________________
પૂર્વરિંગઃ સમયસાર ગાથા-૧૧
- “પ્રત્યTIભffમ.' અર્થાત્ “પ્રત્ય' - અંતર્ગત - પૃથક - વિવિક્ત - ભિન્ન એટલે કે સર્વ
પરભાવ-વિભાવથી જુદો અલગ પાડેલો શુદ્ધ અંતરગત આત્મા “દેખનારા’ - પ્રત્યગુ આત્મદર્શિએ સાક્ષાતુ અનુભવપ્રત્યક્ષ કરનારા - પ્રત્યક્ષ અનુભવનારા એવા પ્રત્યગુ વ્યવહારનય ન અનુસર્તવ્ય આત્મદર્શિઓએ - શુદ્ધ આત્મસાક્ષાત્કાર પામેલાઓએ, અશુદ્ધ અભૂત અર્થ
પ્રકાશનારો એવો અભૂતાર્થ વ્યવહારનય અનુસરણ કરવા યોગ્ય નથી. આનો સ્પષ્ટ ફલિતાર્થ એ છે કે જેઓ હજુ “પ્રત્યગુ આત્મદર્શી નથી થયા - શુદ્ધ આત્માનુભૂતિ રૂપ આત્મસાક્ષાત્કાર “દશા” નથી પામ્યા, સકલ પરભાવ-વિભાવથી પર કેવલ શુદ્ધ આત્માનુભવમય શુદ્ધોપયોગ દશાસંપન્ન નથી થયા, તેઓએ તો હજુ તે દશાએ પહોંચવા માટે અને તે દશાએ પહોંચાય
ના અનુસંધાન પૂર્વક - નિશ્ચયને નિરંતર લક્ષમાં રાખી વ્યવહારનય હજુ પ્રયોજનભૂત છે. “આત્મખ્યાતિ” કર્તાનો આ આશય હવે પછીની ગાથાના વિવેચનથી સાવ સ્પષ્ટ થઈ જશે.
સમ્યક્ત શાથી પ્રગટે ? આત્માનો યથાર્થ લક્ષ થાય તેથી. સમ્યત્વના બે પ્રકાર છે : (૧) વ્યવહાર અને (૨) પરમાર્થ. સદ્ગુરુનાં વચનોનું સાંભળવું, તે વચનોનો વિચાર કરવો, તેની પ્રતીતિ કરવી, તે “વ્યવહાર સમ્યક્ત', આત્માની ઓળખાણ થાય તે “પરમાર્થ સમ્યક્ત.'
- શ્રીમદ્ રાજચંદ્ર, એ. (૪૩), ઉપદેશ ગાયા-(૯૫૭) અત્રે શુદ્ધ નયને – નિશ્ચય નયને ભૂતાર્થ કહ્યો અને ઈતરને - વ્યવહારનયને અભૂતાર્થ કહ્યો, તેનું
રહસ્ય સમજવા માટે નયનું સ્વરૂપ અને પ્રયોજન સમજવા યોગ્ય છે. નય નય મીમાંસા એ “ન' (નમ્ = to lead, દોરી જવું-લઈ જવું) ધાતુ પરથી નીકળેલો છે,
એટલે તત્ત્વ સ્વરૂપ પ્રત્યે દોરી જય-લઈ જાય તે નય. નય આત્મા સમજવા માટે અને પામવા માટે આત્માર્થ અર્થે કહ્યા છે અને તે પણ ગૌણ-પ્રધાનભાવથી પરસ્પર સાપેક્ષપણે પરમાર્થ હેતુએ કહ્યા છે, પણ નયનું સ્વરૂપ અને પ્રયોજન નહિ સમજનારા “જ્ઞાનલવ દુર્વિદગ્ધ” જનો ઉલટા નયજાલમાં ફસાઈ જઈ મિથ્યાવાદ વિવાદમાં પડી, પરમાર્થથી ભ્રષ્ટ થાય છે. તેમ ન થવા પામે તે માટે, અને અત્રે વ્યવહારનય અનુસરવા યોગ્ય નથી, પરમાર્થ જ અનુસરવા યોગ્ય છે એમ કહ્યું, તે સ્પષ્ટ સમજવા માટે વ્યવહાર અને પરમાર્થનું - નિશ્ચયનું સ્વરૂપ સમજવા યોગ્ય છે. અત્રે એ તો સ્પષ્ટ છે કે અનુસરવા યોગ્ય પ્રાપ્તવ્ય આદર્શ તો શુદ્ધ સ્વરૂપ છે અને શુદ્ધનય -
