________________
સમયસાર : આત્મખ્યાતિ
સત શાસ્ત્ર પ્રત્યેની શુદ્ધ અંતરંગ તત્ત્વ ભક્તિથી પ્રેરિત થઈને મ્હારો આત્મા સર્વાત્માથી - આત્માની સમસ્ત શક્તિથી-આત્માના સર્વ “સામર્થ્યથી ઉજમાળ થયો છે, તેને આ સત શાસ્ત્ર ભક્તિરૂપ શુદ્ધ તત્ત્વ ભક્તિના નિમિત્તથી પરમ વિશુદ્ધિની પ્રાપ્તિ હો એજ એક મ્હારી અભિલાષા છે. એવી શુદ્ધ આત્મભાવનાથી જ એ શુદ્ધ આત્મશુદ્ધિ અર્થે જ સતુ આગમરૂપ શબ્દબ્રહ્મના દેઢ ઉપાસનથી, સતુ દર્શન નિરૂપક સતુ યુક્તિના પ્રબળ અવલંબનથી, સદ્ગુરુ પ્રસાદથી પ્રાપ્ત શુદ્ધ આત્મતત્ત્વના ઉત્તમ અનુશાસનથી અને સતુ-ચિત-આનંદમય આત્માનુભવ પ્રકાશરૂપ સ્વસંવેદનથી જે કાંઈ નિજ આત્માની “સ્વસંપદું હોય, તે સમસ્ત આત્મસંપદ્ આ પરમર્ષિએ સમયસારની વ્યાખ્યામાં સમર્પણ કરી છે; આ આત્માની સમસ્ત આત્મસંપત્તિ રૂપ ક્ષયોપથમિક શક્તિનો જે કાંઈ વિકાસ હોય, તે સમસ્ત સતુ શાસ્ત્રની સેવામાં ઉપનત કર્યો છે. એટલે અત્રે આ ઉત્તમોત્તમ તત્ત્વ પ્રકાશક, આ ઉત્તમોત્તમ શાસ્ત્ર સમયસારનું વ્યાખ્યાન કરવામાં, આ ઉત્તમોત્તમ મહાત્માએ ઉત્તમોત્તમ શબ્દ, ઉત્તમોત્તમ અર્થ, ઉત્તમોત્તમ પરમાર્થ, ઉત્તમોત્તમ તત્ત્વ, ઉત્તમોત્તમ ભાવ, ઉત્તમોત્તમ આશય, ઉત્તમોત્તમ કવિત્વ, ઉત્તમોત્તમ અનુભવ એ આદિ મ્હારૂં-મહારા આત્માનું સર્વ કાંઈ ઉત્તમોત્તમ (all the Best of mine) યથાશક્તિ સમર્પ એવી ઉત્તમોત્તમ ભાવનાથી, સમયસારના ગુણરસીયા બનેલા સ્વ આત્માના સર્વ જ્ઞાનાદિ ક્ષયોપશમિક ગુણોને આ સમયસારની નિષ્કામ સેવા ભક્તિમાં હાજર કર્યા છે કે જેથી કરીને આ ઉત્તમોત્તમ સમયસારનો ઉત્તમોત્તમ મહિમા જગતુમાં પ્રદ્યોતમાન થાય ! હું શુદ્ધ ચિન્માત્ર મૂર્તિની પરમ વિશુદ્ધિ હો ! એજ એક કામના અને જેથી કરીને પોતાના આત્માને ઉત્તમોત્તમ નિર્જરા રૂપ ઉત્તમોત્તમ વિશુદ્ધિથી ઉત્તમોત્તમ શુદ્ધ આત્મખ્યાતિની પ્રાપ્તિ થાય ! એટલે જ આ ભાવિતાત્મા આચાર્યજીએ અત્રે ભાવ્યું છે કે પદે પદે જ્યાં શુદ્ધ આત્માની ખ્યાતિ - પ્રસિદ્ધિ - ઉદ્ઘોષણા (Proclmation) કરવામાં આવશે, એવી આ યથાર્થનામાં “આત્મખ્યાતિ' વ્યાખ્યાથી જ ઓર વિશિષ્ટ અનુભૂતિ થકી જ શુદ્ધ ચિત્માત્રમૂર્તિ હારી આત્માનુભૂતિની એવી તો પરમ વિશુદ્ધિ થાઓ, કે તેમાં મોહજન્ય રાગાદિ વિભાવ દોષની સમય માત્ર પણ પરમાણુ માત્ર પણ કણિકા મ હો ! લબ્ધિ, ખ્યાતિ, પૂજ-સત્કાર, માનાદિ ઈતર કોઈ પણ આ લોક-પરલોક સંબંધી તુચ્છ ફલનું મહારે કંઈ પણ પ્રયોજન નથી, મારે તો બસ એક શુદ્ધ આત્માર્થનું જ-પરમાર્થનું જ કામ છે, મહારે માનાદિ કામના રૂપ બીજો કોઈ મન રોગ નથી. આ “આત્મખ્યાતિથી મને મહારા આત્માને શુદ્ધ આત્મખ્યાતિ-આત્મસિદ્ધિ જ હો એટલું જ ફરી ફરી પ્રાથું છું, એટલું જ ભાવું છું, એટલું જ ઈચ્છું છું.
ક્ષાયોપથમિક ગુણ સર્વ, થયા તુજ ગુણરસી હો લાલ; સત્તા સાધન શક્તિ વ્યક્તતા ઉલ્લસી હો લાલ. દીઠો સુવિધિ નિણંદ સમાધિ રસ ભર્યો હો લાલ.” -શ્રી દેવચંદ્રજી
આમ લબ્ધિ, ખ્યાતિ, માનાદિ કોઈ પણ ફલ પ્રયોજનથી કે દેહાશ્રિત નામની ખ્યાતિ - દેહખ્યાતિ'ના કોઈ તુચ્છ હલાહલ વિષમય પ્રયોજનથી આ વ્યાખ્યા નથી કરવામાં આવતી, પણ કેવળ એક શુદ્ધ પરમ અમૃતમય “આત્મખ્યાતિ' અર્થે જ, કેવળ એક શુદ્ધ “આત્માર્થે જ, કેવળ એક આત્મશુદ્ધિ અર્થે જ, કેવળ એક શુદ્ધ આત્મસિદ્ધિ રૂપ પરમાર્થ હેતુએ જ આ “આત્મખ્યાતિ’ વ્યાખ્યા કરવામાં આવે છે, અહંત્વ-મમત્વની ભસ્મભૂમિકા પર જ આ સુવર્ણકળશ સંપન્ન આત્મખ્યાતિ પ્રાસાદનું સર્જન કરવામાં આવે છે, એવી પરમ શુદ્ધ આત્મભાવના અત્રે આત્મભાવનાથી પરમ ભાવિતાત્મા મહામુનીશ્વર શુદ્ધોપયોગદશા સંપન્ન પરમ શ્રમણ ભગવાન અમૃતચંદ્રાચાર્યજીએ કરી છે. વર્તમાનમાં આવા જ પરમ ભાવિતાત્મા શ્રીમદ્ રાજચંદ્રજીનું આ
ર વિવામિનાનેન, ર્તિપ્રતીષ્ઠા ઋતિઃ વિનુ જીવેa, તોષાર્થવ દૈવતં ” - શ્રી શુભચંદ્રાચાર્ય પ્રણીત શ્રી “શાનાર્ણવ
૨૦