________________
षड्दर्शन समुश्चय भाग - २, श्लोक, ४८-४९, जैनदर्शन
४६९
તથા સંયોગાદિચાર પ્રતિષેધના પ્રકારોમાં પાંચમો પણ પ્રતિષેધપ્રકાર છે, કારણ કે તમારા વડે પાંચમા પ્રતિષેધ પ્રકારનો નિષેધ કરાયો છે.
સમાધાનઃ તમારી વાત ઉચિત નથી. કારણ કે અમે તમારામાં ‘ત્રિલોકનાથતા' વિશેષમાત્રનો નિષેધ કર્યો છે. જેમ મોતીમાં ઘટપ્રમાણતા વિશેષમાત્રનો નિષેધ કર્યો હતો, તેમ અમે તમારામાં ‘ત્રિલોકનાથતા' વિશેષમાત્રનો નિષેધ કરીએ છીએ. પરંતુ ઈશ્વરતા (નાથતા). સામાન્ય(માત્ર)નો નિષેધ કરતા નથી. કારણ કે તમારામાં પણ તમારા પોતાના શિષ્યોનું સ્વામિપણું (ઈશ્વરતા) વિદ્યમાન છે.
તે જ પ્રકારે પ્રતિષેધના પ્રકારોમાં પાંચમી સંખ્યાવિશિષ્ટનો (અવિદ્યમાન હોવાના કારણે) નિષેધ કરાય છે. પરંતુ સર્વથા પ્રતિષેધપ્રકારોનો નિષેધ કરાતો નથી, કારણ કે પ્રતિષેધના ચાર પ્રકારોનો સભાવ તો છે જ. પાંચમો પ્રકાર તેમાં નથી, એટલો જ નિષેધ કરાયો છે. (પાંચમી સંખ્યા પણ છે અને પ્રતિષેધ પણ છે. પરંતુ તે બંને વચ્ચે વિશેષણ-વિશેષ્યભાવ નથી.)
શંકા: તમારી ઉપરોક્ત તમામ વાતો અસંગત છે. કારણ કે..... મારી ત્રિલોકનાથતાનો નિષેધ કરાય છે તે અસતું છે માટે. પાંચમા પ્રતિષેધના પ્રકારનો નિષેધ કરાય છે તે પણ અસતુ છે માટે. આથી અસતુપદાર્થોનો જ નિષેધ કરાય છે, તો વિદ્યમાનપદાર્થોનો જ નિષેધ કરાય છે આવો નિયમ ક્યાં રહ્યો ? તે જ રીતે દેવદત્ત અને ગૃહનો સંયોગ, ગધેડા અને શીંગડાનો સમવાય, ચંદ્રની અનેકતા તથા મોતીમાં ઘટપ્રમાણતાવિશેષ નથી, બિલકુલ અસતું જ છે. છતાં પણ તેનો નિષેધ કરવામાં આવ્યો છે. આથી “જેનો નિષેધ હોય છે તે વિદ્યામાન હોય છે.” આ નિયમ તૂટી જાય છે. તેથી તે નિયમને દૂષિત કેમ ન મનાય ?
સમાધાન દેવદત્તાદિનો સંયોગાદિ ગુહાદિમાં જ અવિદ્યમાન હોવાથી નિષેધ કરાય છે. પરંતુ અર્થાન્તરમાં તો તે વિદ્યમાન જ છે. તે આ પ્રમાણે છે - ગૃહની સાથે જ દેવદત્તનો સંયોગ વિદ્યમાન નથી. પરંતુ અર્થાન્તરએવા બગીચાવગેરેની સાથે તો છે જ. તથા ગૃહનો પણ દેવદત્તની સાથે સંયોગ નથી. પરંતુ અર્થાન્તરએવા ખાટલા વગેરેની સાથે તો છે જ.
એ પ્રમાણે શીંગડાનો પણ ગધેડામાં જ સમવાય નથી, ગાય આદિમાં તો છે જ. બીજા ચન્દ્રનો અભાવ હોવાથી ચંદ્રમાં સમાનતા(સામાન્ય) = અનેકતા નથી. પરંતુ અર્થાન્તરએવા ઘટાદિમાં તો સામાન્ય(સમાનતા) = અનેકતા છે જ.
ઘટની પ્રમાણતા પણ મોતીઓમાં જ નથી. પરંતુ અન્યત્ર હોય જ છે. ત્રિલોકનાથતા પણ તમારામાં જ નથી, તીર્થંકરાદિમાં તો છે જ.
પ્રતિષધની પાંચમી સંખ્યા પણ (વિવલિત પ્રતિષેધના પ્રકારોમાં જ નથી, પરંતુ પાંચ