નિશ્ચય નય વસ્તુના શુદ્ધ સ્વરૂપનું પ્રકાશન કરતો હોવાથી તેમાં લક્ષ કેન્દ્રિત શુદ્ધ ગ્રાહી નિશ્ચય કરાવી શુદ્ધ સ્વરૂપ પ્રત્યે લઈ જાય છે - દોરે છે (ની - નયુ - to lead, અશુદ્ધ ગ્રાહી વ્યવહાર દોરવું) માટે શુદ્ધનય જ અનુસરવો યોગ્ય છે. આથી ઉલટું વ્યવહારનય
વસ્તુના અશુદ્ધ સ્વરૂપનું પ્રકાશન કરતો હોવાથી અશુદ્ધ સ્વરૂપ પ્રત્યે લઈ જાય છે - દોરે છે, માટે તે અનુસરવો યોગ્ય નથી, અર્થાત વ્યવહારનય અશુદ્ધ ગ્રાહી હોવાથી ગ્રહણ, કરવા યોગ્ય નથી, નિશ્ચય નય શુદ્ધ ગ્રાહી હોવાથી ગ્રહણ કરવા યોગ્ય છે. કારણકે નિશ્ચય-વ્યવહારના સ્વરૂપનું આ આ મુખ્ય તફાવત છે : (૧) નિશ્ચય વસ્તુના શુદ્ધ સ્વરૂપને આશ્રીને પ્રવર્તે છે, વ્યવહાર અશુદ્ધ સ્વરૂપને આશ્રીને પ્રવર્તે છે, (૨) નિશ્ચય આત્માને - સ્વને આશ્રીને પ્રવર્તે છે, વ્યવહાર પરને આશ્રીને પ્રવર્તે છે. (૩) નિશ્ચય સમગ્ર દ્રવ્યને આશ્રીને પ્રવર્તે છે. વ્યવહાર પર્યાયને - અંશને આશ્રીને પ્રવર્તે છે, વ્યવહાર બંધ પર્યાય સાપેક્ષપણે પ્રવર્તે છે, (૪) નિશ્ચય એક અખંડ વસ્તુગત અભેદને આશ્રીને પ્રવર્તે છે, વ્યવહાર અનેક ખંડ ખંડ ભેદને આશ્રીને પ્રવર્તે છે, અર્થાતુ નિશ્ચય એકત્વ નિશ્ચયગત હોઈ એકાત્મક પ્રવર્તે છે, વ્યવહાર અનેક વ્યવહારગત હોઈ અને કાત્મક પ્રવર્તે છે. (૫). નિશ્ચય વસ્તુનું જેવું છે તેવું અસ્તિત્વભૂત નિરૂપચરિત પરમાર્થસત્ યથાભૂત સ્વરૂપ દર્શાવે છે, વ્યવહાર વસ્તુનું ઉપચરિત વ્યવહારસતુ - પરમાર્થ અસતુ અમથાભૂત સ્વરૂપ દર્શાવે છે, (૬) અત એવ નિશ્ચય સાક્ષાત ભૂતાર્થપણાને લીધે પરમાર્થપણાને લીધે પરમ ઉપકારી - પરમ પ્રયોજનભૂત હોઈ પરમ ઉપાદેય જ છે, વ્યવહાર સ્વયં અભૂતાર્થપણાને લીધે અપરમાર્થ ભૂતપણાને લીધે મુખ્યતો હેય છતાં પરમાર્થ
૧૨૩