચયનય) ઉપાદેય છે, તેનાથી અન્ય નયવાદ ઉપાદેય નથી.
શુદ્ધનય નિશ્ચય નય અને વ્યવહારનય અંગે શ્રી દેવચંદ્રજીએ પણ ‘દ્રવ્ય પ્રકાશ’ માં પ્રકાશ્યું છે - ‘‘શુદ્ધનય નિહચે જથારથ સરૂપ સત્ય, વ્યવહાર ક્રિયાનય તાતે વિપરીત છે, ભેદજ્ઞાન કારણ ન હોય વિવહાર નય, જ્ઞાન કો નિહાર્યે યાકો ત્યાગ વૈહી નિત છે, વસ્તુકો પીછાને નિજ સુદ્ધિ કો વિશુદ્ધગી, શુદ્ધ તૈય સરૂપ એસો સમ્યક્ કો મીત હૈ, રતન ત્રિનયકો સામી દેવકો અંતરજામી, એસો શુદ્ઘનય ઓહ મારી થિર પ્રીત હૈ.’’
૧૨૪