________________
અમૃત પદ - ૨૬૩
(“ધાર તરવારની એ રાગ ચાલુ) તત્ત્વ અનેકાંતની, એમ વ્યવસ્થા થકી, સ્વને સ્વયં વ્યવસ્થાપનારો, શાસન જૈન અલંધ્ય વ્યવસ્થિત છે, આ અનેકાંત સિદ્ધાંત સારો...
તત્ત્વ અનેકાંતની, એમ વ્યવસ્થા થકી. ૧ આ અનેકાંતની, જયપતાકા મહા, અત્ર ફરકાવી આ વિશ્વ રંગે, જૈન શાસન તણો, ડંકો વગડાવિયો, એમ ભગવાન અમૃતચંદ્ર...
તત્ત્વ અનેકાંતની, એમ વ્યવસ્થા થકી. ૨ ચૌદ પૂર્વો તણો, સાર સંપૂર્ણ આ, ચૌદ આ અમૃત કળશે સમાવ્યો, તત્ત્વ ચિંતામણિ “વિજ્ઞાનઘન” “અમૃત', નામનો સુજશ જગમાં જમાવ્યો...
તત્ત્વ અનેકાંતની, એમ વ્યવસ્થા થકી. ૩
અમૃત પદ - ૨૬૪
- “ચંદ્રપ્રભ મુખચંદ્ર - એ રાગ એમ અનેકાંત તત્વ... ચેતન ! ચિંતવ રે, અનેક શક્તિ સંપન્ન... ચેતન ! ચિંતવ રે. ધ્રુવપદ. ૧ એમ નિજ શક્તિ અનેક... ચેતન ! ચિંતવ રે, તેથી સુનિર્ભર સાવ... ચેતન ! ચિંતવ રે, જ્ઞાનમાત્રમયતા એક... ચેતન ! ચિંતવ રે, છોડે ન જ જે ભાવ.. ચેતન ! ચિંતવ રે. ૨ ક્રમ અક્રમથી વિવર્તતા.. ચેતન ! ચિંતવ રે, વિવર્તથી ચિત્ર એક... ચેતન ! ચિંતવ રે, દ્રવ્ય પર્યયમય વર્તતાં... ચેતન ! ચિંતવ રે, ચિત્ વસ્તુ તે છેક... ચેતન ! ચિંતવ રે. ૩ જ્ઞાનમાત્ર એક હવંત... ચેતન ! ચિંતવ રે, શક્તિ અનેક ધરંત... ચેતન ! ચિંતવ રે, ભગવાન અમૃત સંત... ચેતન ! ચિંતવ રે, અમૃત વાણી વદત... ચેતન ! ચિંતવ રે. ૪
अनुष्टुप् एवं तत्त्वव्यवस्थित्या, स्वं व्यवस्थापयन् स्वयं । अलंध्यं शासनं जैनमनेकांतो व्यवस्थितः ॥२६३।।
वसंततिलका इत्याद्यनेकनिजशक्तिसुनिर्भरोऽपि, यो ज्ञानमात्रमयतां न जहाति भावः । एकंक्रमाक्रमविवर्तिविवर्तचित्रं, तद् द्रव्यपर्ययमयं चिदिहास्ति वस्तु ॥२६४||
૮૫૧