________________
४६२
षड्दर्शन समुञ्चय भाग - २, श्लोक, ४८-४९, जैनदर्शन
अनित्यादिस्वभावाश्च दृष्टा इति । अतो जीवाऽप्येवंविध एव सिध्यति । एतद्विपरीतश्च जीव इष्ट इति । अतः साध्यविरुद्धसाधकत्वाद्विरुद्धत्वं हेतूनामिति चेत् ? न, यतः खलु संसारिणो जीवस्याष्टकर्मपुद्गलवेष्टितत्वेन सशरीरत्वात् कथंचिन्मूर्त्तत्वान्नायं दोषः । तथा रूपादिज्ञानं क्वचिदाश्रितं, गुणत्वात्, रूपादिवत् ६ । तथा ज्ञानसुखादिकमुपादनकारणपूर्वकं, कार्यत्वात्, घटादिवत् ७ । न च शरीरे तदाश्रितत्वस्य तदुपादानत्वस्य चेष्टत्वात्सिद्धसाधनमित्यभिधातव्यं, तत्र तदाश्रितत्वतदुपादानत्वयोः प्राक् प्रतिव्यूढत्वात् । तथा प्रतिपक्षवानयमजीवशब्दः, व्युत्पत्तिमद्शुद्धपदप्रतिषेधात् । यत्र व्युत्पत्तिमतः शुद्धपदस्य प्रतिषेधो दृश्यते स प्रतिपक्षवान् । यथाऽघटो घटप्रतिपक्षवान् । अत्र हि अघटप्रयोगे शुद्धस्य व्युत्पत्तिमतश्च घटस्य (पदस्य) प्रतिषेधः । अतोऽवश्यं घटलक्षणेन प्रतिपक्षेण भाव्यम् । यस्तु न प्रतिपक्षवान्, न तत्र व्युत्पत्तिमतः शुद्धपदस्य प्रतिषेधः, यथाऽखरविषाणशब्द अडित्थ इति वा । अखरविषाणमित्यत्र खरविषाणलक्षणस्याशुद्धस्य सामासिकस्य पदस्य निषेधः । अत्र व्युत्पत्तिमत्त्वे सत्यपि शुद्धपदत्वाभावाद्विपक्षो नास्ति । अडित्थ इत्यत्र तु व्युत्पत्तिमत्त्वाभावात् सत्यपि शुद्धपदत्वे नावश्यं डित्थलक्षणः कश्चित्पदार्थो जीववद्विपक्षभूतोऽस्तीति ८ । ટીકાનો ભાવાનુવાદ આત્મા અનુમાનગણ્ય પણ છે. અર્થાત્ નિમ્નોક્તઅનુમાનોથી આત્માનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. (૧) જીવતું શરીર પ્રયત્નવાળાથી અધિષ્ઠિત છે. (અર્થાત્ જીવિતશરીર કોઈ પ્રયત્ન કરવાવાળાારા પરિચાલિત હોય છે.) કારણકે ઇચ્છાનુસાર ક્રિયા કરે છે. જેમ રથ હંકારનારની ઇચ્છાનુસાર ચાલે છે, તો રથનો હંકારનાર કોઈને કોઈ અવશ્ય હોય છે. તેમ શરીર પણ વ્યવસ્થિતરૂપે ઇચ્છાનુકૂલપ્રવૃત્તિ કરે છે. ખાવાવાળો ખાવાની ઇચ્છા કરે તો ખાવાની પ્રવૃત્તિ કરે છે. ચાલવાવાળો ચાલવાની ઇચ્છા કરે તો ચાલવાની પ્રવૃત્તિ કરે છે. આથી સિદ્ધ થાય છે કે શરીરને ચલાવનાર કોઈને કોઈ હોવું જોઈએ અને તે જ આત્મા છે.
(૨) શ્રોત્રેનિયવગેરે ઉપલબ્ધિના સાધનો કર્તાથી પ્રયોજ્ય છે. કારણ કે કરણ છે. જેમ કે કુહાડાની કાપવાની ક્રિયા કોઈને કોઈ કર્તાથી પ્રયોજ્ય હોય છે, તેમ શ્રોત્રેન્દ્રિયવગેરેથી સ્પર્ધાદિનું જ્ઞાન કરનાર કોઈને કોઈ પ્રયોજ કકર્તા હોવો જોઈએ. તે જ આત્મા છે. અર્થાત્ આ રીતે ઇન્દ્રિયોદ્વારા પદાર્થોનું જ્ઞાનકરનારા આત્માની સિદ્ધિ થાય છે.