________________
પ્રકાશકનું નિવેદન છે જિન વીતરાગ ! તમને અત્યંત ભક્તિથી નમસ્કાર કરું છું. તમે આ પામર પ્રત્યે અનંત અનંત ઉપકાર કર્યો છે.
“હે કુંદકુંદાચંદ્ર આચાર્યો તમારા વચનો વરૂપાનુસંધાનને વિષે આ પામરને પરમ ઉપકારભૂત થયા છે તે માટે હું તમને અતિશય ભક્તિથી નમસ્કાર કરું છું.”
- હાથનોંધ-૨ (૨૦) કુંદકુંદાચાર્ય અને આનંદઘનજીને સિદ્ધાંત સંબંધી જ્ઞાન તીવ્ર હતું. કુંદકુંદાચાર્યજી તો આત્મસ્થિતિમાં બહુસ્થિત હતા.”
પરમર્ષિ કુંદકુંદાચાર્ય પ્રણીત, પરમર્ષિ અમૃતચંદ્રાચાર્ય વિરચિત “આત્મખ્યાતિ વ્યાખ્યાત અને ડૉ. ભગવાનદાસ કૃત ‘અમૃત જ્યોતિ' મહાભાષ્ય સંયુક્ત આ પરમશ્નતની પ્રભાવના કરનારા આ સમયસાર ગ્રંથનું પ્રકાશન કરતાં શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસને અતિ આનંદ થાય છે. તેમના બે ગ્રંથ “અધ્યાત્મ રાજચંદ્ર” તથા “આત્મસિદ્ધિ” ઉપર રાજજ્યોતિ મહાભાષ્ય, આશ્રમથી પ્રકાશિત થયેલ અને ટૂંક સમયમાં તે અપ્રાપ્ય થયા. આ બન્ને ગ્રંથોની નવી આવૃત્તિઓનું પ્રકાશન થશે એજ એમના પ્રકાશનની ઉપયોગિતા સૂચવે છે.
ડૉ. ભગવાનદાસભાઈએ અતુલ પરિશ્રમથી એકાણું વર્ષની વયે એકલા હાથે આ સમયસાર ગ્રંથનું વિવેચન કરેલ છે જે જિજ્ઞાસને મૂળ ગ્રંથ વિચારવામાં, સમજવામાં સરળતા રહેશે. તેઓએ આ ગ્રંથનું ખૂબ જ ઝીણવટ અને ચીવટથી કોઈ મુદ્રણદોષરહિત સુંદર ગ્રંથ બનાવવામાં આ ઉંમરે શ્રમ લીધો છે અને પરમશ્નતની પરમભક્તિ - પરમાર્થ પ્રેમથી નિષ્કામ પરમાર્થ સેવા કરી છે તે માટે એમને પુનઃ પુનઃ ધન્યવાદ અને આ સંસ્થાનું આ પ્રકાશન સફળ રહેશે.
પરમ કૃપાળુદેવે જે સન્શાસ્ત્રોનો અભ્યાસ સૂચવ્યો છે એમાં પૂ. કુંદકુંદાચાર્ય રચિત સમયસાર, અષ્ટપ્રભુત, પંચાસ્તિકાય વિ. ગ્રંથનો સમાવેશ થાય છે અને આ આશ્રમ તરફથી એ પુસ્તકોનું પ્રકાશન થયું છે.
પરમ કૃપાળુદેવે વચનામૃત ૩૭૮માં કહેલ નીચેના વાક્યો તરફ સર્વ વાચકોનું લક્ષ ખેંચવું યોગ્ય લાગે છે. - “નિશ્ચય”ને વિષે અકર્તા, “વ્યવહાર”ને વિષે કર્તા, ઈત્યાદિ જે વ્યાખ્યાન સમયસારને વિષે છે તે વિચારવાને યોગ્ય છે, તથાપિ નિવૃત થયા છે જેના બોધસંબંધી દોષ એવા જે જ્ઞાની તે પ્રત્યેથી એ પ્રકાર સમજવા યોગ્ય છે.” કોઈપણ નય ન દુભાય એવી પરમ વીતરાગની વાણી અને પરમ કૃપાળદેવનો ઉપદેશ લક્ષમાં રાખી આ ગ્રંથનું વાંચન સર્વને હિતકારી નીવડશે એ શ્રદ્ધા સાથે આ ગ્રંથનું પ્રકાશન થયું છે.
“સપુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો.” સંવત ૨૦૫૦
મનુભાઈ ભ. મોદી શ્રાવણ
પ્રમુખ ઓગસ્ટ, ૧૯૯૪
શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ
“સમયસાર”ના છપાઈ દાન આપનારી યાદી
જુઓ પના : ૮૬૪
રૂા : ૨,૦૦,૦૦૦ = ૨૦
ડૉ. ભગવાનદાસ મનસુખભાઈ મહેતા