________________
૨.
હવે “આત્મખ્યાતિ' કર્તા આચાર્યજી સાક્ષાત્ સરસ્વતી મૂર્તિરૂપ અનેકાન્તમયી મૂર્તિને મંગલ આશિષ અર્પતું બીજું મંગલ કળશ કાવ્ય પ્રકાશે છે -
अनंतधर्मणस्तत्त्वं, पश्यंती प्रत्यगात्मनः ।
अनेकान्तमयी मूर्ति नित्यमेव प्रकाशताम् ॥ અનંત ધર્મનું તત્ત્વ, પેખતી પ્રત્યગાત્મનું; અનેકાન્તમયી મૂર્તિ, નિત્યમેવ પ્રકાશજો !
અર્થાતુ અનંત ધર્મ જેમાં છે એવા પ્રત્યગાત્માનું (પ્રત્ય-અંતર આત્માનું) તત્ત્વ (પૃથફભિન્ન) પેખતી એવી અનેકાન્તમયી મૂર્તિ નિત્યમેવ પ્રકાશજો !
અત્રે પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ અનેકાન્તમય મૂર્તિનું અભિનંદન કરતું આ આશીર્વચનાત્મક મંગલસૂત્રરૂપ બીજું કળશ કાવ્ય પરમ તત્ત્વભક્તિમય આત્મભાવોલ્લાસથી લલકાર્યું છે : અનેકાન્તમયી મૂર્તિ નિત્યમેવ પ્રકાશો ! કેવી છે આ અનેકાન્તમયી મૂર્તિ ? અનંત ધર્મ જેમાં રહ્યા છે એવા પ્રત્યગુ આત્માનું' - અંતર્ગત આત્માનું તત્ત્વ દેખી રહી છે, સાક્ષાત્ કરી રહી છે એવી અને તે આત્માનું તત્ત્વ તે કેવું દેખી રહી છે ? બીજા બધા બહિર્ગત - આત્મબાહ્યા ભાવોથી - પદાર્થોથી જુદું જ તરી આવતું એવું “પ્રત્ય'. - અંતર્ગત-અંતરમાં રહેલું, અત એવ સર્વથી “પૃથફ” અલગ - ભિન્ન - સાવ અલાયદું દેખી રહી છે, પ્રત્યક્ષ અનુભવગોચર કરી રહી છે. આવી અનંતધર્મા આત્માના શુદ્ધ ચેતન રૂપ અંતર્, તત્ત્વને પૃથક ભિન્ન દેખતી અનેકાન્તમૂર્તિ નિત્યમેવ પ્રકાશો !
અનેકાંત સિદ્ધાંતના અનન્ય પરિજ્ઞાતા, અનન્ય પુરસ્કર્તા અને વ્યાખ્યાતા તરીકે વિશ્વવિશ્વત આચાર્યવર્ય અમૃતચંદ્રજી વિશ્વતત્ત્વ વ્યવસ્થાપક અનેકાન્ત તત્ત્વ પ્રત્યે એટલા બધા મુગ્ધ થઈ ગયા છે, કે તેઓએ તેમના પુરુષાર્થ સિદ્ધિ ઉપાય' આદિ ઈતર ગ્રંથોની જેમ અત્રે પણ મંગલાચરણમાં જ તેની મુક્ત કંઠે સ્તુતિ કરી છે, આ અનેકાન્ત તત્ત્વને અને તેને પ્રકાશનારી અનેકાન્ત જિનવાણીને અત્રે મૂર્તિમાનું મૂર્તિ રૂપે કલ્પીને તેની પરમ ભાવોલ્લાસથી પ્રશંસા કરી છે. જેમાં અનેક અંત-ધર્મ છે તે અનેકાન્ત, અથવા અનું એક + અંત છે, અન્ એક (પરની સાથે) એક નહીં તે એટલે કે (પર વસ્તથી) ભિન્ન અંત-ધર્મ માં છે તે અનેકાન્ત અને તન્મયી જે મૂર્તિ તે અનેકાન્તમયી મૂર્તિ. આ જ દિવ્ય એવી ભગવદ્ વાણી રૂપ સરસ્વતીનું - વાગુ દેવીનું વાસ્તવિક પારમાર્થિક સ્વરૂપ છે.
અને આ આત્મતત્ત્વ તે કેવું દેખે છે ? તે પણ પ્રત્ય * શબ્દના આવા વિશિષ્ટ પરમાર્થ પ્રયોગથી સાવ સ્પષ્ટ થઈ જાય છે કે – “પ્રત્યફ' અંતર્ગત એટલા માટે જ અત્યંત પૃથક્ - ભિન્ન – જૂદું - નિરાળું - સાવ અલાયદું એવું, દ્રવ્યથી - ક્ષેત્રથી - કાળથી ને ભાવથી જેનો અંત નાશ છેડો) નથી એવો અનંત-શાશ્વત સનાતન ધર્મ-વસ્તુ સ્વભાવ છે જેનો એવું. અર્થાત્ આત્મા સ્વરૂપથી તત્ છે, પરરૂપથી અતતુ છે, આત્મા સ્વરૂપથી સતુ છે, પરરૂપથી અસતુ છે, આત્મા સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવથી હોવારૂપ - અસ્તિત્વ રૂપ છે, પરદ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવથી નહીં હોવારૂપ - નાતિરૂપ છે, એમ પરદ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવથી આત્મા ભિન્ન છે - પૃથક એવું વિવિક્ત તત્ત્વ નિશ્ચય રૂપ ભેદજ્ઞાન અનેકાંત સિદ્ધાંતથી વજલેપ દેઢ પ્રકાશે છે. એટલે કે આ અનેકાંતમયી મૂર્તિ સર્વ પરદ્રવ્યથી ભિન્ન, સર્વ પદ્રવ્યના સર્વ ગુણ-પર્યાયથી ભિન્ન, સર્વ વિભાવિક આત્મ પરિણામથી ભિન્ન, સર્વ સજાતીય આત્મદ્રવ્યથી પણ ભિન્ન, એવું ૬, પૃથક એવું તે આત્મતત્ત્વ - સહજત્મસ્વરૂપ પ્રગટ દેખી રહી છે. અત્રે “Tયંતી - દેખી રહેલી એ શબ્દથી પ્રત્યક્ષપણાનો - સાક્ષાતપણાનો - આત્માનુભવપણાનો ભાવ સૂચવ્યો છે. અર્થાત આ અનેકાંતમયી મૂર્તિ અનંતધર્મા આત્માનું તત્ત્વ અન્ય સર્વ દ્રવ્યથી - દ્રવ્યાંતરથી ભિન્ન અને અન્ય સર્વ ભાવથી - ભાવાંતરથી ભિન્ન પ્રગટ પ્રત્યક્ષ સાક્ષાત્ દેખી રહી છે.
*"पराश्चि खानि व्यतृणत्स्वयंभू स्तस्मात् पराङ् पश्यति नान्तरात्मन् । વશ્ચિદ્ધરઃ પ્રત્યકIIભાનમૈક્ષવાવૃત્ત રધુરમંતમિચ્છનું II” - કઠોપનિષદુ, દ્વિ.અ. વલ્લી ૧, ૧
(જુઓઃ શંકરાચાર્ય કૃત ટીકા)