________________
પૂર્વરંગઃ સમયસાર કળશ-૩ વ્હેરો પણ સાંભળી શકે અને આંધળો પણ દેખી શકે એવો જોર શોરથી પોકાર કરતું જીવતું જાગતું પ્રદર્શન (Exhibition) છે. અર્થાત્ પર પરિક્ષતિ રૂપ - પરભાવ રૂપ અશુદ્ધ આખો સંસાર નિમિત્તના બળનું નિમિત્તને લીધે વિભાવ પરિણામ પામી આ આત્મા વ્યવહારથી પરનો જીવતું જાગતું પ્રદર્શન કર્તા-ભોક્તા થઈ સંસારમાં સંસરી રહ્યો છે. પણ જ્યારે આ ચિદ્દન આત્મા શુદ્ધ નિમિત્તમાં રમણ કરે, ત્યારે તે નિશ્ચયથી નિજ ઘરનો પોતાના શુદ્ધ આત્મ સ્વભાવનો કર્તા-ભોક્તા થાય. માટે જેનામાં અનંત સ્વભાવ ધર્મ પ્રગટ્યા છે, જે નિજ પરિણતિને વર્યા છે, જે શાનાદિ અનંત ગુણના દરિયા છે, એવા હે અમોહ સ્વરૂપ જિનદેવ પરમાત્મા ! તમે પોતે સાક્ષાત્ સમયસાર શુદ્ધ આત્મા છો અને સમયસારના - શુદ્ધ આત્માના ઉપદેશક છો, માટે હે સાક્ષાત્ સમયસાર સ્વરૂપ જિનદેવ ! સમયસાર શુદ્ધ આત્મા પ્રગટાવવા માટે નિશ્ચયથી આપ સમા શુદ્ધ આત્મદેવ સમયસાર રૂપ અનુપમ નિમિત્તને હું ભજું છું અને ભવભયની ટેવ ત્યજું છું. નિશ્ચય-તત્ત્વ ભક્તિથી આપ સમા શુદ્ધ આત્મ દેવનું અવલંબન ભજતાં પરભાવ - વિભાવની અશુદ્ધિ દૂર થાય છે અને આત્મ સ્વભાવ રૂપ આત્મધર્મમાં રમણતા અનુભવતાં શુદ્ધ આત્મભાવ પ્રગટે છે અને એટલા માટે જ હે પરમ કૃપાળુ દેવ ! નિશ્ચયથી આપ સમા સમયસારભૂત શુદ્ધ આત્માનું - સમયસારનું સ્વરૂપ પ્રકાશતા આ સમયસારની વ્યાખ્યાથી જ શુદ્ધાત્મ અનુભૂતિ થકી મ્હારી પરમ વિશુદ્ધિ હો, એટલું જ પ્રાર્થુ છું.
‘શ્રી સીમંધર જિનવર સ્વામી, વિનતડી અવધારો;
શુદ્ધ ધર્મ જે પ્રગટ્યો તુમચો, પ્રગટો તેહ અમારો રે સ્વામી ! વિનવિયે મન રંગે.
અશુદ્ધ નિમિત્તે એ સંસરતા, અત્તા કર્તા પરનો;
‘સમયસાર’ અનુપમ નિમિત્ત
-
શુદ્ધ નિમિત્ત રમે જબ ચિદન, કર્તા ભોક્તા ઘરનો રે સ્વામી.
જેહના ધર્મ અનંતા પ્રગટ્યા, જે નિજ પરિણતિ વરિયો; પરમાતમ જિનદેવ અમોહી, શાનાદિક ગુણ દરિયો રે સ્વામી. અવલંબન ઉપદેશક રીતે, શ્રી સીમંધર દેવ;
ભજિયે શુદ્ધ નિમિત્તે અનોપમ, તજિયે ભવભય ટેવ રે સ્વામી.
1
શુદ્ધ દેવ અવલંબન ભજતાં, પરરિયે પરભાવ, આતમ ધર્મ રમણ અનુભવતાં, પ્રગટે આતમ ભાવ રે. સ્વામી’’
‘‘પર પરિણતિ પુદ્ગલ દિસા રે, તામે નિજ અભિમાન; ધારત જીવ એહી રહ્યો પ્યારે, બંધ હેતુ ભગવાન... સુઅપ્પા આપ વિચારો રે, પર પખ નેહ નિવાર.’’
સમયસારની સેવામાં સર્વ ‘સ્વવિભવ’ સર્વસ્વ સમર્પણ
૧૯
-
શ્રી ચિદાનંદજી, પદ-૩
એટલે શુદ્ધ નિશ્ચયથી મ્હારી શુદ્ધ ચિન્માત્ર મૂર્તિ રૂપ અનુભૂતિ પ્રત્યે સ્થિર દૃષ્ટિ ઠેરવી, અશુદ્ધ નિશ્ચયથી વા વ્યવહારથી હારી અનુભૂતિની અશુદ્ધિ અનુભવાય મ્હારી છે, તેને આત્મામાંથી સર્વથા વિસર્જન કરવા માટે હું સર્વાત્માથી સમસ્ત શક્તિથી કટિબદ્ધ થયો છું અને તે માટે સાક્ષાત્ સમયસારભૂત જિન-સિદ્ધ ભગવાન્ પ્રત્યેની અથવા તત્સમ સમયસારરૂપ શુદ્ધ આત્મતત્વ કરતાં વધારે બીજો રૂડો ઉપાય કયો હોઈ શકે ? એથી વધારે રૂડું શુદ્ધ નિમિત્ત રૂપ સત્ સાધન કયું હોઈ શકે ? એટલે શુદ્ધ આત્મતત્વનું અનન્ય નિરૂપણ કરનાર આ
પ્રત્યેની અભેદ ભક્તિ
શ્રી દેવચંદ્રજી
-