________________
સમયસાર : આત્મખ્યાતિ
આત્મભાવોલ્લાસથી લલકાર્યો છે – “ફુટપણે નિશ્ચયથી વિશ્વથી વિભક્ત (જૂદો) છતાં જેના પ્રભાવ થકી આત્માને વિશ્વ કરે છે, એવો આ મોહએકઠંદ અધ્યવસાય જેઓને અહીં છે નહિ, તેઓ જ યતિઓ છે.” આ અમૃત કળશથી સૂચિત આ (૨૭૦) મહાન ગાથામાં પરમર્ષિ કુંદકુંદાચાર્યજીએ અપૂર્વ તત્ત્વ પ્રતિપાદન કર્યું છે - “એમ એ આદિ અધ્યવસાનો જેઓને નથી તે મુનિઓ અશુભ વા શુભ કર્મથી લેપાતા નથી.” આનું પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ અદ્ભુત તત્ત્વ મીમાંસન કર્યું છે.
જેઓને જ આ વિદ્યમાન નથી, તે જ મુનિકુંજરો કોઈ – સત્ અહેતુક શક્તિ એક ક્રિયાવાળા, સત્ અહેતુક જ્ઞાયક એકભાવવાળા અને સતુ અહેતુક જ્ઞાન એકરૂપવાળા વિવિક્ત આત્માને જાણતા, સમ્યક દેખતા અને અનુચરતા એવા - સ્વચ્છ સ્વચ્છેદે ઉદય પામતી અમંદ અંતર જ્યોતિષવંતા - અત્યંતપણે અજ્ઞાનાદિરૂપપણાના અભાવને લીધે - શુભ વા અશુભ કર્મથી નિશ્ચયે કરીને લેપાય નહિ.” ઈ. અત્રે આ ગાથામાં (૨૭૧) આચાર્યજીએ પ્રકાશ્ય છે - “બુદ્ધિ, વ્યવસાય, અધ્યવસાન અને મતિ વિજ્ઞાન, ચિત્ત, ભાવ અને પરિણામ - એ સર્વ એકાર્થ જ છે.” અહીં અધ્યવસાનના એકાર્યવાચક પર્યાય શબ્દોનો નિર્દેશ કર્યો છે અને તે “આત્મખ્યાતિમાં તે પ્રત્યેક શબ્દનું નિરુક્તિયુક્ત સ્પષ્ટ વ્યાખ્યાન કરી અમૃતચંદ્રજીએ અપૂર્વ પરમાર્થ પ્રકાશ્યો છે.
એમ અધ્યવસાન નિષેધ પરથી નીચેની ગાથાના (૧૭૨) ભાવનું સૂચન કરતો અમૃત સમયસાર કળશ (૧૭૩) અમૃતચંદ્રજીએ અપૂર્વ ભારવેશથી લલકાર્યો છે – “સર્વત્ર અધ્યવસાન જ અખિલ ત્યાજ્ય છે એમ જે જિનોથી ઉક્ત છે, તે હું માનું છું કે - અન્યાશ્રયી (પરાશ્રયી) નિખિલ પણ વ્યવહાર જ ત્યજાવાયો છે, તો પછી સમ્યક નિશ્ચયને એકને જ નિષ્કપપણે આક્રમીને સંતો શુદ્ધજ્ઞાનઘન નિજ મહિમનમાં (મહિમામાં) ધૃતિ કેમ નથી બાંધતા.” આ અમૃતકળશથી સૂચિત ગાથામાં (૨૭૨) આચાર્યજીએ આ પ્રતિપાદન કર્યું છે - “એમ વ્યવહારનય નિશ્ચયનયથી પ્રતિષિદ્ધ જાણ ! પુનઃ નિશ્ચયનયાશ્રિત મુનિઓ નિર્વાણ પામે છે.” આ ગાથાના ભાવનું ઓર સ્પષ્ટીકરણ “આત્મખ્યાતિ'માં કરતાં અમૃતચંદ્રજીએ અલૌકિક તત્ત્વાલોકથી તેનું તત્ત્વસર્વસ્વ સમર્પક પરમ અદ્દભુત વ્યાખ્યાન પ્રકાશ્ય છે - “આત્માશ્રિત નિશ્ચયનય, પરાશ્રિત વ્યવહાર, તત્ર - એમ નિશ્ચયનયથી - પરાશ્રિત સમસ્ત અધ્યવસાનને બંધહેતુત્વથી મુમુક્ષુને પ્રતિષેધતા એવાથી વ્યવહાર નય જ પ્રતિષિદ્ધ છે, તેના પરાશ્રિતપણાનો અવિશેષ છે માટે અને આ (વ્યવહાર નય) પ્રતિષેધ્ય જ (નિષેધવા યોગ્ય જ) છે, (કારણકે) આત્માશ્રિત નિશ્ચયનયના આશ્રિતોનું જ મુશ્યમાનપણે (મકાવાઈ રહેવાપણ) છે પરાશ્રિત વ્યવહારનું એકાંતથી અમુચ્યમાન (નહિ મૂકાતા) અભવ્યથી આશ્રયીમાનપણું છે માટે.”ઈ. અને અભવ્યથી વ્યવહારનય કેમ આશ્રવામાં આવે છે - તેનો ઉત્તર આચાર્યજી (૨૭૩) ગાથામાં પ્રકાશે છે - જિનવરોથી પ્રજ્ઞપ્ત (પ્રરૂપવામાં આવેલ) વ્રત - સમિતિ - ગુતિઓ, શીલ - તપ કરતો પણ અભવ્ય અજ્ઞાની મિથ્યાષ્ટિ જ છે.” આ ગાથાના ભાવનું સવિશેષ સીકરણ “આત્મખ્યાતિમાં અમૃતચંદ્રજીએ કર્યું છે. તેને ધર્મ શ્રદ્ધાન છે એમ જો કહો તો આ (૨૭૫) ગાથામાં આચાર્યજી પ્રકાશે છે - “તે (અભવ્ય) ભોગનિમિત્ત ધર્મને સદેહે છે, પ્રતીતે છે, રોચે છે, તથા પુનઃ ફરસે છે.” આ ગાથાના ભાવનું નિgષ યુક્તિયુક્ત અપૂર્વ વ્યાખ્યાન “આત્મખ્યાતિ'માં કરતાં અમૃતચંદ્રજી અલૌકિક તત્ત્વાલોક પ્રકાશ વિસ્તાર્યો છે.
આ પ્રતિષેધ્ય - પ્રતિષેધક વ્યવહારનય - નિશ્ચયનય કેવા છે? એ આ (૨૭૬-૨૭૭) ગાથામાં આચાર્યજીએ પ્રતિપાદન કર્યું છે - “આચારાદિ જ્ઞાન અને જીવાદિ દર્શન જાણવું, તથા છ જવનિકાય ચારિત્ર છે (વ્યવહાર) એમ ભણે છે. આત્મા જ મ્હારૂં જ્ઞાન, આત્મા હારું દર્શન અને ચારિત્ર, આત્મા પ્રત્યાખ્યાન, આત્મા મહારો સંવર યોગ છે.” આ ગાથાના ભાવનું “આત્મખ્યાતિ'માં અત્યંત વિશદતમ તત્ત્વદર્શન કરાવ્યું છે.
હવે આ નીચેની ગાથાના ભાવનું સૂચન કરતો અમૃત સમયસાર કળશ (૧૭૪) અમૃતચંદ્રજી
૧૦૨