________________
ગગનનગર ને મૃગજલ શી, તે ઈંદ્રજાલ વિસરાલ,
વિજ્ઞાનઘનમાં મગ્ન થતાં ચિત્, કિં ચિત્ ન કિંચિત્ ભાળ !... વિજ્ઞાનઘન ઓઘ મગ્ન તે. ૧૪
ચિહ્નન વિજ્ઞાનઘનના ઓધે, વિજ્ઞાનઘન આ મગ્ન,
પરમાણુ ન પેસે એવો, ઘન વિજ્ઞાન અભગ્ન... વિજ્ઞાનઘન ઓઘ મગ્ન તે. ૧૫ વિજ્ઞાન ઘનના ઓધ-સામાન્ય, વિજ્ઞાનઘન આ મગ્ન,
વિશેષ સામાન્યે લય થાતાં, ‘અહં' થયો સહુ ભગ્ન... વિજ્ઞાનઘન ઓઘ મગ્ન તે. ૧૬ વિજ્ઞાનધનના ઓઘ–પટલમાં, વિજ્ઞાનઘન આ મગ્ન,
વિજ્ઞાન-અમૃત ઘન વતો, શુદ્ધ ચેતના અભગ્ન... વિજ્ઞાનધન ઓઘ મગ્ન તે. ૧૭ વિજ્ઞાનઘનના ઓઘ-સમૂહે, ‘વિજ્ઞાનઘન' આ મગ્ન,
શુદ્ધ ચૈતન્યના પૂર પ્રવાહે, કાળ અનંતો લગ્ન... વિજ્ઞાનઘન ઓઘ મગ્ન તે. ૧૮
વિજ્ઞાનઘનના ઓઘ-સમૂહે, ‘વિજ્ઞાનઘન’ આ મગ્ન,
જ્યોતિમાં ‘અમૃત જ્યોતિ' ભળતાં, થઈ અક્ષય અભગ્ન... વિજ્ઞાનઘન ઓઘ મગ્ન તે. ૧૯
‘વિજ્ઞાનઘન’ અમૃતચંદ્રે તે, અનુપમ તત્ત્વવિજ્ઞાન,
અમૃતકળશે સંભૂત કીધું, અહો ! જ્ઞાની ભગવાન !... વિજ્ઞાનધન ઓઘ મગ્ન તે. ૨૦
ડ
૮૬૧