________________
૫૨નું મરણ-જીવિત-દુઃખ-સૌખ્ય કરે.' અત્રે નીચેની ગાથાના ભાવનું સૂચન કરતો અમૃત સમયસાર કળશ (૧૬૯) અમૃતચંદ્રજી સંગીત કરે છે આ અજ્ઞાનને પામીને જેઓ પર થકી પરના મરણ-જીવિત-દુઃખ-સૌખ્ય દેખે છે, તેઓ અહંકૃતિરસથી કર્મો કરવાને ઈચ્છતા નિયતપણે આત્મહંતા (આત્મઘાતી) હોય છે.' આ કળશથી સૂચિત આ ગાથામાં (૨૫૭-૨૫૮) આચાર્યજી પ્રકાશે છે જે મરે છે અને જે દુઃખિત થાય છે તે સર્વ કર્મોદયથી થાય છે, તેથી ત્હારાથી મરાયો વા દુઃખાવાયો એ શું નિશ્ચયથી મિથ્યા નથી ? જે નથી મરતો અને નથી દુઃખિત થતો, તે પણ નિશ્ચયથી કર્મો કર્મ ઉદયથી જ થાય છે, તેથી ન મરાયો અને ન દુઃખાવાયો એ શું નિશ્ચયથી મિથ્યા નથી ?' આ ગાથાનો ભાવ ‘આત્મખ્યાતિ’માં સ્પષ્ટ સમજાવ્યો છે અને નીચેની ગાથાના ભાવનું સૂચન કરતો અમૃત સમયસાર કળશ (૧૭૦) અમૃતચંદ્રજીએ સંગીત કર્યો છે - જે જ અજ્ઞાનાત્મા (અજ્ઞાન સ્વરૂપ) અધ્યવસાય આનો દેખાય છે, તે જ મિથ્યાદૈષ્ટિને વિપર્યયને (વિપર્યાસને) લીધે બંધહેતુ હોય છે.' આ કળશ સૂચિત ગાથામાં (૨૫૯) આચાર્યજી પ્રકાશે છે - ‘આ જ જે હારી મતિ હું સત્ત્વોને દુ:ખિઆસુખિઆ કરૂં છું, આ હારી મૂઢ મતિ શુભાશુભ કર્મ બાંધે છે.' આ ગાથાનો ભાવ ‘આત્મખ્યાતિ'માં સ્પષ્ટ વિવર્ષો
છે
પર જીવોને હું હિંસું છે, હું નથી હિંસતો, હું દુ:ખાવું છું, હું સુખાવું છે, એવો જે આ અજ્ઞાનમય અઘ્યવસાય મિથ્યાદૅષ્ટિનો છે, તે જ સ્વયં રાગાદિરૂપપણાને લીધે શુભાશુભ બંધહેતુ છે.’
-
હવે અધ્યવસાયને બંધહેતુપણે અવધારે છે એમ (૨૬૦-૨૬૧) ગાથામાં આચાર્યજીએ પ્રકાશ્યું છે અને ‘આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રજીએ પરિસ્ફુટ વિવેચ્યું છે - મિથ્યાદૅષ્ટિનો જે જ આ અજ્ઞાનજન્મા રાગમય અધ્યવસાય તે જ બંધહેતુ છે એમ અવધારવું યોગ્ય છે.
-
જે
હવે અધ્યવસાયને પાપ-પુણ્યના બંધહેતુપણે દર્શાવે છે, એ આ ગાથામાં (૨૬૩-૨૬૪) આચાર્યજીએ પ્રકાશ્યું છે અને આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રજીએ વિવરી દેખાડ્યું છે એમ આ (આત્મા) અજ્ઞાનને લીધે યથા હિંસામાં અધ્યવસાય કરાય છે, તેમજ અસત્ય-અદત્ત-અબ્રહ્મ-પરિગ્રહમાં કરાય છે, તે સર્વ પણ કેવલ જ પાપબંધહેતુ છે : અને જે અહિંસામાં યથા અધ્યવસાય કરાય છે, તેમજ જે સત્ય-દત્ત-બ્રહ્મ-અપરિગ્રહમાં કરાય છે, તે સર્વ પણ કેવલ જ પુણ્ય બંધહેતુ છે.' ઈ. અને બાહ્ય વસ્તુ દ્વિતીય પણ બંધહેતુ છે એમ કહેવું શક્ય નથી, એ આ ગાથામાં (૨૬૫) કુંદકુંદાચાર્યજીએ સ્પષ્ટ પ્રતિપાદન કર્યું છે અને અમૃતચંદ્રાચાર્યજીએ ‘આત્મખ્યાતિ’માં પરમ નિષ સુયુક્તિથી તેનું અપૂર્વ તત્ત્વ વૈજ્ઞાનિક પૃથક્ણ કરી સાંગોપાંગ સકલ અવિકલ તત્ત્વ સુપ્રતિષ્ઠાપિત કર્યું છે અધ્યવસાન જ બંધહેતુ છે - નહિ કે બાહ્ય વસ્તુ તેનું (બાહ્ય વસ્તુનું) અધ્યવસાનના હેતુપણાથી જ ચરિતાર્થપણું છે માટે.’
-
-
એવા પ્રકારના બંધહેતુત્વથી નિર્ધારિત અધ્યવસાયનું સ્વાર્થક્રિયાકારિપણાના અભાવથી મિથ્યાત્વ આ (૨૬૬) ગાથામાં આચાર્યજી દર્શાવે છે અને આત્મખ્યાતિ'માં સ્પષ્ટ વ્યાખ્યા પ્રકાશી છે પરજીવોને હું... દુઃખાવું છું હું સુખાવું ઈત્યાદિ વા હું બંધાવું છું - વિમોચાવું ઈત્યાદિ જે આ અધ્યવસાન તે સર્વ પણ પરભાવમાં પરમાં અવ્યાપ્રિયમાણપણાએ કરીને સર્વાર્થક્રિયાકારીપણાના અભાવને લીધે ખકુસમને (આકાશ પુષ્પ) હું લણું છું એવા અધ્યવસાયની જેમ મિથ્યારૂપ કેવલ આત્માના અનર્થાર્થ જ છે.' અધ્યવસાન સ્વાર્થક્રિયાકારી કયા કારણથી નથી ? એ (૨૬૭) ગાથામાં આચાર્યજીએ પ્રકાશ્યું છે અને ‘આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રજીએ નિષ્ઠુષ અપૂર્વ વ્યાખ્યા દર્શાવી છે. હવે આ (૨૬૮, ૨૬૯) ગાથામાં આચાર્યજી પ્રકાશે છે - ‘જીવ અધ્યવસાનથી તિર્યંચ - નાકી સર્વ કરે છે, દેવ-મનુષ્ય સર્વ કરે છે અને પુણ્ય-પાપ અનેકવિધ કરે છે, તથા ધર્મ-અધર્મ, જીવ–અજીવ, અલોક–લોક એ સર્વ જીવ અધ્યવસાનથી આત્માને કરે છે.' આ ગાથાની અપૂર્વ વ્યાખ્યા ‘આત્મખ્યાતિ’માં અમૃતચંદ્રજીએ પરિસ્ફુટ પ્રકાશી છે.
હવે નીચેની ગાથાના ભાવનું સૂચન કરતો અમૃત સમયસાર કળશ (૧૭૨) અમૃતચંદ્રજીએ પરમ
૧૦૧