________________
સમયસાર : આત્મખ્યાતિ
આવી અપૂર્વ તત્ત્વ ચમત્કૃતિથી ભરેલા આ મંગલરૂપ પ્રથમ કળશ કાવ્યથી આ “આત્મખ્યાતિ” કર્તા પરમર્ષિએ આ “આત્મખ્યાતિ ટીકાનું પરમ અદ્ભુત મંગલાચરણ કર્યું છે. પરમર્ષિ કુંદકુંદાચાર્યજીની યુગપ્રવર્તક (Epoch-making) કૃતિઓ પ્રત્યે પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીનો કેવો અનન્ય પરમાર્થ પ્રેમ છે, તે તો તે તે ગ્રંથોની તેમની યુગપ્રવર્તક (Epoch-making) પરમ પ્રતિભાસંપન્ન અનુપમ અદ્વિતીય પરમ અમૃત ટીકાઓથી તેમણે જે મહાનું કુંદકુંદાચાર્યજીનું અને તેમના મહાન ગ્રંથોનું અનંતગુણવિશિષ્ટ ગૌરવ વધાર્યું છે - ગુણ ગૌરવ બહુમાન કર્યું છે, તે પરથી જગત વિશ્રત છે અને તેમાં પણ આ ગ્રંથરાજ પ્રત્યેનો એમનો પરમ પ્રેમસિંધુ એટલો બધો ઉલ્લાસયમાન થઈને છલકાયો છે, કે તે આ પરમ આત્માનુભવી, દિવ્ય દૃષ્ય, મહાકવિ બ્રહ્મા, પરંબહ્મ સ્વરૂપ પરમાર્થ મહાકવીશ્વરના હદય-હદ્રમાંથી અનુભવોગારરૂપ સહજ સ્વયંભૂ સ્રોતરૂપે નીકળેલી અપૂર્વ કળશ કાવ્યની શુદ્ધ આત્માનુભૂતિ અમૃત સરિતા પરથી સહૃદય સંવેદક સંતજનોને તત્પણ સુપ્રતીત થાય છે.