________________
પ્રસ્તાવના જે તીર્થંકર દેવે સ્વરૂપસ્થ આત્માપણે થઈ વક્તવ્યપણો જે પ્રકારે તે આત્મા કહી શકાય તે પ્રમાણે અત્યંત યથાસ્થિત કહ્યો છે, તે તીર્થંકરને બીજી સર્વ પ્રકારની અપેક્ષાનો ત્યાગ કરી નમસ્કાર કરીએ છીએ. “હું કોઈ ગચ્છમાં નથી; પણ આત્મામાં છું; એ ભુલશો નહીં; શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક ૩૭'
- શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક-૪૩૬ કુંદકુંદ તે દિવ્યાત્માએ, સમયસાર શુદ્ધાત્મ, શાન ભાણ પ્રગટાવી જગમાં, પ્રગટ કર્યો સહજાત્મ... જય. દિવ્યાત્મા તે અમૃતચંદ્ર, ઝીલ્યો દિવ્ય પ્રકાશ, આત્મખ્યાતિ' જ્યોન્ના વિસ્તારી, સોળે કળા પ્રભાસ... જય. સ્થળે સ્થળે ત્યાં અમૃત સંભૂત, સ્થાપ્યા “કળશો' દિવ્ય, ભવ્ય જીવોને અમૃત પીવા, આત્મ પ્રગટવા દિવ્ય... જય. દિવ્યાત્મા તે અમૃતચંદ્રનો, ભાસ ઝીલી ચિત્માત્ર,
દાસ ભગવાન “અમૃત જ્યોતિ'થી, વિવેચતો સતુ શાસ્ત્ર... જય. (સ્વરચિત) ભગવત્ કુંદકુંદાચાર્ય અને ભગવત્ અમૃતચંદ્રાચાર્ય એ જગદ્ગુરુ વિશ્વની વિરલ વિભૂતિ થઈ ગયા, અધ્યાત્મ ક્ષેત્રે મોક્ષમાર્ગની જગતુ પાવની પરમશ્રુત ગંગા વહાવનારા આ જગદ્ગુરુ ભારત અવનિ પાવન કરી ગયા, જિનદર્શનનો પરમ ઉદ્યોત કરનારા મહાપ્રભાવક પરમ પુરુષો થઈ ગયા.
પરમ શ્રમણ ભગવાન મહાવીરના લોકોત્તર પરમ અધ્યાત્મ મોક્ષમાર્ગને ઉદ્યોતિત કરનારા પરમર્ષિ કુંદકુંદાચાર્ય લગભગ બે હજાર વર્ષ પૂર્વે થયા, તે પછી પરમર્ષિ અમૃતચંદ્રાચાર્ય લગભગ એક હજાર વર્ષે થયાં,
ભગવાન મહાવીરના આધ્યાત્મિક અલૌકિક દિવ્ય માર્ગનો દિવ્ય પ્રકાશ ઝીલી પરમર્ષિ કંદકુંદાચાર્યજીએ આ વિશ્વમાં જ્ઞાન-ભાનુનો દિવ્ય પ્રકાશ રેલાવ્યો, તે ચિતુ પાત્રમાં ઝીલી પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ વિશ્વમાં જ્ઞાનચંદ્રિકા વિસ્તારી અને તે આ પરમર્ષિ યુગ્મનો દિવ્ય જ્ઞાનપ્રકાશ યથાશક્તિ ઝીલી આ ભગવાનના દાસે (ભગવાન-દાસે) સ્વકૃત “અમૃત જ્યોતિ' મહાભાષ્યમાં પરમશ્રુત ભક્તિથી વિસ્તાર્યો. આ પરમર્ષિ યુગ્મ આધ્યાત્મિક શૈલીથી મોક્ષમાર્ગનું અપૂર્વ નિરૂપણ અત્રે સમયસાર અને “આત્મખ્યાતિ'માં પ્રકાર્યું છે. જિન દર્શનની શૈલી અંગે શ્રીમદ્ રાજચંદ્રજીના ટંકોત્કીર્ણ વચનામૃત છે:
શી એની શૈલી ! જ્યાં આત્માને વિકારમય થવાનો અનંતાંશ પણ રહ્યો નથી. શુદ્ધ, સ્ફટિક, ફીણ અને ચંદ્રથી ઉજ્વળ શક્લ ધ્યાનની શ્રેણિથી પ્રવાસરૂપે નીકળેલાં તે નિર્ઝન્થનાં પવિત્ર વચનોની મને-તમને ત્રિકાળ શ્રદ્ધા રહો ! એ જ પરમાત્માનાં યોગબળ આગળ પ્રયાચના !”
- શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક-પર પરમર્ષિ કુંદકુંદાચાર્ય પ્રણીત સમયસાર - પ્રવચનસારાદિ યુગપ્રવર્તક મહાગ્રંથોને યુગપ્રવર્તક મહાટીકાઓથી વિભૂષિત કરવાનો મહાયશ પ્રથમ ટીકાકાર પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યને ફાળે જાય છે, તેમની પરમ સમર્થ ટીકાઓથી કુંદકુંદાચાર્યજીનું અલૌકિક અપૂર્વ કેવું અનંતગુણવિશિષ્ટ ગૌરવ બહુમાન કર્યું છે, તે વિશ્વવિશ્રત છે. કુંદકુંદાચાર્યના મહાગ્રંથોમાં પ્રવહતી અધ્યાત્મરસ અમૃત સરિતા અવનિ પર અવતારવાનું માન અમૃતચંદ્રાચાર્યને ઘટે છે. ખરેખર ! અમૃતચંદ્રાચાર્ય જાણે કુંદકુંદાચાર્યજીના હૃદય અંત:તલમાં પ્રવિષ્ટ હોયની ! કુંદકુંદાચાર્યના આધ્યાત્મિક વારસદાર હોયની ! મહાનું અમૃતચંદ્રાચાર્યે