________________
અને અંતે મહાકવિ અમૃતચંદ્રજી પ્રરૂપ આત્મ ભાવોલ્લાસથી આ પરમગંભીર અમૃત કળશ (૨૭૭) લલકારે છે - “જેમાંથી પૂર્વે દ્વૈત થયું હતું, જે થકી સ્વ – પરનું અંતર થયું હતું, રાગ-દ્વેષ પરિગ્રહ સતે જ્યાંથી ક્રિયા-કારકનો જન્મ થયો હતો અને જે થકી ક્રિયાનું અખિલ ફલ ભોગવતી અનુભૂતિ ખિન્ન થઈ હતી, તે વિજ્ઞાનઘનૌઘમાં મગ્ન થયેલું અધુના (હમણાં) કિંચિત્ ન કિંચિત્ નિશ્ચયથી છે.'
આ ઊંડા પરમાર્થ આશયવાળા અમૃતકળશનો પરમાર્થ - મર્મ અદ્દભુત છે. અચિંત્ય ચિંતામણિરત્નનિધાન આ ભગવતી “આત્મખ્યાતિ મહાકુતિના ચૂડામણિસ્થાને ઝગઝગતા આ ચિંતામણિરત્નમય પરમામૃતસંભૂત કળશમાં, તાત્ત્વિકશિરોમણિ “વિજ્ઞાનઘન” અમૃતચંદ્રાચાર્યજીએ આ કૃતિ અને તેના કર્તાપણાનું અહત્વ-મમત્વનું સર્વથા વિલોપન કરવાના પરમ ઉદાત્ત ગંભીર માર્મિક આશયથી, સિંહાવલોકન ન્યાયે ભૂતપ્રજ્ઞાપનીય નયથી આ આત્માનો ભૂતપૂર્વ ઈતિહાસ સ્મૃતિમાં લાવી, ગઈ ગૂજરી સંભારી ગઈ ગૂજરી ભૂલી જવા - કૃતિ અને ક્રિયા અંગે પરમ સૂક્ષ્મ તત્ત્વમીમાંસા રજૂ કરી છે. “પુરા” - પૂર્વે દ્વત” - બે વસ્તુના સંબંધ રૂપ દ્વૈત થયું હતું અને જે થકી અત્રે સ્વ - પરનું અંતર ભૂત થયું અને રાગ-દ્વેષનો પરિગ્રહ સતે જે થકી ક્રિયા અને કારકોનું ઉપજવું થયું અને જે થકી “અખિલ” - સકલ ક્રિયાનું ફળ ભોગવતી અનુભૂતિ ખિન્ન થઈ, તે વિજ્ઞાનઘનૌઘમાં” “મગ્ન” અધુના કિંચિતુ ખરેખર ! ન કિંચિતુ છે, કાંઈ છે નહિ. અત્રે વિજ્ઞાનઘન” અમૃતચંદ્રજીનો મુખ્ય ધ્વનિ એ છે કે આ બધી કૃતિ - ક્રિયાની કહાણી જેમ ભૂત પર્યાય રૂપે ગઈ ગૂજરી બની જઈ વિજ્ઞાનઘનઘ આત્મામાં મગ્ન થઈ ગઈ, તેમ અધુના અમે વિજ્ઞાનઘન ઓઘ આત્મામાં જ નિમગ્ન થઈ ગયા છીએ, એટલે આ અમારી કૃતિ ને અમે કર્તા એવું અહત્વ - મમત્વ પણ રહ્યું જ નથી એવું ન કિંચિત્' છે. અથવા હમણાં વિજ્ઞાનઘન ઓઘમાં મગ્ન તે કિંચિત્ “ન કિંચિત્' છે, ન કિં ચિત્ છે ? અર્થાત્ ચિતુ. ચિત્ ને ચિત્ જ છે. આવા અનેક પ્રકારના પરમાર્થગંભીર આશયવાળું આ અનુપમ તત્ત્વવિજ્ઞાન પરમ જ્ઞાની ભગવાન વિજ્ઞાનઘન” અમૃતચંદ્રાચાર્યજીએ આ “અમૃત કળશમાં સંભૂત કર્યું છે - જેનું યત્ કિંચિત્ દિગ્ગ દર્શન અત્ર તે ભગવાનના દાસ “અમૃત જ્યોતિ મહાભાષ્યકારે (વિવેચકે) યથામતિ કર્યું છે.
અત્રે “આત્મખ્યાતિ'માં આ અંતિમ અમૃત સમયસાર કળશ (૨૭૮) અમૃતચંદ્રજીએ પરમ આત્મભાવોલ્લાસથી સંગીત કર્યો છે - “સ્વશક્તિ વડે કરીને જેણે વસ્તુતત્ત્વ સંસૂચિત કર્યું છે, એવા શબ્દોથી સમયની આ વ્યાખ્યા કરવામાં આવી, સ્વરૂપગુપ્ત અમૃતચંદ્રસૂરિનું કર્તવ્ય જ “ન કિંચિત્ અસ્તિ.” આ અદ્ભુત શ્લોકનું ભાવ વ્યંજન વિસ્તારથી આ લેખકે પ્રસ્તાવનામાં કર્યું છે.
આમ સમયસાર શાસ્ત્રનું “આત્મખ્યાતિ' ટીકાના અનુસંધાનમાં વિશેષથી વસ્તુદર્શન કર્યું. મત્તે विस्तरेन !
- ડૉ. ભગવાનદાસ મનસુખભાઈ મહેતા
એમ.બી.બી.એસ. ફાગણ પૂર્ણિમા, સં. ૨૦૫૦ ૨૭-૩-૯૪ કે.એમ. મુન્શી માર્ગ, મુંબઈ-૭.
૧૨૫