________________
સમયસાર : આત્મખ્યાતિ મંગલવાચક વા પ્રારંભવાચક હોઈ, મંગલ મૂર્તિ “સૂત્રનો' - અલ્પ શબ્દ મહાઈ એવા સંક્ષિપ્ત છતાં સંપૂર્ણ ગ્રંથ સંદર્ભમય ભગવંત અહંતુ પ્રણીત આગમનો “અવતાર' - અવતરણ થાય છે, એમ પરમ ભક્તિ નિર્ભર ભાવથી “આત્મખ્યાતિ' કર્તા વદે છે. હિમાચલમાંથી જેમ ગંગાનું અવતરણ થાય. તેમ પરમ પાવનકારિણી શ્રત ગંગાના હિમાચલ પરમ શાંત મૂર્તિ ભગવત સર્વજ્ઞના હૃદય-હદમાંથી પ્રભવ પામેલી આ સૂત્રમય શ્રુતગંગાનું અવતરણ થાય છે, એવો અત્રે પરમાર્થ મહાકવિ અમૃતચંદ્રજીના આ પરમ અર્થ ગંભીર શબ્દોનો “ધ્વનિ' છે. આમ પરમાદરથી આ સૂત્રાવતાર કરી આત્મખ્યાતિ કર્તાએ આ મંગલ સૂત્રની પરમ પરમાર્થ ગંભીર અદ્દભુત વ્યાખ્યા પ્રકાશી છે : “પ્રથમથી જ ભગવતુ સર્વ સિદ્ધોને ભાવ – દ્રવ્ય સ્તવથી સ્વ આત્મામાં અને પર આત્મામાં નિહિત કરીને (સ્થાપીને પાઠાંતર-નિખાતા કરીને), આ સમય અતિ પ્રવચન અવયવ રૂ૫ સમય પ્રાભૃતનું પરિભાષણ પ્રારંભાય છે.” કેવા છે આ સિદ્ધો ? અપવર્ગ સંક્ષિકા “અપવર્ગ સંજ્ઞાવાળી' - યથાર્થનામા મોક્ષ નામની ગતિને પામેલા. કેવી છે આ અપવર્ગ ગતિ ? (૧) ધ્રુવપણાને અવલંબી રહેલી. શાથી ? સ્વભાવ ભાવભૂતપણાએ કરીને. (૨) અચલપણાને પામેલી. શાથી ? અનાદિ ભાવાંતર પરપરિવૃત્તિની વિશ્રાંતિ વિશે કરીને. (૩) “ઔપ” - ઉપમા આપવા યોગ્ય ઉપમાન અવિદ્યમાન છે એવી. શાથી ? અખિલ ઉપમાનથી વિલક્ષણ અદ્ભુત માહાભ્યપણાએ કરીને. આવી સિદ્ધગતિને પામેલા સિદ્ધોને શા માટે સ્વાત્મામાં - પરાત્મામાં સ્થાપવા જોઈએ ? સિદ્ધત્વ - સિદ્ધપણે સાધ્ય-સાધવા યોગ્ય આત્માના “પ્રતિઔંદ સ્થાનીય' - આદર્શ સ્થાનીય - આદર્શ સ્થાને રહેલા આદર્શ રૂપ છે માટે. (એમ આ હેતુવિશેષણ છે). આવા સિદ્ધોને સ્વાત્મામાં અને પરાત્મામાં સ્થાપીને જેનું પરિભાષણ કરાય છે, તે આ સમય પ્રકાશક પ્રાભૃત કેવું છે ? પ્રમાણ પામેલું છે. શાથી ? (૧) “અનાદિ નિધનમ્ - અનાદિ અનંત ઋતથી પ્રકાશિતપણાએ કરીને, (૨) “નિખિલ” - સમસ્ત “અર્થસાર્થને' - પદાર્થ સમૂહને સાક્ષાત્કારિ” - સાક્ષાત પ્રત્યક્ષ કરનારા કેવલીઓ પ્રણીતપણાએ કરીને. (૩) અને શ્રતકેવલીઓથી “સ્વયં” - પોતે અનુભવતા એવાઓથી ભાવિતપણાએ કરીને. આવા પ્રમાણતા પામેલા આ અહિત પ્રવચન અવયવરૂપ સમય પ્રાભૃતનું પરિભાષણ શા માટે કરવામાં આવે છે ? “સ્વ-પરના” - પોતાના અને પરના આત્માના અનાદિ મોહના પ્રહાણાર્થે - પ્રહાણ - પ્રકષ્ટ હાણ-હાસ-નાશ-ક્ષય અર્થે, સર્વથા આત્યંતિક ક્ષીણતા અર્થે. શા વડે કરવામાં આવે છે ? “ભાવવાચાથી અને દ્રવ્યવાચાથી.' અર્થાત આત્મામાં ઊઠતા શ્રત વિકલ્પ રૂપ - શ્રુતજ્ઞાનોપયોગ રૂપ ભાવભાષાથી - આત્મભાષાથી અને તે ઉપયોગથી પ્રેરિત વચનયોગ રૂપ દ્રવ્યભાષાથી - પુગલ ભાષાથી આ “પરિભાષણ' ઉપક્રમાય. “પરિભાષણ' - “પરિ' - સૂત્રને પરિગત અથવા સૂત્રનું ચોપાસ વૃત્તિની - વાડની જેમ વીંટી લેતું - આવરી લેતું - અર્થ સંરક્ષણ રૂપ નિશ્ચયને કરતું એવું સર્વથા “ભાષણ - વ્યાખ્યાન “ઉપક્રમાય છે – ઉપક્રમ કરાય છે. સૂત્રબદ્ધ અનુક્રમથી અનુક્રમે પ્રારંભવામાં આવે છે. આમ આ “અમૃત” (Immortal, neetarlike) આચાર્યજીની આ પરમાર્થઘન અમૃત વ્યાખ્યાની અદ્દભુત સંકલન છે અને મુખ્ય બે મુદ્દા છે : (૧) સિદ્ધવંદન, (૨) સૂત્ર ગ્રંથન. આ બન્ને મુદ્દાની હવે અત્રે આ “અમૃત જ્યોતિ મહાભાષ્ય' નામક વિવેચનમાં અનુક્રમે વિશેષ વિવક્ષા કરશું.
આ લેખક વિવેચકે કરેલી વિવેચનાનું “અમૃત જ્યોતિ મહાભાષ્ય” એવું નામ રાખવામાં આવ્યું છે તે સાભિપ્રાય છે, કારણકે આ મુખ્યપણે મૂળ ગાથા ને તે પરની મહાન આચાર્યવર્ય અમૃતચંદ્રાચાર્યજીની મહાન આત્મખ્યાતિ ટીકાની વિશિષ્ટ અભ્યાસ રૂપ વિસ્તૃત વિવેચના હોઈ, તેમાં અમૃતચંદ્રજીની પરમ પ્રિયતમ આત્મ “જ્યોતિ'નો - “અમૃતચંદ્ર જ્યોતિ’નો મહામહિમા પદે પદે હળહળે છે; નામાભિધાન આત્માર્થી મુમુક્ષુઓને સમુચિત જ જણાશે. - ભગવાનદાસ
૨૬